05 January 2022 Current Affairs In Gujarati – Best and Top Questions

05 January 2022 Current Affairs In Gujarati

05 January 2022 Current Affairs In Gujarati One Liner Questions.

  1. ONGC ની પ્રથમ મહિલા ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ અલકા મિત્તલની
  2. RBI એ કઈ બેંક ને આંતરરાષ્ટ્રીય વેપાર માટે મંજૂરી આપી?
    ✅ ફિનોપેમેન્ટ્સ બેંકને
  3. 3 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સુધી પહોંચનારી પ્રથમ અમેરિકન કંપની?
    ✅ એપલ
  4. રક્ષામંત્રી રાજનાથ સિંહે ચંદીગઢ યુનિવર્સિટીમાં __ નું ઉદ્ધાટન કર્યું?
    ✅ કલ્પના ચાવલા સેન્ટર ફોર રિસર્ચ ઈન સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી (KCCRSST)
  5. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રસાદે NEAT 3.0 લોન્ચ કર્યું જેનું પૂરું નામ?
    ✅ નશનલ એજ્યુકેશન એલિયન્સ ફોર ટેકનોલોજી 3.0

86.ક્યા દેશ એ 1 જાન્યુઆરી 2022 થી 30 જુન, 2022 સુધી યુરોપીયન સંધની અધ્યક્ષતા ગ્રહણ કરી?
✅ ફરાંસે

  1. 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. બ્રેઈલ લિપિના શોધક કોણ ?
    ✅ લઈ બ્રેઈલનો
  2. નિઃશસ્ત્રીકરણ પરની યુએન કોન્ફરન્સમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ ડૉ. અનુપમ રે
  3. જાન્યુઆરી 2022માં UNSCની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીની અધ્યક્ષતા કયો દેશ કરશે?
    ✅ ભારત
  4. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ પી.એન. વસુદેવન
  5. મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?
    ✅વિદ્યુત મોહન, રીદ્ધીમા પાંડે, અનીલ પ્રકાશ જોશી
  6. ભારતમાં વર્ષ 2022માં કયા શહેરમાં વોટર ટેક્સી શરૂ કરાશે?
    ✅ મબઈ
  7. તાજેતરમાં જીએસટી કાઉન્સિલ e કાપડ પર કેટલા ટકા જીએસટી નક્કી કર્યો?
    ✅ 5 ટકા
  8. તાજેતરમાં કયા રાજ્ય e ગરીબ 2 વ્હીલર માલિકો માટે પેટ્રોલમાં 25 રૂપિયા ઘટાડો કર્યો?
    ✅ ઝારખંડ
  9. કોવીડ 19 માટે ભારતની પ્રથમ સ્વદેશી વિકસિત રીસેપ્ટર બાઇન્દિંગ ડોમેન પ્રોટીન સં યુનિટ વેક્સિન કઈ છે?
    ✅ CORBEVAXTM
  10. તાજેતરમાં ક્યા દેશ એ ચીન પાસેથી 25 J10C ફાઇટર જેટ ખરીદ્યા?
    ✅ પાકિસ્તાન
  11. કયા રાજ્યએ ધોરણ 10 અને 12 માટે મફત મોબાઇલ ટેબલેટ યોજના શરૂ કરી હતી?
    ✅ ઉત્તરાખંડ
  12. શ્રેણીમાં ત્રીજી ટગ કયા ડોકયાર્ડ પર 31 ડિસેમ્બર, 2021ના રોજ “બલરાજ” પહોંચાડવામાં આવી હતી?
    ✅ નવલ ડોકયાર્ડ, વિશાખાપટ્ટનમ
  13. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ અફઘાનોને ખાલી કરવા અને પુનઃવસાવવા માટે યુ.એસ. કામગીરીમાં મહિલાઓ અને છોકરીઓ માટે નવા વરિષ્ઠ સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
    ✅ સટીફની ફોસ્ટર
  14. કયા ભારતીય રાજ્યમાં દડમ માઇનિંગ ઝોન સ્થિત છે?
    ✅ હરિયાણા

Also Check :- January Month All Days Current Affairs Click here

05 January 2022 Current Affairs In Gujarati Detailed Articles

GST કાઉન્સિલની 46મી બેઠકની ભલામણો

– GST કાઉન્સિલની 46મી બેઠક આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
– GST કાઉન્સિલે 45મી GST કાઉન્સિલની બેઠકમાં ભલામણ કરેલ કાપડના દરોમાં ફેરફાર કરવાના નિર્ણયને ટાળવાની ભલામણ કરી છે.
– પરિણામે, ટેક્સટાઇલ સેક્ટરમાં હાલના GST દરો 1લી જાન્યુઆરી, 2022 પછી પણ ચાલુ રહેશે.

કર્ણાટક ધર્માતરણ વિરોધી બીલ

– તાજેતરમાં કર્ણાટક વિધાનસભા દ્વારા કર્ણાટક ધાર્મિક સ્વતંત્રતા અધિકાર બીલ 2021 પસાર કરવામાં આવ્યું. જે હવે વિધાનપરિષદમાં મોકલવામાં આવશે. આ બીલને એન્ટી કન્વર્ઝન બીલ પણ કહેવામાં આવે છે.
– આ બીલમાં પ્રલોભન ભય, લાલચ, છેતરપિંડી, લગ્ન કોઈ પણ બાબતને આધારે ધર્મ પરિવર્તનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
– આ બીલમાં ‘અગાઉ ધર્મમાં ફરી પરિવર્તન થવાની ઘટના’ને ધર્મ પરિવર્નતમાં સમાવિષ્ટ કરેલ નથી.
– આ બીલમાં ધર્મ પરિવર્તન અગાઉ બે મહિના પહેલાં જિલ્લા મૅજિસ્ટ્રેટને જાણ કરવાની તથા એક મહિના પહેલા નોટીસ આપવાની જોગવાઈ છે.
જિલ્લા મૅજિસ્ટ્રેટ આ બાબતની તપાસ પણ કરી શકશે.

વસ્ત્ર : PLI યોજના પરિચાલન નિર્દેશ

કેન્દ્ર સરકાર દ્વારા વસ્ત્રોની પ્રોડક્શન લીંક સ્કીમ (PLI)ના પરિચાલન માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા. આ યોજના 24 સપ્ટેમ્બર 2021થી 31 માર્ચ, 2020 સુધી ચાલુ રહેશે.
હેતુ : હસ્તનિર્મિત વસ્ત્ર ઉદ્યોગને વેગ આપવો
ટેકનિકલ વસ્ત્રોની વેલ્યુ ચેનલ પર ધ્યાન આપવું. આ યોજના અંતર્ગત 1થી 31 જાન્યુઆરી, 2022 દરમિયાન સરકાર પોર્ટલ પર રજિસ્ટ્રેશન શરૂ કરી શકાશે.

મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ-2021

પર્યાવરણવિદ ડૉ. અનિલ પ્રકાશ જોશીને સામાજિક ન્યાય 2021 માટે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અર્થ શૉટ પ્રાઇઝના વિજેતા વિદ્યુત મોહન અને ઉત્તરાખંડના યુવા પર્યાવરણ કાર્યકર્તા રિદ્ધિમા પાંડેને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
હાર્મની ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ્સ આપવામાં આવે છે.
પર્યાવરણીય ટકાઉપણું વધારવાના ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ અને સંસ્થાઓને આ એવોર્ડ આપવામાં આવે છે.
હાર્મની ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ ડૉ. અબ્રાહમ મથાઈ દ્વારા પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
એવોર્ડ આપવાની શરૂઆત: વર્ષ 2004

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિ.ના MD & COE: પી.એન. વસુદેવન

ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વાસુદેવન પથાંગી નરસિમ્હનને ત્રણ વર્ષ માટે (જુલાઈ 23, 2022, થી 22 જુલાઈ, 2025) બોર્ડ દ્વારા પુનઃનિયુક્ત કરવામાં આવ્યા.
તેઓ હાલમાં બેંકના MD અને CEO તરીકે સેવા આપી રહ્યા છે.
અગાઉ તેઓ ઇક્વિટાસ હોલ્ડિંગ્સ લિમિટેડના MD તરીકે કામ કરતા હતા.
તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર)માં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
તેઓ નાણાકીય સેવા ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ:
સ્થાપના: વર્ષ 2016
મુખ્ય મથક: ચેન્નાઇ, તમિલનાડુ
પાર્ટ-ટાઇમ ચેરમેન: અરુણ રામંથન
ટેગલાઇન: ઇટ્સ ફન બેંકિંગ

જાન્યુઆરી 2022માં UNSC કાઉન્ટર ટેરરિઝમ કમિટીમાં ભારતની અધ્યક્ષતા

ભારત 10 વર્ષ પછી જાન્યુઆરી 2022માં UNSCની કાઉન્ટર-ટેરરિઝમ કમિટી(આતંકવાદ વિરોધી સમિતિ)ની અધ્યક્ષતા કરશે.
ભારતે છેલ્લે 2012માં આ સમિતિની અધ્યક્ષતા કરી હતી.
ભારત 1 જાન્યુઆરી 2022થી એક વર્ષ માટે સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા કરશે.
ભારત 2021-22માં UNSCમાં ત્રણ મહત્વપૂર્ણ સમુદાયોની અધ્યક્ષતા કરશે.
તાલિબાન પ્રતિબંધ સમિતિ
આતંકવાદ વિરોધી સમિતિ
લિબિયા પ્રતિબંધ સમિતિ.
આતંકવાદ વિરોધી સમિતિ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પેટા સંસ્થા છે.
તે 15 સભ્યોની સમિતિ છે.
આમાં આતંકવાદના ધિરાણને ગુનાહિત કરવાના પગલાં લેવા, આતંકવાદના કૃત્યોમાં સામેલ વ્યક્તિઓ સાથે સંબંધિત કોઈપણ ભંડોળ ફ્રીઝ કરવા, આતંકવાદી જૂથો માટે તમામ પ્રકારના નાણાકીય સમર્થનને નકારવા, આતંકવાદીઓને સુરક્ષિત આશ્રયસ્થાન, ભરણપોષણ અથવા સમર્થનની જોગવાઈને દબાવવા.

ડૉ. અનુપમ રે ને નિઃશસ્ત્રીકરણ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં ભારતના આગામી રાજદૂત

વરિષ્ઠ રાજદ્વારી ડૉ.અનુપમ રેને જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં નિઃશસ્ત્રીકરણ પરની યુએન કોન્ફરન્સમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ અથવા એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે.
ડૉ. અનુપમ રે ડૉ. પંકજ શર્માનું સ્થાન લેશે.
ડિસેમ્બર 2021માં ડૉ. પંકજ શર્માને મેક્સિકોમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી

➥ ઉત્તર પ્રદેશના મેરઠમાં
➥ ઉત્તર પ્રદેશની સૌ પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી
➥ ફિજીકલ એજ્યુકેશન, હેલ્થ એન્ડ એપ્લાડ સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, સ્પોર્ટ્સ કોચિંગ, સ્પોર્ટ્સ જર્નાલિઝમ & માસ મિડીયા ટેકનોલોજી, એડવેન્ચર સ્પોર્ટ્સ, બેચલર ઈન સ્પોર્ટ્સ જેવા કોર્સ કરાવવામાં આવશે.
➜ પુરુ સંકુલ 91.38 એકરમાં ફેલાયેલુ હશે.
➥ જે 60,000 વર્ગ મીટરમાં અત્યાધુનિક હાઈટેક અને મોર્ડન ઈન્ફાસ્ટ્રક્યરનું નિર્માણ
ગ્રીન બિલ્ડીંગ્સ સ્ટાન્ડર્ડ અને ભારતીય પારંપરિક વાસ્તુકળા અનુસાર નિર્માણ
➥ સિલ્વેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીગ્નેશિયમ હોલ, સિન્વેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ, વેલોડ્રોમ, શુટિંગ, ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગની સુવિધાઓ
પારંપરિક રમત – મલખમ્બ અને ખોખોનું પણ શિક્ષણ
➥ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની હશે. 540 મહિલાઓ અને 540 પુરુષ
➥ મેરઠ100 કરતાં વધારે દેશોમાં રમતને લગતા માલસામાનની નિકાસ કરે છે.
➥ મેરઠ અને પંજાબનું જલંધર ભારતમાં રમત ઉત્પાદન માલસામાનના બે મોટા કેન્દ્રો છે.
➥ આ બન્ને કેન્દ્રોમાં કુલ ભારતના અંદાજિત 75% રમતગમતના માલસામાનનું ઉત્પાદન થાય છે.
https://telegram.me/currentadda

Leave a Comment