01 March 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

Table of Contents

01 March 2022 Current Affairs In Gujarati

01 March 2022 Current Affairs In Gujarati 20 one-liner questions and 8 detailed articles available below.

  1. કોણે મેક્સિકન ઓપન ટેનિસમાં પુરુષ એકલનો ખિતાબ જીત્યો?
    ✅ રાફેલ નડાલે
  2. સિંગાપુર વેઈટલિફિટંગ ઈન્ટરનેશનલ-2022 ટૂનામેન્ટમાં ભારતે કેટલા મેડલ જીત્યા ?
    ✅ કલ ૮, 6 ગોલ્ડ,1 સિલ્વર અને 1 બ્રોન્ઝ
  3. IPL-ટીમ પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી?
    ✅ મયંક અગ્રવાલની
  4. કઈ ભારતીય વૃશુ ખેલાડી મોસ્કો વૃશુ સ્ટાર્સ ચેમ્પિયનશિપ-2022માં જુનિયર ટૂનામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો?
    ✅ સાદિયા તારિકે
  5. ક્યા ફેડરેશન રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિનને અધ્યક્ષપદેથી દૂર કર્યા?
    ✅ ઈન્ટરનેશનલ જૂડો ફેડરેશને
  6. હૈદરાબાદમાં યોજાયેલી ફાઈનલમાં કઈ ટીમ અમદાવાદ ડિફેન્ડર્સને હરાવીને રૂપે પ્રાઈમ વૉલીબૉલ લીગનો ખિતાબ જીત્યો?
    ✅કોલકતા થંડરબોલ્ટસે
  7. કઈ રાજ્ય સરકારે ઊંટપાલનને પ્રોત્સાહન આપવા રાજ્યના બજેટ-2022-23 માં ઊંટ સંરક્ષણ અને વિકાસ નીતિ હેઠળ 10 કરોડ રૂપિયાની ફાળવણી કરી?
    ✅ રાજસ્થાન
  8. કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલ ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ‘કયું ઓપરેશન હાથ ધર્યું.?
    ✅ ઓપરેશન ગંગા
  9. મરાઠી ભાષા ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે?
    ✅ 27 ફેબ્રુઆરી
  10. 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.આ વર્ષનુ થીમ?
    ✅ સતત ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીમાં એકીકૃત ર્દષ્ટિકોણ
  11. દુર્લભ રોગ દિવસ ક્યારે ઉજવાય છે?
    ✅ 28 ફ્રેબ્રુઆરી
  12. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે?
    ✅ સી.વી.રામન
  13. તાજેતરમાં ક્યો દેશ સાયકલોન ઈમનાતીની ચપેટમાં આવ્યો છે?
    ✅ Madagaskar
  14. તાજેતરમાં ક્યા મંત્રાલયે ભાષા સર્ટિફિકેટ સેલ્ફી અભિયાન શરૂ કર્યું?
    ✅ શિક્ષણ મંત્રાલય
  15. તાજેતરમાં ચર્ચામાં રહેલી IVFRT યોજના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે?
    ✅ ઇમિગ્રેશન
  16. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે?
    ✅ કાળો સમુદ્ર
  17. સેબી ના પ્રથમ મહિલા ચેર person પદે કોની નિમણુક કરવામાં આવી?
    ✅ માધવી પુરી બૂચ
    ✅ નાણા મંત્રાલય આ નિમણૂક કરે છે
  18. હાલમાં કોને વંદે ભારતમ માટે એક સિગ્નેચર ટયુન બહાર પાડી છે ?
    ✅ Minaaxi લેખી
  19. હાલમાં કેન્દ્ર સરકારે કોને નવી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ ડિવિઝન નાં CEO નાં રૂપમાં નિમણુક કરી છે ?
    ✅ અભિષેક સિંહ
  20. કઈ IIT એ પાકોની સુરક્ષા માટે બાયોડીગ્રેડેબલ નૈનો પાર્ટિકલ વિકસાવ્યા છે ?
    ✅ આઈઆઈટી કાનપુર

Read February Month All Days Current Affairs :- Click here

01 March 2022 Current Affairs In Gujarati Detailed Articles

◾️અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પ્રથમવાર અશ્વેત મહિલાની નિયુક્તિ કરવામાં આવી.

  • અમેરિકાની જૉ બાઇડન સરકારે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર અશ્વેત મહિલાને સુપ્રીમ કોર્ટની જજ બનાવી છે.
  • આ નિયુક્તિ કેતનજી બ્રાઉન જૈક્સનને અપાઇ છે જે અમેરિકાના ઇતિહાસની પ્રથમ આફ્રિકી-અમેરિકી મહિલા બની છે જે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પોતાની સેવા આપશે.
  • તેણી સુપ્રીમ કોર્ટમાં સેવા આપનાર છઠ્ઠી મહિલા જ્જ બનશે જેમાંથી હાલ ત્રણ બેંચમાં સામેલ છે.
  • વર્ષ 2020માં રાષ્ટ્રપતિ ચુંટણી દરમિયાન જૉ બાઇડને અશ્વેત મહિલાને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
  • અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ફક્ત બે અશ્વેત ન્યાયાધીશ હતા જેમાં થર્ગુડ માર્શલ અને ક્લેરેન્સ થોમસનો સમાવેશ થાય છે, જેઓ બન્ને હાલ પણ બેંચમાં સામેલ છે.

◾️ આગામી યોજાનાર ડેફલિમ્પિક્સ માટે ભારતની ટીમમાં ગુજરાતની ખેલાડીની પસંદગી કરવામાં આવી.

  • બ્રાઝિલ ખાતે આગામી યોજાનાર 24મી સમર ડેફલિમ્પિક્સમાં ભારતની ટીમ માટે ગુજરાતની શાઇની ગોમ્સની પસંદગી કરવામાં આવી છે.
  • તેણીએ અગાઉ 2017ની તુર્કીની ડેફ્લિમ્પિક્સ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
  • આ સ્પર્ધા બ્રાઝિલના કેક્સિકાસ દ સૂલ, ફેરોપિલ્હા એન્ડ ફ્લોરેસ દા કુન્હા ખાતે 1 મે થી 15 મે, 2022 દરમિયાન યોજાનાર છે.
    સૌપ્રથમ આ સ્પર્ધા 1924માં પેરિસ ખાતે યોજાઇ હતી.

◾️ કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત ડિજિટલ મિશનને સમગ્ર દેશમાં લોન્ચ કરવા મંજૂરી આપી.

  • કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા Ayushman Bharat Digital Mission (ABDM) યોજનાને સમગ્ર દેશમાં લોન્ચ કરવા માટે મંજૂરી અપાઇ છે.
  • આ યોજના માટે આગામી પાંચ વર્ષ માટે 1,600 કરોડ રુપિયાના બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય એકાઉન્ટ નંબર બનાવી શકશે જેને ડિજિટલ હેલ્થ રેકોર્ડ સાથે જોડવામાં આવશે.
  • આ યોજના દ્વારા ટેલીમેડિસિન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સેવાઓમાં નેશનલ પોર્ટેબિલિટી પણ કરી શકાશે જેનાથી લોકોને સમગ્ર દેશમાં આ યોજનાનો લાભ મળી શકે.
  • આ યોજનાને જન ધન, આધાર અને મોબાઇલ (JAM) ટ્રિનિટી અને સરકારની અન્ય ડિજિટલ પહેલના રુપમાં લોન્ચ કરાશે.
  • આ યોજના દ્વારા નાગરિકોની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓને સુરક્ષિત અને ખાનગી રખાશે તેમજ તે ઓટીપી દ્વારા સમગ્ર દેશમાં કોઇપણ ડૉક્ટરને દેખાડી શકશે.
  • આ માટે તેણે પોતાના સ્વાસ્થ્ય સંબંધી રિપોર્ટ્સ અને ફાઇલ્સને સાથે રાખવાની જરુર નહી પડે.
  • 24 ફેબ્રુઆરી સુધીમાં આ યોજનાના પાઇલટ પ્રોજેક્ટ હેઠળ 17,33,69,087 સ્વાસ્થ્ય એકાઉન્ટ બનાવાઇ ચૂક્યા છે તેમજ તેમાં 10,114 ડોક્ટર્સ અને 17,319 સ્વાસ્થ્ય સુવિધાઓને રજીસ્ટર કરવામાં આવી છે.

◾️ શિક્ષણ મંત્રાલય દ્વારા ભાષા સર્ટીફીકેટ સેલ્ફી પહેલ શરૂ કરવામાં આવી

  • આ અભિયાન સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહિત કરવા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
  • તેનો ઉદ્દેશ્ય શિક્ષણ મંત્રાલય અને MyGov ઈન્ડિયાની પહેલ, ભાષા સંગમ મોબાઈલ એપને પ્રોત્સાહન આપવાનો છે. આ એપ મલ્ટિલેન્ગવેજ નામના સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
  • ભાષા સંગમ મોબાઇલ એપ્લિકેશનની મદદથી લોકો 22 અનુસૂચિત ભારતીય ભાષાઓમાં દૈનિક ઉપયોગના 100+ વાક્યો શીખી શકે છે.
  • ‘ભાષા સર્ટીફીકેટ સેલ્ફી પહેલ હેઠળ, લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી પ્રમાણપત્રો સાથે તેમની સેલ્ફી અપલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
    ◾️ એક ભારત શ્રેષ્ઠ ભારત:
  • તે 31 ઓક્ટોબર 2015ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર લોન્ચ કરવામાં આવી હતી.
  • તેનો હેતુ વિવિધતામાં એકતાની ઉજવણી કરવાનો અને કોઈપણ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને રિવાજોનું પ્રદર્શન કરવાનો છે.

◾️ ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો-પાર્ક દિલ્હીમાં સ્થાપવામાં આવશે

  • દિલ્હી સરકાર વધતા ઈ-કચરાનો સામનો કરવા માટે નવી દિલ્હીમાં “દેશનો પ્રથમ ઈ-વેસ્ટ સ્થાપશે.
  • આ પાર્ક માં 20 એકર જમીનમાં વિકસાવવામાં આવશે
  • દિલ્હી દર વર્ષે 2 લાખ ટન ઈ-વેસ્ટ પેદા કરે છે.
  • દેશના પ્રથમ ઈ-વેસ્ટ ઈકો-પાર્કમાં રિસાયક્લિંગ અને રિ-મેન્યુફેક્યરિંગનું કામ સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે.
  • રાજધાનીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના
    ઉદેશ્ય સાથે સરકાર દિલહી. ફિલ્મ નીતિ 2022 પણ ઘડશે.
  • ફિલ્મ નિર્માતાઓને મદદ કરવા માટે 50 કરોડનું ફિલ્મ ફંડ સ્થાપવામાં આવશે. આ ભારતની સૌથી પ્રગતિશીલ ફિલ્મ નીતિ હશે, જેનો હેતુ અર્થતંત્રને વેગ આપવા અને રોજગારીનું સર્જન કરવાનો છે.
  • કુશળ અને અર્ધ-કુશળ કામદારોના પ્રયત્નોને સન્માનિત કરવા માટે દર વર્ષે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ સમારોહનું પણ આયોજન કરવામાં આવશે.

◾️ સરકારે રૂ. 1364.88 કરોડના ખર્ચ સાથે IVFRT યોજનાને વધુ પાંચ વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી

  • સરકારે ઈમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજીસ્ટ્રેશન ટ્રેકિંગ (IVFRT) સ્કીમને 31 માર્ચ, 2026 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
  • IVFRT યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઇમિગ્રેશન અને વિઝા સેવાઓને આધુનિક અને અપગ્રેડ કરવાનો છે.
  • ઈ-વિઝામાં સરેરાશ વિઝા પ્રોસેસિંગ સમય 15-30 દિવસથી ઘટાડીને મહત્તમ 72 કલાક કરવામાં આવ્યો છે. 95% ઈ-વિઝા 24 કલાકની અંદર જારી કરવામાં આવ્યા હતા.
  • વિઝા અને ઓCI કાર્ડની સંખ્યા 7.7 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR)થી વધી છે.
  • જારી કરાયેલા કાર્ડની સંખ્યા 2014માં 44.43 લાખથી વધીને 2019માં 64.59 લાખ થઈ ગઈ છે.
    ◾️ ઇમિગ્રેશન વિઝા ફોરેનર્સ રજીસ્ટ્રેશન ટ્રેકિંગ (IVFRT) સ્કીમ:
  • તે ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે.
  • તેનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન, વિઝા જારી કરવા,
    કરીઓની નોંધણી અને ભારતમાં તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સંબંધિત કાર્યોને એકીકૃત અને સુધારવાનો છે.
  • તે એક સુરક્ષિત અને સંકલિત સેવા વિતરણ માળખું પૂરું પાડે છે જે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરતી વખતે કાયદેસર મુસાફરોને સુવિધા પૂરી પાડે છે.

◾️ નેશનલ વોર મેમોરિયલે તેની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી

  • આ પ્રસંગે ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના વડાઓએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
  • રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન 25 ફેબ્રુઆરી 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
  • તેના ઉદ્ઘાટન પછી, તમામ શ્રદ્ધાંજલિ સમારંભો ફક્ત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જ યોજાય છે.
  • 1962ના ભારત-ચીન યુદ્ધ, 1947, 1965 અને 1971ના ભારત-પાક યુદ્ધો, શ્રીલંકામાં ભારતીય પીસકીપિં ઓપરેશન્સ અને 1999માં કારગીલ સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સૈનિકોના સન્માન માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે.
  • આઝાદી પછી, ભારતીય સશસ્ત્ર દળોના 26,000 થી વધુ સૈનિકોએ દેશની સાર્વભૈમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે તેમના જીવનનું આહુતિ આપી છે.
  • સ્મારકમાં ચાર કેન્દ્રિત વર્તુળો અને મધ્યમાં એક કેન્દ્રિય ઓબેલિસ્ક છે. કેન્દ્રિત વર્તુળો એક માર્ગના રૂપમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે.

◾️ દુબઈમાં ‘દુનિયાની સૌથી સુંદર ઈમારત’ ખુલી.

  • દુબઈમાં “મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર’ ખુલ્યું છે. તે વિશ્વની સૌથી સુંદર ઇમારત માનવામાં આવે છે.
  • તે સાત માળની ગોળાકાર ઇમારત છે અને તે 30,000 ચોરસ મીટરમાં ફેલાયેલી છે
  • તેને “કિલા ડિઝાઈન’ના આર્કિટેક્ટ શોન કિલ્લા દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તે સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે.
  • મ્યુઝિયમની રચના ભવિષ્યને સમર્પિત છે. તે ડિઝાઇન અને ટેક્નોલોજીની નવીનતાઓનું પ્રદર્શન કરશે અને મુલાકાતીઓને “જન ટુ ધ યર 2071” પર લઈ જશે.
  • તે પ્રેરણા, નવીનતા અને માનવ વિકાસમાં પડકારો અને તકોના ઉકેલોના વિકાસ માટે વૈશ્વિક હબ બનશે.

Download Our Android App For Passing All Competitive Exams

01 March 2022 Current Affairs In Gujarati

Leave a Comment