05 March 2022 Current Affairs In Gujarati
05 March 2022 Current Affairs In Gujarati – 20 Questions
05 March 2022 Current Affairs In Gujarati – 6 detailed articles available below
- આંતરરાષ્ટ્રીય ઋણ એજન્સીના ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?
✅ જનેદ કમાલ અહમદની
1082.કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રાલયે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય સુધાર માટે કઈ પરીયોજના શરૂ કરી?
✅ ‘સ્ત્રી મનોરક્ષા પરિયોજના’
- કઈ એર લાઈન સૌરઈંધણનો ઉપયોગ કરનારી દુનિયાની પ્રથમ એરલાઇન બની?
✅ સવિસ એરલાઇન - કઈ IIT દ્વારા બાયોડિગ્રેડેબલ નેનોપાર્ટિકલ વિકસાવવામાં આવ્યું?
✅ આઈઆઈટી કાનપુર - હાલમાં ક્યાં બે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોનું અવસાન થયું?
✅ રરાડ માર્શનું અને શેન વોર્ન
1086.100 ટેસ્ટ મેચ રમનાર વિરાટ કોહલી દેશનો કેટલામો ખેલાડી બન્યો?
✅ 12મો
1087.5 માર્ચથી સાગર પરિક્રમા દ્વારા સમુદ્રની મત્સ્ય ક્ષેત્રો નું પ્રદર્શન કરાશે, જેમાં 9 રાજ્યો અને 4 કેન્દ્ર – શાસિત પ્રદેશોના કેટલા કિલોમીટર લાંબા દરિયાકિનારાનો સમાવેશ થાય છે?
✅ 8118 કી. મી
1088.જેટ એરવેઝ ઈન્ડિયાના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ સજીવ કપૂરની
- 12 મો ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપનો ક્યા દેશમાં આજથી પ્રારંભ થયો?
✅ નયૂઝીલેન્ડમાં - 4 માર્ચ ક્યા ક્યા દિવસ તરીકે ઉજવાય છે?
✅ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ
✅ કર્મચારી પ્રશંસા દિવસ
✅ રામકૃષ્ણ જ્યંતી - તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું?
✅ કનુભાઈ દેસાઈ - ગુજરાત બજેટ 2022-23માં ક્યા સ્થળે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની જોગવાઈ છે?
✅ બોટાદ, જામ ખંભાળિયા, વેરાવળ - ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે?
✅ સરેન્દ્રનગર - ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્ય આપવાની જોગવાઈ છે?
✅ 1000 દિવસ - ગુજરાત બજેટ 2022-23માં ક્યાં સ્થળે પ્રેરણા કેન્દ્ર શરૂ કરવાની જોગવાઈ છે?
✅ વડનગર - ગુજરાત બજેટ 2022-23માં આદિજાતિ વિસ્તારોના સર્વાગી વિકાસ માટે આગામી કેટલા વર્ષ માટે રૂ.1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના-2 શરૂ કરવાની જોગવાઈ છે?
✅ 5 વર્ષ - મહાનગર પાલિકા નગર પાલિકા તેમજ શહેરી સતામંદલોમાં માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવે છે?
✅ વર્ષ 2024 - વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે?
✅ ગિફ્ટ સિટી - કેન્દ્ર સરકારની PM MITRA યોજના હેઠળ ગુજરાતના ક્યા સ્થળે ટેક્સટાઈલ પાર્કની સ્થાપના કરાશે ?
✅ વાંસી – બોરસી (નવસારી) - સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત
બજેટ 2022-23માં કરવામાં આવી છે ?
✅ ગજરાત એપેક્ષ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ
Read March month All Days Current Affairs :- Click Here
05 March 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️ વિવિધ દેશો અને કંપનીઓ દ્વારા રશિયાનો બહિષ્કાર કરાયો.
- રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલ હુમલાઓ બાદ વિવિધ દેશો દ્વારા તેના પર પ્રતિબંધો લાગૂ પાડવામાં આવી રહ્યા છે.
- આ પ્રતિબંધોમાં અમેરિકાએ પોતાના હવાઇ ક્ષેત્રમાં રશિયાના વિમાનોને ઉડવા પર પ્રતિબંધ લાગૂ પાડ્યો છે.
- સાથોસાથ અમેરિકાએ યુક્રેનને 1 કરોડ અમેરિકી ડોલરની આર્થિક સહાય દેવાની પણ જાહેરાત કરી છે.
- આ અગાઉ બ્રિટન પણ રશિયા પર હવાઇ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.
- આ સિવાય ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, આલ્ફાબેટ (ગુગલ અને યુટ્યૂબ), માસ્ટર કાર્ડ, વિઝા, રેડઇટ, નેટફ્લિક્સ, ફોર્ડ, બોઇંગ સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ રશિયામાં પોતાની સેવાઓ આપવાનું બંધ કર્યું છે.
◾️ નીતિ આયોગ દ્વારા નેશનલ જેન્ડર ઇન્ડેક્સ વિકસાવવામાં આવશે.
- National Institution for Transforming India (NITI) આયોગ દ્વારા દેશમાં રાષ્ટ્રીય કક્ષાએ Gender Index વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- આ ઇન્ડેક્સનો મહત્વના નીતિવિષયક નિર્ણયો લેવા માટે તેમજ જાતિની અસામનતા દૂર કરવા માટે બનાવાશે.
- આ ઇન્ડેક્સ બનાવવાનો ઉદેશ્ય પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે જાતીય અસમાનતા દૂર કરવાનો પણ છે.
- આ ઇન્ડેક્સ દ્વારા રાજ્યો જેન્ડર મેટ્રિક્સની યોગ્ય પરિભાષા નક્કી કરી શકશે તેમજ તેમાં જરુરી ફેરફાર પણ કરી શકશે.
- NITI આયોગને અગાઉ ‘આયોજન પંચ / Planning Commission’ તરીકે ઓળખવામાં આવતું હતું જેને 1 જાન્યુઆરી, 2015થી ‘નીતિ આયોગ’ નામ અપાયું છે.
◾️ વિશ્વના વિવિધ રમત સંગઠનો દ્વારા રશિયા પર પ્રતિબંધ લાગૂ પડાયા.
- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પડઘા રમત-ગમત ક્ષેત્ર સુધી પણ પહોંચ્યા છે.
- આ યુદ્ધના પરિણામે વિશ્વભરના રમત સંગઠનોએ રશિયાનો બહિષ્કાર શરુ કર્યો છે.
- આ બહિષ્કારના ભાગરુપે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA અને યુરોપીયન ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા UEFA એ રશિયા પર પ્રતિબંધ મુક્યો છે જેને લીધે રશિયા ફૂટબોલની વર્લ્ડ કપ સહિતની રમતગમતમાં ભાગ નહી લઇ શકે.
- International Chess Federation (FIDA) એ ચેસ ઓલિમ્પિયાડની આગામી રમતની યજમાની રશિયામાં હતી તેને પણ આંચકી છે અને સાથોસાથ રશિયા અને બેલારુસના સ્પોન્સર્સની સ્પોન્સર્શિપ પણ છીનવી લેવાઇ છે.
- વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પણ રશિયાને પોતાની સંસ્થામાંથી બાકાત કરવામાં આવી છે.
- શૂટિંગની યુરોપીયન ચેમ્પિયનશિપ રશિયામાં યોજાનાર હતી તેને પણ ત્યાથી રદ્દ કરાઇ છે.
- ઉલ્લેખનીય છે કે ISSF ના પ્રમુખ રશિયાના વ્લાદિમીર લિસિન જ છે.
- વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા રશિયા અને બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધ જાહેર કરાયો છે.
- મહિલા જુનિયર હૉકી વર્લ્ડકપમાંથી પણ રશિયાને બાકાત કરાયું છે.
- સ્વિમિંગની સર્વોચ્ચ સંસ્થા Fédération Internationale De Natation (FINA) દ્વારા પણ આગામી જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ રશિયામાં ન યોજવાનો નિર્ણય લીધો છે તેમજ ફિના દ્વારા યોજાતી સ્પર્ધામાં રશિયન રાષ્ટ્રધ્વજ સાથે સ્પર્ધકોને રમવા દેવામાં આવશે નહી.
- રશિયા ખાતે આયોજિત થનાર ફોર્મ્યુલા વન કાર રેસિંગની રશિયન ગ્રાં. પ્રી. ઇવન્ટનું આયોજન રદ્દ કરાયું છે.
- ઇન્ટરનેશંલ જુડો ફેડરેશન દ્વારા પોતાના માનદ્ પદ પરથી રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિનને હટાવાયા છે.
- આ સિવાય સ્કીઇંગ વર્લ્ડ કપનું આયોજન પણ રશિયા ખાતે નહી યોજવાનો નિર્ણય લેવાયો છે.
◾️ પાકિસ્તાન ખાતે સિંધુ જળપંચની વાર્ષિક બેઠક આયોજિત થઇ.
- આ બેઠકમાં ભારતના 10 સભ્યોના પ્રતિનિધિમંડળે પણ ભાગ લીધો હતો.
- ભારત-પાકિસ્તાન વચ્ચે સંધિ થયા બાદ પ્રથમવાર આ પ્રતિનિધિમંડળમાં 3 મહિલા અધિકારીઓને પણ સામેલ કરવામાં આવી હતી.
- ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સિંધુ જળસંધિ’ 19 સપ્ટેમ્બર, 1960ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા સાઇન કરવામાં આવી હતી.
- આ સંધિ મુજબ ત્રણ પૂર્વની નદીઓ વ્યાસ, રાવી અને સતલુજનું નિયંત્રણ ભારતને તેમજ પશ્ચિમની ત્રણ નદીઓ સિંધુ, ચિનાબ અને જૈલમનું નિયંત્રણ પાકિસ્તાનને અપાયું હતું.
- આ સમજૂતીમાં પાકિસ્તાનનું નિયંત્રણ ધરાવતી નદીઓ ભારતમાંથી આવતી હોવાથી તેનો ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી હતી.
- આ સમજૂતી પર ફરી વિચાર કરવા માટે પાકિસ્તાનની વિધાનસભાએ 2003માં એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.
- વર્ષ 2016માં ઉરી હુમલા પછી ભારત દ્વારા પણ આ સમજૂતીની સમીક્ષા શરુ કરવામાં આવી હતી.
◾️ UN ના ટકાઉ વિકાસના લક્ષ્યમાં ભારત ત્રણ ક્રમ નીચે ઉતરી 120 પર પહોંચ્યું.
- United Nations (UN) ના 192 સભ્ય દેશો દ્વારા વર્ષ 2030ના એજન્ડાના ભાગરુપે નક્કી કરાયેલ ટકાઉ વિકાસ (Sustainable Development Goals) ના 17 લક્ષ્યાંકો નક્કી કરાયા હતા.
- યુએનના આ ટકાઉ વિકાસના લક્ષ્યોમાં ભારત 120માં ક્રમ પર પહોંચ્યું છે.
- અગાઉ ભારતનો રેન્ક 117 હતો જેમાં ત્રણ ક્રમનું નુકસાન થયું છે.
- નવા રેન્કિંગ મુજબ ભારત દક્ષિણ એશિયામાં ફક્ત પાકિસ્તાનથી જ આગળ છે જેનો રેન્ક 129 છે.
- આ રેન્કિંગમાં અન્ય દેશોમાં ભૂતાન 75, શ્રીલંકા 87, નેપાળ 96 અને બાંગ્લાદેશ 109માં ક્રમ પર છે.
- આ રેન્કિંગમાં ભારતનો સ્કોર 100 માંથી 66 રહ્યો છે.
- તાજેતરમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ Center for Science & Environment ના “State of India’s Environment Report 2022” માં પણ ભારતનો ક્રમ 11 SDGમાં રહેલા મોટા પડકારોને લીધે ગગડ્યો છે.
- વર્ષ 2030 સુધીમાં આ ગોલ્સને પ્રાપ્ત કરવાની સજ્જતા અંગેના રિપોર્ટમાં બિહાર અને ઝારખંડ સૌથી ઓછા સજ્જ હોવાનું જણાવાયું છે.
- આ બાબતે સૌથી આગળ કેરળ છે ત્યારબાદ તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ સંયુક્તરુપે બીજા ક્રમ પર તેમજ ગોવા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડ સંયુક્તરુપે ત્રીજા ક્રમ પર છે.
◾️ ભૌતિક વિજ્ઞાની ડૉ. દીપક ધાર Boltzmann Medal જીતનાર પ્રથમ ભારતીય બન્યા.
- તેઓને આ પુરસ્કાર આંકડાકીય ભૌતિકમાં આપેલ યોગદાન બદલ અપાયું છે.
- આ પુરસ્કાર તેઓને પ્રિન્સ્ટન યુનિવર્સિટીના જ્હોન જે. હોફીલ્ડ સાથે સંયુક્ત રુપે અપાયું છે.
- આ પુરસ્કાર International Union of Pure and Applied Physics (IUPAP) દ્વારા અપાય છે.
- આ પુરસ્કાર ડૉ. ધારને ટોક્યો ખાતે આયોજિત થનાર StatPhys28 (Statistical Physics)માં અપાશે.
Download Our Current Affairs App