02 February 2022 Current Affairs in Gujarati – Top and Best Questions

02 February 2022 Current Affairs in Gujarati

02 February 2022 Current Affairs in Gujarati One-liner questions and detailed articles

Join WhatsApp Group Join Now
 1. 62 વર્ષીય સિયોમોરા કાસ્ત્રોએ હોન્ડુરાસની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા : હોન્ડુરાસ ક્યા ખંડમાં આવેલો દેશ છે?
  ✅ ઉત્તર અમેરિકા ખંડમાં
 2. કોસ્ટા પોર્ટુગલના વડાપ્રધાન તરીકે ફરીથી કોણ ચૂંટાયા છે?
  ✅ એચ.ઈ. એન્ટોનિયો
 3. ભારતીય હૉકી ખેલાડી કે જેઓ વલ્ડૅ ગેમ્સ એથ્લીટ ઓફ ધ યર એવોર્ડ જીતનાર રાની રામપાલ બાદ બીજો ભારતીય ખેલાડી બન્યો?
  ✅ પી.આર શ્રીજેશ
 4. ઈન્ડિયન જિયોલોજિકલ સર્વેએ મધ્યપ્રદેશમાં નર્મદાકિનારે આવેલ ક્યાં ગામમાં ભારતનો પ્રથમ જિયોપાર્ક સ્થાપવાની મંજૂરી આપી?
  ✅ લમ્હોટા
 5. ચિલીને 4-2 થી હરાવીને છઠ્ઠી પેન એમ મહિલા કપ હૉકી ચેમ્પિયનશિપ કોને જીતી?
  ✅ આર્જેન્ટિયાએ
 6. નેશનલ લૉ યુનિવર્સિટીના ‘Death Penalty in India’ રિપોર્ટ મુજબ વર્ષ-2021 માં ભારતની વિભિન્ન અદાલતોએ કેટલા લોકોને ફાંસીની સજા ફરમાવી?
  ✅ 488
 7. ICC ના ભ્રષ્ટાચાર વિરોધી એકમે ઝિમ્બાબ્વે ક્રિકેટના પૂર્વ કેપ્ટન પર 3.5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો તેમનું નામ?
  ✅ બરેન્ડન ટેલર
 8. મધ્યપ્રદેશમાં, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર્રમાં 2-2, રાજસ્થાનમાં 1 અને ઉત્તરપ્રદેશમાં કેટલા નવા વિમાનીમથકો ઊભાં કરાશે?
  ✅ 9
 9. આર્થિક સર્વેક્ષણ મુજબ-2021-22 મુજબ દિલ્હીએ બેંગલુરુ પાસેથી સ્ટાર્ટઅપ રાજધાનીનું ગૌરવ છીનવી લીધું.બેંગલુરુમાં 4514 સ્ટાર્ટઅપ ની તુલનામાં દિલ્હીમાં કેટલા નોંધાયેલા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ?
  ✅ 5000 થી વધુ
 10. આર્થિક સર્વેક્ષણ 2021-22 મુજબ 31 ડિસેમ્બર,2021 ના રોજ ભારતનો વિદેશી મુદ્રાભંડોળ કેટલા બિલિયન અમેરિકન ડૉલર?
  ✅ 593.1
  ✅ ભારત ચીન, જાપાન અને સ્વિટ્ઝરલેન્ડ બાદ ચોથો સૌથી વધુ વિદેશી મુદ્રાભંડોળ ધરાવતો દેશ.
 11. કયા દેશ દ્વારા હવાસોંગ-12 મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું?
  ✅ ઉત્તરકોરિયા
 12. રાફેલ નડાલ કયા દેશના ખેલાડી છે?
  ✅ સપેન
 13. મુંબઈ પછી નાસિક ક્લાઇમેટ એક્શન પ્લાનમાં કેટલામાં સ્થાને આવ્યું?
  ✅ 5માં (પંચમ)
 14. અતિ લાંબાગાળાનો મેગ્રેટર કેટલા પ્રકાશવર્ષ દૂર સ્થિત છે?
  ✅ 4000
 15. વર્ષ 2021માં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો હતો?
  ✅ ચીન
 16. તાજેતરમાં કઈ સંસ્થાએ ફલાઈએશ મેનેજમેન્ટ એન્ડ યુતિલાઇઝેશન મિશન ગઠિત કરવાનો નિર્દેશ કર્યો છે?
  ✅ NGT
 17. Isro દ્વારા આદિત્ય L1 મિશન ક્યારે લોન્ચ કરવામાં આવશે?
  ✅ 2022
 18. ભારતની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાની પુણ્ય તિથિ ક્યારે મનાવાય છે?
  ✅ 1 ફેબ્રુઆરી

Read February Months All Days Current Affairs :- Click Here

02 February 2022 Current Affairs in Gujarati Detailed Current Affairs

◾️ ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહ જાડેજાનું નિધન

 • ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન થયુ છે.
 • હૃદયનો હુમલો આવતા તેઓ સ્વર્ગવાસ પામ્યા છે.
 • તેઓ મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર હતા.
 • ભગવતસિંહજીના પુત્ર ભોજરાજસિંહજી તેમના પુત્ર વિક્રમસિંહજી અને તેમના પુત્ર જ્યોતેન્દ્રસિંહજી હતા .
 • મહારાજનું એન્ટિક કારનું કલેક્શન પણ વિશ્વ વિખ્યાત છે.
 • તેઓના નિધનને પગલે નગરપાલિકા કચેરી , કોલેજ સહિતની સંસ્થાઓમાં જાહેર રજા આપવામાં આવી હતી.
 • રાજવી પરિવાર દ્વારા દરબાર ગઢ મોટી બજાર ખાતે મહારાજ સાહેબના દેહને અંતિમદર્શને મુકવામાં આવ્યો હતો.
 • રાજવી માંધાતાસિંહજી , પીઠડીયા સ્ટેટ, વીરપુર સ્ટેટ સહિતના રાજવીઓ સહિત
  મોટી સંખ્યામાં શહેરીજનો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા.

◾️ ભારતનો પહેલો જિયોલોજિકલ પાર્ક મધ્યપ્રદેશમાં બનાવવામાં આવશે.

 • દેશનો પ્રથમ જિયોપાર્ક મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં નર્મદા નદીના કિનારે લમહેટા ગામમાં
  બનાવવામાં આવશે .
 • આ પાર્કને જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળી છે. જે ભારત સરકારના ખાણ મંત્રાલયનો ભાગ છે.
 • આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 35 કરોડ છે અને તે પાંચ એકર જમીનમાં બાંધવામાં આવશે.
 • પ્રાકૃતિક વારસાના રક્ષણ માટે આ સ્થળ યુનેસ્કો ની જિયો હેરીટેજની કામચલાઉ યાદીમાં પહેલેથી
 • લશકરી અધિકારી વિલિયમ સ્લીમેને 1828 માં લામાતા બેડમાંથી પ્રથમ ડાયનાસોરના અવશેષો
  એકત્રિત કર્યા.
 • જબલપુર જિલ્લાના ભેડાઘાટ ખાતે 15.20 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર પણ સ્થાપવામાં આવશે

◾️ સપીટુક ગેસ્ટર ફેસ્ટિવલ 2022 લદ્દાખમાં શરૂ થયો.

 • લદાખમાં સ્પીટુક ગેસ્ટર ફેસ્ટિવલ 2022 શરૂ થઈ ગયો છે આ તહેવાર લદાખી સંસ્કૃતિ અને
  પરંપરાગત વારસાની વાર્ષિક ઉજવણી છે.
 • તે સ્વીટક મઠનો વાર્ષિક તહેવાર છે. આશ્રમના સાધુઓ દ્વારા કરવામાં આવતું રંગબેરંગી માસ્ક ડાન્સ ઉત્સવનું મુખ્ય આકર્ષણ છે.
 • રંગબેરંગી માસ્ક ડાન્સને સ્થાનિક ભાષામાં ચામ્સ કહેવામાં આવે
 • સ્પીટુક મઠના સાધુઓ મહાકાલ ગોમ્બો), પલાઇન લામો (શ્રીદેવી અને શ્વેતા મહા કાલ જેવા વિતિ દેવતાઓને દર્શાવતી વેશભૂષામાં નૃત્ય કરે છે.
 • નૃત્યની શરૂઆત સેરાસ્કમથી થઈ, ત્યારબાદ હશાંગ હાટુક, સિક્સ આર્મ્સ મહાકાલ, પલાદન
  લામો, શવા અને જનક ચાન્સ આવે છે.
 • ઉત્સવ દરમિયાન સામાન્ય લોકોને જોવા માટે જે સોંગખાપા (જે સોંગખાપા) નું જંગકા.
 • પ્રદર્શિત કરવામાં આવ્યું હતું જે સોંગખાપા (જે સોંગખાપા) એ મહાયાન બૌદ્ધ ધર્મના ગેલેક્સપા
  સંપ્રદાયના સ્થાપક છે.
 • એવું માનવામાં આવે છે કે આ તહેવાર પછી સખત શિયાળાનું વાતાવરણ ગરમ અને
  આનંદદાયક બને છે.
 • સ્પટુક મઠ એ લદ્દાખના લેહ જિલ્લામાં સ્પીટુકમાં આવેલ એક બૌદ્ધ મઠ છે.
 • તેને સ્પીટુક ગોમ્પા અથવા પેથુપ ગોમ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે.

◾️ ફડરેટેડ ડિજિટલ આઈડી પ્રસ્તાવ

 • તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાદ્યોગિકી મંત્રાલયે ફેડરેટેડ ડિજિટલ આઇડી તરીકે એક નવા મોડલ અંતર્ગત બધાજ આઇડી એક ડિજિટલ આઇડીમાં સમાવિષ્ટ કરવાની માંગ પ્રસ્તાવના રજૂ કરી.
 • નાગરિકોના આઇડી જેવા કે પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાસપોર્ટને અલગ ઓળખ આપી નવા ડિજિટલ માધ્યમથી જોડવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. આ માટે 27 ફેબ્રુઆરીએ વિશેષ ટિપ્પણી માર્ગદર્શન કરવામાં આવશે.
 • ફેડરેટેડ ડિજિટલ આઇડીમાં રાજ્ય તથા કેન્દ્રની ઓળખ સંગ્રહિત થઈ શકશે.
 • નાગરિક પ્રમાણિતતા તથા સહમતિવાળા eKYCના માધ્યમથી તૃતીયપક્ષની સેવાઓનો લાભ લેવા ડિજિટલ આઇડીનો ઉપયોગ કરી શકાશે.
 • કોઈ પણ નાગરિકની બધીજ ડિજિટલ ઓળખને એકબીજા સાથે જોડી શકાશે. જે વારંવાર ‘ઓળખ પ્રમાણિતતાની સત્યતા’ને સમાપ્ત કરશે.

◾️ TOP 20 હેલ્થકૅર અચિવર્સ પુરસ્કાર-2022

 • ભારતના TOP 20 હેલ્થકૅર અચિવર્સ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી તેનું આયોજન ફ્લોરેક્સિસ મીડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. આ દરમિયાન નૅશનલ લેવલે 20 વિજેતાઓને હેલ્થકૅર અચિવર્સ ઍવોર્ડ 2022 આપવામાં આવ્યા.
 • આ ઍવોર્ડ હેલ્થકૅર સેકટરમાં જ્ઞાન તથા અનુભવ પ્રતિક સમાન છે.
 • ‘વિજેતા જાહેરાત’ તેમની ગુણવત્તા, અનુભવ, યોગ્યતા, ગ્રાહકના ફિડબેક અન્ય માનાંક પર આધાર રાખે છે.
 • આ ઍવોર્ડ દર વર્ષે સ્વાસ્થ્ય જાળવણી અને મેડિસીન ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ ઓળખ આપનારને પ્રોત્સાહિત કરવા આપવામાં આવે છે.

◾️ વર્લ્ડ ગેઇમ્સ ઍથ્લિટ ઑફ ધ યર ઍવૉર્ડ 2021: PR શ્રીજેશ

 • ભારતીય પુરુષ હૉકી ખેલાડી PR શ્રીજેશે વર્ષ 2021 માટે વર્લ્ડ ગેઇમ્સ ઍથ્લિટ ઑફ ધ યર ઍવૉર્ડ જીત્યો.
 • આ ઍવૉર્ડ જીતનાર રાની રામપાલ બાદ તે બીજો ભારતીય છે.
 • વર્ષ 2020માં ભારતીય મહિલા હૉકીની કૅપ્ટન રાની રામપાલ વર્ષ 2019માં તેના પ્રદર્શન માટે સન્માન જીતનારી પ્રથમ ભારતીય બની હતી.
 • 17 દેશોમાંથી કુલ 24 ઍથ્લિટ્સને વ્યક્તિગત અથવા ટીમના પ્રદર્શનને આધારે વાર્ષિક પુરસ્કારો માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
 • સ્પેનના આલ્બર્ટો ગિનેસ લોપેઝ અને વુશુ પ્લેયર ઇટાલીના મિશેલ જિયોર્દાનો રનર-અપ રહ્યા.
 • શ્રીજેશને 1,27,647 મત મળ્યા હતા.
 • ઑક્ટોબર, 2021માં FIH સ્ટાર્સ ઍવૉર્ડ્સમાં શ્રીજેશને વર્ષ 2021 માટે વર્ષનો શ્રેષ્ઠ ગોલકીપર જાહેર કરવામાં આવ્યો હતો.

◾️ ગજરાત વિદ્યાપીઠે ‘વિરાસત યાત્રા’ શરૂ કરી

 • ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અનોખી ઉજવણીના ભાગરૂપે યુવાનોને ગાંધી ચિંધ્યા માર્ગે લઈ જવા ગૂજરાત વિદ્યાપીઠે ‘વિરાસત યાત્રા’ શરૂ કરી.
 • દર શનિવારે ગૂજરાત વિદ્યાપીઠનાં વિવિધ આકર્ષણો અને મ્યુઝિયમને વિનામૂલ્યે માણી શકાશે.
 • 1920માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત અને વેસ્ટર્ન કલ્ચરના અનુકરણના યુગમાં પણ ગાંધી મૂલ્યો આધારિત શિક્ષણ આપતી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યુવાનોને ગાંધી ચિંધ્યા માર્ગે લઈ જવા માટે ‘વિરાસત યાત્રા’નો પારંભ કરવામાં આવ્યો.
 • કાંતણ, ખાદી અને સાદાઈના પાઠ શીખવતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અને આઝાદીના અમૃત મહોત્સવના 75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આ અનોખી પહેલ કરવામાં આવી છે.
 • કોઈ પણ યુનિવર્સિટી કે સ્કૂલના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને દર શનિવારે ગૂજરાત વિદ્યાપીઠના આકર્ષણો/વિચારોને પ્રત્યક્ષ નિહાળીને આત્મસાર કરી શકશે.
 • ‘વિરાસત યાત્રા’ દર શનિવારે સવારે 8.30થી 11.30 દરમિયાન યોજાશે.
 • ગાંધી નિર્વાણ દિને(30 જાન્યુઆરી) ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિરાસત યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો.
 • જેમાં પ્રથમ યાત્રામાં 200થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શહેરી જનો જોડાયા હતા. આ યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલાં વિવિધ 25 સ્થળો દર્શાવામાં આવ્યાં હતાં.

◾️ આર્થિક સર્વે 2021

 • કેન્દ્રીય નાણા અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે સંસદમાં 2021નો આર્થિક સર્વે રજૂ કર્યો, તે મુજબ ભારતનું અર્થતંત્ર 2021-22માં વાસ્તવિક અર્થમાં 9.2 ટકાના દરે વૃદ્ધિ કરશે.
 • 2022-23માં GDP વાસ્તવિક અર્થમાં 8થી 8.5 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
 • વર્ષ 2022-23 માટે વિશ્વ બૅન્ક 8.7 ટકા અને એશિયન ડેવલપમેન્ટ બૅન્ક દ્વારા7.5 ટકાની વાસ્તવિક GDP વૃદ્ધિ માટે કરવામાં આવેલી આગાહી સાથે તુલનાત્મક અનુમાન છે.
 • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 3.9 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે; 2021-22 દરમિયાન આ ઉદ્યોગમાં 11.8 ટકા અને સેવા ક્ષેત્રમાં 8.2 ટકા વૃદ્ધિ થવાનું અનુમાન છે.
02 February 2022 Current Affairs in Gujarati

Leave a Comment