03 January 2022 Current Affairs In Gujarati
03 January 2022 Current Affairs In Gujarati One Liner
- દુનિયાનું સૌથી નવું ગણરાજ્ય બનેલ બાર્બાડોસમાં ભારતના આગમી ઉચ્ચાયુકત તરીકે કોની નિમણૂક કરાઈ?
✅ એસ. બાલાચંદ્રનની - ન્યૂઝીલેન્ડના ક્યા ક્રિકેટર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી?
✅ રૉસ ટેલરે
43.ભારતે કોણે 9 વિકેટે હરાવી આઠમી વખત U-19 એશિયા કપ જીત્યો?
✅ શરીલંકાને
- જસપ્રીત બુમરાહે વિદેશી ધરતી પર કેટલી ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો?
✅ 22 - મોહમ્મદ શમી માત્ર 55 ટેસ્ટ મેચોમાં ક્રિકેટમાં 200 વિકેટ લેનાર ભારતનો ખેલાડી બન્યો?
✅ 11 મો - મલયાલમ અભિનેતા કે જેમનું 97 વર્ષની ઉંમરે અવસાન?
✅ જી. કે. પિલ્લઈનું - અમેરિકન ગોલ્ડન ગર્લ તરીકે ઓળખાતી કોમેડિયન અભિનેત્રી કે જેમનું નિધન થયું?
✅ બટ્ટી વ્હાઈટનું
48.1જાન્યુઆરી કયો દિવસ તરીકે ઉજવાય છે?
✅ વિશ્વ પરિવાર દિવસ
- 1 જાન્યુઆરી, 2022ના રોજ ‘પઢે ભારત’ નામનું 100 દિવસનું વાંચન અભિયાન બાલવાટિકા અને __ વચ્ચેના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત છે?
✅ ધોરણ 8 - 22500 થી વધુ સિંચાઈ કૂવાઓ કઈ યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે?
✅ પરધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના-હર ખેત કો પાની - ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ભારતીય તટરક્ષક દળના વડા તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે?
✅ વીરેન્દ્રસિંહ પઠાણિયા - 31 ડિસેમ્બર, 2021ના રોજ, કયા દેશે લગભગ 10 નવી ટિસિરોન (ઝિર્કોન) હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું?
✅ રશિયા - કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ખગોળશાસ્ત્રીઓએ ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ આપણા સૌરમંડળની બહારના ગ્રહ પર ચુંબકીય ક્ષેત્રના પ્રથમ હસ્તાક્ષરને શોધી કાઢ્યા હતા?
✅ હબલ સ્પેસ ટેલિસ્કોપ - 31 ડિસેમ્બર, 2021ના રોજ કયા દેશમાં વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઇન ખોલવામાં આવી હતી?
✅ ચીન - 30 ડિસેમ્બર, 2021ના રોજ, કયા દેશે “સિમોર્ગ, અથવા ફિનિક્સ” તરીકે ઓળખાતું રોકેટ લોન્ચ કર્યું છે?
✅ ઈરાન - વિજય હઝારે ટ્રોફી કયું રાજ્ય જીત્યું?
✅ હિમાચલ પ્રદેશ - ઉતર પ્રદેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નું નામ શું રાખવામાં આવ્યું છે?
✅ મજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી - રુર્બન મિશનના અમલીકરણમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે?
✅ તલંગાણા - અનુક્તી ઉપાધ્યાયની કઈ રચના એ સુશીલા દેવી એવોર્ડ 2021 જીત્યો?
✅ કિન્ટસુગીએ - મનોહર લાલ ખટ્ટરે હરિયાણા હાલમાં રોજગાર લક્ષી કયું પોર્ટલ લોન્ચ કર્યું હતું?
✅ કૌશલ રોજગાર નિગમ પોર્ટલ
03 January 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️ PMNRF – PM નેશનલ રિલિફ ફંડ
➥પ્ર ધાનમંત્રીએ PM નેશનલ રિલીફ ફંડ (PMNRF) માંથી માં વૈષ્ણોદેવી ભવનમાં થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલ લોકો માટે રૂ.2 લાખ અને ઘાયલ લોકો માટે રૂ. 50,000 જાહેર કર્યા છે.
➥ આ રકમx Gratia તરીકે જાહેર થઇ છે.
➥ Ex Gratla લેટિન શબ્દ છે. જેનો અર્થ થાય છે As Favour
➥ એવું કામ કે જે કરવા માટે કાનૂની અધિકાર દ્વારા ફરજ પાડવામાં આવતી નથી.
➥ આ સંસ્થા, સરકાર અથવા વીમાદાતા દ્વારા નુકસાની અથવા દવાઓ માટે વ્યક્તિને એક્સ ગ્રેશિયા ચુકવણી કરવામાં આવે છે પરંતુ ચુકવણી કરનાર પક્ષ દ્વારા ચુકવણીની જવાબદારી સ્વીકારવા માટે બાધ્ય હોતા નથી.
➥ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા જાન્યુઆરી 1948 માં ભારતના ભાગલાથી વિસ્થાપિત લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMSRF) ની સ્થાપના કરવામાં આવી હતી.
➥ ઈ.સ. 1985 થી PM0 પાસે ફંડની સંપૂર્ણ સત્તા છે.
➥ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PMNRE)ની સ્થાપના સંપૂર્ણપણે જાહેર યોગદાનથી કરવામાં આવી હતી તેને કોઇ બજેટરી સહાય મળતી નથી
➥ PMNRF વ્યક્તિઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો, કંપનીઓ અને સંસ્થાઓ તરફથી સ્વૈચ્છિક દાન સ્વીકારે
➥ PMNRF તરફના તમામ યોગદાનને કલમ 80(G) હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે.
➥ પૂર, ચક્રવાત અને ધરતીકંપ વગેરે જેવી કુદરતી આફતોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે અને હર્ટ સર્જરી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, જરૂરિયાતમંદ લોકોના કેન્સરની સારવાર અને એસિડ એટેક વગેરે જેવી તબીબી સારવાર માટેના ખર્ચાઓને આંશિક રીતે મદદ કરવા માટે આ ફંડનો ઉપયોગ થાય છે.
➥ PMNRF નો કાયમી એકાઉન્ટ નંબર AACTP46379 છે.
◾️ PM CARES ફંડ
➥ ભારતમાં કોવિડ 19 રોગચાળાને પગલે 21 માર્ચ 2020ના રોજ Prime Ministers citizen Assistance and Relief in Emergency situations Fund (PM CAREsFund) રચના કરવામાં આવી હતી.
➥ ફંડનો ઉલ્લેખિત હેતુ કોવિડ-19 નો સામનો કરવા અને ભવિષ્યમાં સમાન રોગચાળા જેવી પરિસ્થિતિઓ સામે લડવા, અને નિયંત્રણ અને રાહત પ્રયત્નો કરવાનો છે.
➥તે ના અધ્યક્ષ પ્રધાનમંત્રી અને સભ્યો – ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી અને નાણા મંત્રી છે.
➥ તેને એક જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે વર્ણવવામાં આવ્યુ છે.
◾️ મનેટિક ફિલ્ડ ધરાવતો પ્રથમ એક્ઝો પ્લેનેટ
➥ એક્ઝો પ્લેનેટ એટલે સૂર્યમંડળની બહારનો ગ્રહ
➥ મેગનેટિક ફિલ્ડ એ ગ્રહની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર છે.
➥ મેગ્નેટોસ્ફિયર એ ગ્રહના ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રભુત્વ ધરાવતા ગ્રહની આસપાસનો પ્રદેશ છે.
➥ પૃથ્વીનું મેનેટોસ્ફિયર પૃથ્વીને કોસ્મિક કણોના કિરણોત્સર્ગથી તેમજ સૌર પવન (સૂર્યમાંથી વહેતા ચાર્જ થયેલા કણોનો સતત પ્રવાહ) દ્વારા પૃથ્વીના વાતાવરણને ધોવાણથી રક્ષણ આપે છે.
➥ NASA ના હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી 123 પ્રકાશ વર્ષ દૂર આવો મેગ્નેટિક ફિલ્ડ ધરાવતો ગ્રહ શોધાયો.
➥ આ ગ્રહનું નામ HAT-P-11b
➥ આ સંશોધન નેચર એસ્ટ્રોનોમી નામના જર્નલમાં પ્રકાશિત થયુ છે.
➥ આ સંશોધન અબ્રા વાયોલેટ સ્પેક્ટ્રમમાં કરાયુ છે.
➥ તે સૌરમંડળના નેત્રુન ગ્રહ જેટલું કદ ધરાવે છે.
➥ ટેલીસ્કોપે ગ્રહની આસપાસ કાર્બન કણો શોધવામાં મદદ કરી છે. જે મેગ્નેટોસ્ફિયર તરીકે ઓળખાય છે.
➥ એક્સોપ્લેનેટ એક્સ્ટ્રા સોલાર પ્લેનેટ તરીકે પણ ઓળખાય છે
➥ એક્સોપ્લેનેટના પ્રથમ સંભવિત પુરાવા1917 માં મળી આવ્યા હતા
➥ સૌપ્રથમ પુષ્ટિ થયેલ એક્સોપ્લેનેટ 1992માં મળી આવ્યું.
➥ આ ગ્રહને M51-ULS-1b નામ અપાયેલ અને તે 28 મિલીયન (2.8 કરોડ) પ્રકાશવર્ષ દૂર છે.
◾️9 મો Acc U-19 એશિયા કપ
➥ દુબઈ ઈન્ટરનેશન ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત 8મી વખત જીત્યુ ( શ્રીલંકા સામે ફાઈનલમાં 9 વિકેટ ભારત જીત્યું)
➥ 20 +5 સભ્યોની ટીમના ભારતીય કેપ્ટન યશ ધુલ હતા
➥ GROUP A અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન, UAE
➥G ROUP B બાંગ્લાદેશ, નેપાળ, કુવૈત, શ્રીલંકા
➥ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા – 1989 થી યોજાય છે
➥ ઈ.સ.1989 માં બાંગ્લાદેશમાં પ્રથમ મેચ યોજાયેલ
➥ 2018 માં અફઘાનિસ્તાન જીતેલ
◾️ કોચીન શિપયાર્ડ લિ. પ્રથમ ઇલેક્ટ્રિક બોટ
➥ કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે પ્રથમ ઈલેકિટ્રક બોટ શરૂ કરાઈ છે.
➥ આ બોટનું નામ મુઝિરીસ અપાયુ છે.
➥ મુઝિરીસ – ઈ.સ. પૂર્વે કોચીથી 25 કિ.મી. દૂર માલાબાર કિનારે એક પ્રાચીન બંદર અને શહેરી કેન્દ્ર હતું.
➥ તેનો ઉલ્લેખ તમિલ કવિતાઓ અને સાહિત્યમાં છે.
➥ તે બેટરી સંચાલિત 50 સિટો ધરાવતી અને 100 લોકોની ક્ષમતા ધરાવતી બોટ છે.
➥ કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે આવી 23 બોટ બનાવવાહ સાથે747 કરોડ રૂ.નો કરાર થયો છે.
◾️ ગવાદર બંદર ચર્ચામાં
➥ તાજેતરમાં ચીન – પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા ગ્વાદર બંદરનો સંયુક્ત ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ છે.
➥ તે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આવેલ બંદર છે.
➥ આ બંદર અરબી સમુદ્રનો ભાગ છે.
➥ આ પોર્ટ ચાઈના ઓવરસીઝ પોર્ટ હોલ્ડિંગ કંપની (CoPHC )દ્વારા ઓપરેટેડ છે.
➥ તે 2,292 એકરમાં ફેલાયેલ છે.
➥ તે ઇરાનના ચાબહાર બંદરથી 170 કિમી દૂર આવેલ છે.
➥ તે 60 અબજ ડોલરના ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) નો હિસ્સો છે.