06 January 2022 Current Affairs In Gujarati

06 January 2022 Current Affairs In Gujarati

06 January 2022 Current Affairs In Gujarati One Liner

  1. યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના યુએસ- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના વડા તરીકે કોની નિમણૂક?
    ✅ અતુલ કેશપની
  2. સંયુક્ત રાષ્ટ્ર આંતકવાદ વિરોધ સમિતિના અધ્યક્ષ તરીકે ભારતના ક્યા વ્યક્તિની નિમણૂક કરાઈ?
    ✅ ટી. એસ. તિરુપતિની

103.પત્રકારિતા શ્રેણીમાં રામનાથ ગોયન્કા એવોર્ડ ફોટો પત્રકાર કોને અપાયો છે?
✅ જિશાન એ. લતીફને

  1. અમેરિકન નૌકાદળમાં પરમાણુવાહક જહાજની નેતૃત્વ કરનાર કોણ પ્રથમ અમેરિકન મહિલા બની?
    ✅ એમી ર્બાર્નશ્મિટ
  2. ભારતીય મૂળના બ્રિટિશ સેના અધિકારી દક્ષિણ ધ્રુવની એકલ યાત્રા કરનારી પ્રથમ મહિલા બની?
    ✅હરપ્રીત ચંડી
  3. ‘અનાથ બાળકોની મા’ તરીકે ઓળખાતી પૂણેની પદ્મશ્રી એવોર્ડ વિજેતા સમાજસેવિકા સિંધુતાઈ સપકાલનું 75 વર્ષની ઉંમરે અવસાન 40 વર્ષમાં 1000થી વધુ બાળકો દત્તક લીધાં હતો. પોતાને મળેલ કેટલા પુરસ્કારોની રકમ અનાથ બાળકો પાછળ વાપરી?
    ✅ 750
  4. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાની રાજધાની અગરતલા ક્યા એકીકૃત ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું?
    ✅ મહારાજા વીર વિક્રમ હવાઈમથકના.

108.યુકો બેંકના એમ. ડી/સીઈઓ તરીકે સોમા કોની નિમણૂક?
✅ શકર પ્રસાદની

  1. બ્રિટનથી અલગ થનારો બાર્બાડોસા કેટલામો ગણતંત્ર દેશ બન્યો?
    ✅ 55
  2. બાંગ્લાદેશ 21 વર્ષમાં પ્રથમ વખત કોની સામેની ટેસ્ટ મેચ જીતયું?
    ✅ નયૂઝીલેન્ડ
  3. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા ચરણમાં ડિસેમ્બર 2021 સુધી ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થનાર ગામડાંમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને?
    ✅ તલંગાણા
    ✅ તલંગાણાના 14200 ગામોમાંથી 13,737 ગામો-96.74% ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત. તમિલનાડુ (35.39 %) બીજા સાથે અને કર્ણાટક ત્રીજા સ્થાને. ગુજરાતનો નંબર 17મા સ્થાને.
  4. તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં લસાર મહોત્સવ મનાવાયો?
    ✅ લદાખ
  5. તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PCCIL)એ “વન નેશન-વન ગ્રિડ વન ફ્રિકવન્સી’ની કેટલામી વર્ષગાંઠ મનાવી?
    ✅ પરથમ
  6. વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (gણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે?
    ✅ ફરાન્સ
  7. તાજેતરમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEAT 30 લૉન્ચ કર્યું તેનું પુરુંનામ જણાવો.
    ✅ નશનલ એજ્યુકેશલ એલાયન્સ ફોર ટેકનોલોજી 3.0
  8. તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કયા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું
    ઉદ્દઘાટન કર્યું ?
    ✅ ચદીગઢ યુનિવર્સિટી
  9. રાષ્ટ્રીય આયુષ મિશન ક્યાં વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ?
    ✅ વર્ષ 2026

118, નીચેના પૈકી ક્યું ક્યા પોર્ટલ આયુષ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
✅ CTRI, SAHI, Amar

  1. ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા?
    ✅ આફ્રિકા
  2. તાજેતરમાં (જાન્યુઆરી-2022) કોના દ્વારા વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્વન્સીની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી?
    ✅ PGCIL

06 January 2022 Current Affairs In Gujarati Detailed Article

ભારતીય કોસ્ટ ગાર્ડના 24મા DG: V.S. Pathania

➥ ભારતીય કોસ્ટ ગાર્ડના 24મા મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર વી.એસ. પઠાણિયાએ સંભાળ્યો.
➥ V.S. Pathania: Virendera Singh Pathania
➥ તેમણે કૃષ્ણસ્વામી નટરાજનનું સ્થાન લીધું.
➥ તેઓ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટન અને નૅશનલ ડિફેન્સ કૉલેજ, નવી દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
➥ તેઓ નવેમ્બર 2019માં એડિશનલ ડાયરેક્ટર જનરલના હોદ્દા પર નિમણૂક થયા હતા અને વિશાખાપટ્ટનમ્‌ ખાતે કોસ્ટ ગાર્ડ કમાન્ડર તરીકેની લગામ સંભાળી હતી.
➜ વી.એસ. પઠાણિયાને મળેલ:
➥ વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિનો તટરક્ષક ચંદ્રક,
➥ શૌર્ય માટે તટરક્ષક ચંદ્રક,
➥ DG કોસ્ટ ગાર્ડ પ્રસંશા મેડલ.

ભારતીય રેલવે બોર્ડના નવા ચૅરમૅન અને CEO

✓ ભારતીય રેલવે સેવાના 1983 બૅચના અધિકારી વિનય કુમાર ત્રિપાઠીને ભારતીય રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
✓ હાલમાં તેઓ પૂર્વોત્તર રેલવેના જનરલ મેનેજર તરીકે રેલવે બોર્ડના ચૅરમૅન પદે કાર્યરત છે.
✓ ભારતીય રેલવે બોર્ડ એ ભારતીય રેલવેની સર્વોચ્ચ સંસ્થા છે જે રેલવે મંત્રાલય દ્વારા સંસદને અહેવાલ આપે છે.
✓ કૅબિનેટની નિમણૂક સમિતિએ વિનય કુમાર ત્રિપાઠીની નિમણૂકને 31 ડિસેમ્બર, 2022 સુધી લંબાવવાની મંજૂરી આપી છે.
✓ રેલવે મંત્રાલય એ ભારત સરકારનું એક મંત્રાલય છે, જે દેશના રેલ પરિવહન માટે જવાબદાર છે.
✓ રેલવે મંત્રાલય અને રેલવે બોર્ડ નવી દિલ્હીમાં રેલ ભવન ખાતે આવેલ છે.
ભારતીય રેલવે બોર્ડ:
✓ ભારતીય રેલવેની સર્વોચ્ચ સંસ્થા ભારતીય રેલવે બોર્ડ છે જે રેલવે મંત્રાલય દ્વારા સંસદને અહેવાલ આપે છે.
✓ રેલવે બોર્ડમાં એક અધ્યક્ષ અને 7 સભ્યો હોય છે.
✓ નાણાકીય કમિશનર (જે રેલવે બોર્ડમાં નાણાં મંત્રાલયના પ્રતિનિધિ)નો સમાવેશ થાય છે.

વસ્તીગણતરી 2021

તાજેતરમાં ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું છે કે, કોવિડ-19 રોગચાળો ફાટી નીકળવાને કારણે, વસ્તીગણતરી-2021 અને અન્ય વસ્તીગણતરી સંબંધિત ક્ષેત્રની પ્રવૃત્તિઓને સપ્ટેમ્બર, 2022 સુધી સ્થગિત કરવામાં આવી છે.
મુખ્ય મુદ્દા:
 રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR)ને અપડેટ કરવા માટે વસ્તીગણતરી અને ડેટા સંગ્રહનો પ્રથમ તબક્કો ઓછામાં ઓછો સપ્ટેમ્બર 2022 સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
 વસ્તીગણતરી 2021 જે દેશની 16મી રાષ્ટ્રીય જનગણના છે.
 ડિસેમ્બર 2021માં જિલ્લા, ઉપ-જિલ્લા, તાલુકા અને પોલીસ સ્ટેશનની સીમાઓ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે જૂન 2022 સુધી મુલતવી રાખવામાં આવી છે.
 રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા (RGI) દ્વારા સંકલિત કરાયેલ કામચલાઉ ડેટા અનુસાર, જિલ્લાઓની સંખ્યા 2011માં 640થી વધીને 2021માં 736 થઈ ગઈ છે.
 નાણાપંચ વસતી ગણતરીની વિગતોને આધારે રાજ્યોને અનુદાન આપે છે.

PGCIL વિશે

પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)એ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ‘વન નેશન વન ગ્રીડ’ની સિદ્ધિની વર્ષગાંઠની ઉજવણી કરી.
રાષ્ટ્રીય ગ્રીડ
 આયોજન અને ઑપરેશનલ હેતુઓ માટે ભારતીય પાવર સિસ્ટમ 5 પ્રાદેશિક ગ્રીડમાં વિભાજિત છે.
 આના પગલે ભારતને ગ્રીડના આધારે 5 પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ભારતને ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ પ્રદેશો.
 નોર્થ ઈસ્ટર્ન અને ઈસ્ટર્ન ગ્રીડ ઑક્ટોબર 1991માં જોડાયેલા હતા.
 વેસ્ટર્ન ગ્રીડ અને નોર્થ ઈસ્ટર્ન ગ્રીડ માર્ચ 2003માં એકબીજા સાથે જોડાયેલા હતા.
 આમ 4 પ્રાદેશિક ગ્રીડ ઉત્તરી, પૂર્વીય, પશ્ચિમી અને ઉત્તર પૂર્વીય ગ્રીડ એક આવર્તન પર કાર્યરત કેન્દ્રીય ગ્રીડ બનાવવા માટે એકબીજા સાથે જોડાયેલા હતા.
 રાજ્ય સંચાલિત પાવર સિસ્ટમ ઑપરેશન કોર્પ લિમિટેડ (POSOCO), નૅશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC) અને પ્રાદેશિક લોડ ડિસ્પેચ સેન્ટર્સ (RLDCs) અને રાજ્ય લોડ ડિસ્પેચ સેન્ટર્સ (SLDCs) દ્વારા ભારતના નિર્ણાયક વીજળી લોડ મેનેજમેન્ટ કાર્યોની દેખરેખ રાખે છે.

વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્વન્સીઃ નૅશનલ ગ્રીડ

 પાવર ગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (PGCIL)એ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ‘વન નેશન વન ગ્રીડ’ની સિદ્ધિની વર્ષગાંઠની ઉજવણી કરી.
 આ પ્રસંગે 70 સ્થળોએ ફ્રી હેલ્થ ચૅક-અપ અને મેડિકલ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નૅશનલ ગ્રીડની ક્ષમતા
 હાલમાં દેશમાં લગભગ 1,12,250 મેગાવૉટની કુલ આંતર-પ્રાદેશિક ટ્રાન્સમિશન ક્ષમતા છે જે 2022 સુધીમાં વધીને લગભગ 1,18,740 મેગાવૉટ થવાની ધારણા છે.
વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્વન્સીના ફાયદા:
 Matching Demand-Supply: તમામ પ્રાદેશિક ગ્રીડનું સુમેળ સંસાધન કેન્દ્રિત પ્રદેશોમાંથી લોડ-સેન્ટ્રિક પ્રદેશોમાં પાવર ટ્રાન્સફર કરીને દુર્લભ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરશે.
 Development of Electricity Market: પાવરના વેપારની સુવિધા આપતા વાઇબ્રન્ટ વિદ્યુત બજારની સ્થાપનાનો માર્ગ મોકળો થશે.

મેજર ધ્યાનચંદ

➜ જન્મ – 29 ઓગસ્ટ 1905 – અલ્હાબાદ (પ્રયાગરાજી – રમત દિન )
➜ 16 વર્ષે- ઈ.સ. 1922માં સૈનિક તરીકે ભરતી
➜ સુબેદાર મેજર તિવારીએ હોકીમાં કોચિંગ અને રસ અપાવ્યો
➜ ઈ.સ. 1928 એમ્સટર્ડમ ઓલમ્પિક
➜ ઈ.સ.1932 લોસ એન્જલસ ઓલમ્પિક (લાંસ નાયક)
➜ ઈ.સ.1936 બર્લિન ઓલમ્પિક (હોકી ટીમના કેપ્ટન),
➜ ઈ.સ.1937 માં સુબેદાર અને ઈ.સ. 1943 માં લેફ્ટનન્ટ અને ઈ.સ. 1948 માં કેપ્ટન
➜ કરિયરમાં કુલ 1,000 થી વધુ ગોલ
➜ ઈ.સ. 1956 માં પદ્મ ભૂષણ / ભારતીય ઓલમ્પિક સંગઠન દ્વારા સદીના મહાન ખેલાડી જાહેર
06 January 2022 Current Affairs In Gujarati

Leave a Comment