Table of Contents
06 March 2022 Current Affairs In Gujarati
06 March 2022 Current Affairs In Gujarati – 20 One-liner Questions
06 March 2022 Current Affairs In Gujarati – 8 Detailed Articles
- દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલીય પ્રાધિકરણના અધ્યક્ષ તરીકે ન્યાયમૂર્તિ કોની નિમણૂક કરવામાં આવી?
✅ ડી. એન.પટેલની
1102.એસ.પી.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર કે જેમની નિમણૂકને સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠરાવતાં કાર્યકારી વાઈસ ચાન્સેલરનો ચાર્જ Arts ફેકલ્ટીના ડીન ડૉ. નિરંજન પટેલને સોંપાયો?
✅ ડૉ. શિરીષ કુલકર્ણીની
- ફાઈનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સે (FATE) એ સંયુક્ત આરબ અમીરાતને કઈ લિસ્ટમાં સામેલ કયુઁ?
✅ ગરે - પૂર્વ ભારતીય સેનાપ્રમુખ અને 2004 થી 2010 સુધી પંજાબના રાજયપાલપદે રહેલ જનરલ કે જેમનું હાલમાં અવસાન થયું?
✅ એસ. એફ. રોડ્રિગ્સનું - અમન લેખીએ તાત્કાલિક અસરથી હોદ્દા પરથી રાજીનામું આપ્યું. તે ક્યા હોદ્દા પર હતા?
✅ એડિશનલ ર્સાલિસિટર જનરલ - 28 વર્ષની કઈ મહિલા ચેન્નાઈ શહેરની મેયર બની?
✅ આર.પ્રિયા - ફયૂચર જેનરાલી ઈન્ડિયા ઈશ્યોરન્સ કંપની લિમિટેડે ક્યા પાલતુ પ્રાણી માટે સ્વાસ્થ વીમા યોજના શરૂ કરી?
✅ પાલતુ કૂતરાઓ
1108.ગુજરાતમાં પ્રથમ ચરણના સાગર પરિક્રમાનો ક્યા થી પ્રારંભ કરાયો?
✅ કચ્છના માંડવીથી
- રાજયની સંમતિ વગર સીબીઆઈ તપાસ પર રોક લગાવનાર મેઘાલય દેશનું કેટલામું રાજ્ય બન્યું?
✅ નવમું
✅ આ અગાઉ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્રિમ બંગાળ, ઝારખંડ , છત્તીસગઢ, કેરલ અને મિઝોરમ રાજયે સહમતી પાછી ખેંચી લીધી છે. - તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર ક્રેન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું?
✅ નશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજી , IIT રુડકી - નેશનલ જેન્ડર ઈન્ડેક્સ’ કઈ સંસ્થા સાથે સંબંધિત છે?
✅ નીતિ આયોગ - તાજેતરમાં NIC Tech Conclave 2022ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ?
✅ નવી દિલ્હી - તાજેતરમાં Meity startup Hubની સ્થાપના કરવામાં આવી તે ક્યા મંત્રાલય અંતર્ગત કાર્ય કરશે?
✅ ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય - માનવ રહિત સબમર્સિબલ ‘હાદૂ-1” ક્યા દેશ સાથે સંબંધિત છે?
✅ ચીન - તાજેતરમાં, ભારતે WTSA-20 એસેમ્બલી દરમિયાન નીચેનામાંથી કોની સાથે હોસ્ટ કન્ટ્રી એગ્રીમેન્ટ (HCA) પર હસ્તાક્ષર કર્યા છે?
✅ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન - રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2022 ની થીમ શું છે?
✅ ‘Nurture young minds – Develop safety culture’ - નવીનતમ ડેલાઇટ હાર્વેસ્ટિંગ ટેક્નોલોજીમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે કઈ કંપનીએ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે?
✅ સકાયશેડ ડેલાઇટ્સ પ્રાઇવેટ લિમિટેડ - કેન્દ્રીય જલ શક્તિ મંત્રીએ તાજેતરમાં ‘રુરકી વોટર કોન્ક્લેવ’ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. જલ શક્તિના વર્તમાન કેન્દ્રીય મંત્રી કોણ છે?
✅ ગજેન્દ્ર સિંહ શેખાવત - ગુજરાતમાં સૌ પ્રથમવાર _ શહેરમાં સોલર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યું
✅ રાજકોટ - પ્રવાસન મંત્રાલયે તાજેતરમાં સ્વદેશ દર્શન પુરસ્કાર શરૂ કર્યો છે અને તેના માટે કેટલી શ્રેણીઓમાં પ્રવેશો આમંત્રિત કર્યા છે?
✅ સાત
[su_button url=”https://marugujaratgk.in/march-2022-current-affairs-in-gujarati/” target=”blank” style=”3d” background=”#ef5d2d” size=”7″ wide=”yes”]Click Here to Read march Month All Days Current Affairs[/su_button]
06 March 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs
◾️ મહાન ક્રિકેટર શેન વૉર્નનું 52 વર્ષની વયે નિધન.
- ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર સ્પિનર શેન વૉર્નનું થાલેન્ડ ખાતે હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.
- શેન વૉર્ન દ્વારા 1993ના એશેઝ દરમિયાન માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડના માઇક ગેટિંગને જે બોલ દ્વારા આઉટ કરાયા હતા તે બોલને ક્રિકેટ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ બોલ ગણવામાં આવે છે.
- શેન વોર્ને 145 ટેસ્ટ મેચની પોતાની કારકિર્દીમાં 708 વિકેટ લીધી હતી જે મુથૈયા મુરલીધરનની 800 વિકેટ બાદ સૌથી વધુ છે.
- શેન વોર્ને પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2007માં રમી હતી.
- IPL માં સૌપ્રથમવાર તેઓ પોતાની કારકિર્દીમાં કેપ્ટન બન્યા હતા અને રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું.
◾️ ગુજરાત વિધાનસભામાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ સુધારા બિલ પસાર કરાયું.
- આ બિલ રાજ્યની વિધાનસભામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજૂ કર્યું હતું.
- આ બિલમાં રાજ્યના ખેડૂતોની કિંમતી જમીન કોઇ ભૂ-માફિયા પચાવી ન શકે તે માટેની જોગવાઇઓ છે.
- આ કાયદાના અમલીકરણ બાદ ગુજરાતમાં ભૂમાફિયાઓ પાસેથી સરકારી અને ખાનગી કુલ મળીને રુ. 1,075 કરોડની જમીન છોડાવવામાં આવી છે.
- આ બિલના ઉદેશ્યમાં કોઇ છટકબારી રહી ન જાય તે ઉદેશ્યથી તેમાં સુધારા કરાયા છે જેને વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરાયું છે.
- આ સુધારાઓમાં આ કાયદા હેઠળ આવેલ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી અનિર્ણિત અરજીઓને મુક્તિ આપવી, વિશેષ કોર્ટ સમક્ષ આવી અરજીઓ પ્રથમ દૃષ્ટિએ સાર્થક ન હોય તો તપાસ કર્યા વિના અરજી નામંજૂર કરવી તેમજ સાક્ષીને પોતાની લેખિત સંમતિ વગર બોલાવી ન શકવા તેમજ પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો પક્ષકારો દ્વારા કે વિશેષ કોર્ટ દ્વારા ટીપ્પણીનો વિષય બનાવી શકાશે નહી જેવા સુધારાઓ કરાયા છે.
- આ સિવાય વટહૂકમમાં અપીલ કોર્ટની હકુમત, કાર્યનીતિ અને સત્તાઓ નિર્ધારિત કરવામાં આવી છે.
- કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાથી વ્યક્તિ નારાજ હોય તો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 30 દિવસમાં અપીલ કરી શકશે તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે.
◾️ મેઘાલય CBI ની માન્યતા પરત ખેંચનાર દેશનું નવમું રાજ્ય બન્યું.
- મેઘાલય રાજ્ય દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સી CBI ની માન્યતા પોતાના રાજ્યમાં રદ્દ કરવામાં આવી છે.
- આ નિર્ણય મેઘાલયની ભાજપના જ NDAની સભ્ય નેશનલ પીપલ્સ પાર્ટીની સરકારે લીધો છે.
- આ સાથે જ મેઘાલય આ પ્રકારનો નિર્ણય લેનાર દેશનું નવમું રાજ્ય બન્યું છે.
- અગાઉ મિઝોરમ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને કેરળ CBI ની માન્યતા રદ્દ કરી ચૂક્યા છે.
- Central Bureau of Investigation (CBI) ની સ્થાપના 1942માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કરવામાં આવી છે જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે.
- હાલ સીબીઆઇના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જૈસવાલ છે.
◾️ FATF દ્વારા પાકિસ્તાનને વધુ ચાર મહિના માટે ગ્રે લિસ્ટમાં મુકાયું.
- પેરિસની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ Financial Action Task Force (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રખાયું છે.
- પાકિસ્તાન વર્ષ 2018થી જ આ વોચડૉગ સંસ્થાના ગ્રે લિસ્ટમાં છે.
- આ સંસ્થાની સ્થાપના વર્ષ 1989માં કાળા નાણાને કાયદાકીય બનાવવાથી રોકવા માટે કરવામાં આવી હતી.
- આ સંસ્થા દ્વારા બ્લેક લિસ્ટ અને ગ્રે લિસ્ટ બનાવાયા છે જેમાં બ્લેક લિસ્ટમાં વર્ષ 2021ની સ્થિતિએ ઉત્તર કોરિયા અને ઇરાનનો સમાવેશ થાય છે.
- ગ્રે લિસ્ટમાં વર્ષ 2022ની સ્થિતિએ પાકિસ્તાન સહિત કુલ 24 દેશોનો સમાવેશ થાય છે.
◾️ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી 30 શાળાઓ દ્વિભાષી માધ્યમમાં શિક્ષણ આપશે.
- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દ્વિભાષી એટલે કે બે ભાષાઓમાં એકસાથે શિક્ષણ આપી શકાય તે માટે મંજૂરી અપાયા બાદ આ પ્રકારનો કન્સેપ્ટ શરુ કરવામાં આવશે.
- આ માટે સુરતની 29 શાળાઓમાં પ્રથમ તબક્કામાં દ્વિભાષી માધ્યમમાં શાળાઓ શરુ કરવામાં આવી હતી.
- આ પ્રયોગ સફળ રહેતા હવે અમદાવાદમાં આ પ્રકારની કુલ 30 શાળાઓ શરુ કરાશે.
- દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઇમાં ગણિત અને વિજ્ઞાન વિષયને દ્વિભાષી માધ્યમમાં ભણાવવાનું છે.
- આ સિવાય આ પદ્ધતિમાં અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરુઆતથી જ સુધારવી તેમજ Listening, Speaking, Reading અને Writing એ ક્રમમાં જ અંગ્રેજી શિખવવું નો સમાવેશ થાય છે.
- ધોરણ 1 અને 2 માં માત્ર સાંભળવા અને બોલવા પર જ ભાર અપાશે ત્યારબાદના ધોરણોમાં વાંચવા અને લખવાનું શરુ કરાવાશે.
- અન્ય વિષયો જેવા કે ગુજરાતી, સમાજવિદ્યા અને ભાષાને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવામાં આવશે.
◾️ ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું.
- આ પરીક્ષણ નૌસેના દ્વારા INS Chennai પરથી કરાયું છે જેમાં બ્રહ્મોસ મિસાઇલે પોતાના નિશ્ચિત લક્ષ્ય પર નિશાન લગાવ્યું હતું.
- બ્રહ્મોસ મિસાઇલનું આ એડવાન્સ્ડ વર્ઝન સમુદ્રથી દૂર જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે.
- બ્રહ્મોસ મિસાઇલ ભારતના ત્રણેય સશસ્ર દળોમાં તૈનાત કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્ક્વા નદીપરથી રખાયું છે જેનું નિર્માણ ભારતની DRDO અને રશિયાની NPO Mashinostroyeniya દ્વારા મળીને કરવામાં આવ્યું છે.
◾️ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ખાતેથી ‘સાગર પરિક્રમા’ની શરુઆત કરવામાં આવી.
- આ પરિક્રમા ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી કિનારેથી શરુ કરવામાં આવી છે.
- આ પરિક્રમા પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે તેમજ પોતાના પ્રથમ તબક્કામાં છ માર્ચના રોજ પોરબંદર ખાતે પહોંચશે.
- આ સાગર પરિક્રમા આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ શરુ કરવામાં આવી છે જેમાં પરિક્રમા દરમિયાન માછીમારોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી અપાશે તેમજ તેઓની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ કરવાની કોશીષ કરવામાં આવશે.
◾️રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દેશનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર ખુલ્લું મુકાયું.
- Jio World Center નામનું આ કન્વેન્શન સેન્ટર મુંબઇ ખાતે ખુલ્લું મુકાયું છે.
- આ સેન્ટર 18.5 એકર જમીનમાં ફેલાયેલું છે જેમાં મ્યુઝિકલ ફાઉન્ટેન, અપસ્કેલ રિટેલ એક્સ્પીરિયન્સ, કેફે સિલેક્શન, ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે.
- હાલ પુરતું આ સેન્ટરમાં મ્યુઝિકલ ફાઉન્ટેન અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર લોન્ચ કરાયા છે અને આગામી સમયમાં તેને વિભિન્ન ચરણોમાં આગામી એક વર્ષ સુધી તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે.
Download Our Apps For Free From PlayStore