07 February 2022 Current Affairs In Gujarati
07 February 2022 Current Affairs In Gujarati One-liner Question 25 and 8 Detailed Articles.
- રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ-NCERT ના નિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
✅ દિનેશ પ્રસાદ સકલાનીની - એયરલાઈન કંપની ઈન્ડિગો-IndigGo ના એમડી તરીકે કોની નિમણૂક થઇ?
✅ રાહુલ ભાટિયાની - DRDO ની રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળ DRDL ના નિદેશક તરીકે વરિષ્ઠ વૈજ્ઞાનિક કોની નિમણૂક?
✅ જી.એ. શ્રીનિવાસ મૂર્તિની - ભારત સરકારે લેખા મહા નિયંત્રક-CGA નો વધારાનો ચાર્જ કોને સોંપ્યો?
✅ સોનાલી સિંહને - કોવિડ-19 થી 5 લાખ લોકોનાં મોતનો આંકડો પાર કરનાર અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારત કેટલામો દેશ બન્યો?
✅ તરીજો - પાવર સિસ્ટમ ઓપરેશન લિમિટેડ POSOCO ના એમ.ડી તરીકે કોની નિમણૂક?
✅ એસ.આર નરસિમ્હનની - નાસા કયા વર્ષમાં પોતાનું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન બંધ કરશે?
✅ 2031 - ગુરુગ્રામ સ્થિત અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને IUCN દ્વારા ભારતની પ્રથમ OECM અન્ય પ્રભાવી ક્ષેત્ર આધારિત સંરક્ષણ ઉપાય સાઈટ ઘોષિત કરવામાં આવી. 390 એકરમાં ફેલાયેલ અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને દિલ્હી-NCR નું ગ્રીન લંગ્સ __ તરીકે ઓળખવામાં આવે છે?
✅ ‘હરિત ફેફસાં’ - રમતજગતના લેખક નવદિપ સિંહ ગીલ દ્વારા લખાયેલ નીરજ ચોપડાનું જીવનચરિત્ર નું વિમોચન કરાયું જેનું નામ શું આપેલ છે?
✅ ‘ગોલ્ડન બૉય નીરજ ચોપડા’ - 73 મા ગણતંત્ર દિવસની પરેડમાં ઉત્તરપ્રદેશ રાજ્યની ઝાંખી(એક જિલ્લો એક પેદાશ અને કાશી વિશ્વનાથ) ને પ્રથમ, કર્ણાટકની ઝાંખી(પારંપરિક હસ્તશિલ્પનું પારણું) ને દ્વિતીય અને મેઘાલયની ઝાંખી(રાજ્યના દરજ્જાના 50 વર્ષ અને મહિલાઓના નેતૃત્વમાં સહકાર સમિતિઓ) ને તૃતીય સ્થાન અપાયું. લોકપ્રિય શ્રેણીમાં મહારાષ્ટ્રનો પ્રથમ નંબરે.
- આર્થિક થિંક ટેંક-સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી(CMIE) ના આંકડા મુજબ જાન્યુઆરી-2022 માં ભારતનો બેરોજગારી દર 6.57% થયો. રાજ્યોમાં સૌથી ઓછો તેલંગાણાનો 0.7% બીજા સ્થાને ગુજરાત-1.2% અને ત્રીજા સ્થાને મેઘાલય-1.5%. જાન્યુઆરી-2022 માં સૌથી ઊંચો બેરોજગારીનો દર હરિયાણામાં 23.04% બીજા સ્થાને રાજસ્થાન-18.9%.
- મહિલા જનન અંગછેદન સામે શૂન્ય સહિષ્ણુતાનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામા ક્યારે મનાવવામાં આવે છે?
✅ ફબ્રુઆરીના - હાલમાં કોની 100મી જન્મજયંતિ 5 ફેબ્રુઆરી 2022ના રોજ ઉજવવામાં આવી હતી?
✅ પડિત ભીમસેન જોશીની - બાટા ઈન્ડિયા લિમિટેડે કઈ અભિનેત્રી પોતાની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે?
✅ દિશા પટાનીને - ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ મેગા પ્રોજેક્ટ પર કેટલા કરોડ નો ખર્ચ કરવામાં આવશે?
✅ 1000 કરોડ - PM નરેન્દ્ર મોદીએ શનિવારે સાંજે વૈષ્ણવ સંત સ્વામી રામાનુજાચાર્યની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું?
✅ 216 ફૂટ - ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે ક્યા કાર્યક્રમની જાહેરાત કરી છે?
✅ “સ્વચ્છતા સારથી ફેલોશિપ 2022”ની - તાજેતરમાં છત્તીસગઢમાં “વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થતાં ભારતના કુલ કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વન નેશન વન રેશન કાર્ડ યોજના લાગુ થઈ ગઈ છે?
✅ 35 - તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બખિરા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો અપાયો ?
✅ ઉત્તરપ્રદેશ - સુપર હોર્નેટ ક્યા દેશ દ્વારા નિર્મત યુદ્ધ વિમાન છે?
✅ અમેરિકા - તાજેતરમાં ક્યા રાજ્યમાં IT ક્ષેત્ર માટે સમર્પિત ટેકનોલોજી પાર્કનું ઉદ્દઘાટન કર્યું?
✅ મઘાલય - તાજેતરમાં ક્યા મંત્રાલયે સર્વિસીઝ ઈ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (seHAT) પહેલ શરૂ કરી છે?
✅ સરક્ષણ મંત્રાલય - ગેસ ઑથોરિટી ઓફ ઈન્ડિયા લિ (GAIL)એ ક્યા શહેરમાં નેચરલ ગેસ સિસ્ટમમાં હાઈડ્રોજનનું મિશ્રણ કરવા માટેનો પ્રથમ પ્રોજેક્ટ લોન્ચ કર્યો?
✅ ઇન્દોર - વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે?
✅ 4 ફેબ્રુઆરી - પંચાયતીરાજ શબ્દ કોણે પ્રચલિત બનાવ્યો?
✅ જવાહરલાલ નેહરુ
February Month All Days Current Affairs :- Click here
07 February 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જગદીશ કુમારને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- જગદીશ કુમારને પદ સંભાળવાની તારીખથી પાંચ વર્ષ અથવા 65 વર્ષની વય સુધીની મુદત માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે જગદીશ કુમારના પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થયો હતો, પરંતુ અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી તેમને પદ પર ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
- જગદીશ કુમારની નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 માં, પરિકલ્પના મુજબ ઉચ્ચ શિક્ષણ આયોગ શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
- યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) જેવી હાલની નિયમનકારી સંસ્થાઓ આ ‘ઉચ્ચ શિક્ષણ આયોગ’માં સામેલ થવાની છે.
- યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન 28 ડિસેમ્બર 1953 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, ત્યારબાદ તે શિક્ષણ મંત્રાલય હેઠળ યુજીસી એક્ટ, 1956 દ્વારા ભારત સરકારનું વૈધાનિક સંગઠન બન્યું.
- યુજીસીના આદેશની અંદર યુનિવર્સિટી શિક્ષણને પ્રોત્સાહન અને સંકલન આમાં યુનિવર્સિટીઓમાં શિક્ષણ, પરીક્ષા અને સંશોધન માટેના ધોરણો નક્કી કરવા અને શિક્ષણના લઘુત્તમ ધોરણો પર નિયમો બનાવવાનો સમાવેશ થાય છે.
◾️DRDLના ડિરેક્ટર: GA શ્રીનિવાસ મૂર્તિ
- વરિષ્ઠ વૈજ્ઞાનિક GA શ્રીનિવાસ મૂર્તિને હૈદરાબાદમાં DRDOની સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDL)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- તેઓ વર્ષ 1987માં DRDLમાં જોડાયા હતા અને મિસાઈલ સંકુલના વિવિધ પ્રોજેક્ટ માટે સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ, ગ્રાઉન્ડ રેઝોનન્સ ટેસ્ટિંગ, ઇલેક્ટ્રિકલ ઈન્ટિગ્રેશન અને ચેકઆઉટના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
- GA શ્રીનિવાસ મૂર્તિએ વર્ષ 1986માં આંધ્ર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં BE પૂર્ણ કર્યું અને હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી ડિજિટલ સિસ્ટમ્સમાં ME કર્યું.
◾️ ભારતે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારોહનો રાજદ્વારી બહિષ્કાર કરી
- વર્ષ 2022 વિન્ટર ઓલિમ્પિક્સ ચીનના બેઇજિંગમાં 04 ફેબ્રુઆરી, 2022થી 20 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલશે.
- ઉદ્ઘાટન સમારોહ બેઇજિંગના નેશનલ સ્ટેડિયમમાં યોજાયો હતો, જેને બર્ડ્સ નેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ભારતે બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અને સમાપન સમારોહનો રાજદ્વારી સ્તરે બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આનો અર્થ એ થયો કે ઉદઘાટન અને સમાપન સમારોહમાં કોઈપણ ભારતીય અધિકારીઓ હાજરી આપશે નહીં.
- ભારતે તેના એક એથ્લેટ આરીફ ખાન (સ્કીઅર)ને ઇવેન્ટમાં હાજરી આપવા માટે મોકલ્યો હતો.
- ચીને એક ચીની સૈનિક (ક્વિ ફાબાઓ)ને ઓલિમ્પિક મશાલધારક તરીકે પસંદ કર્યો છે, જે 15 જૂન, 2020ના રોજ ગલવાન ઘટનામાં સામેલ હતો, જેના પરિણામે એક કર્નલ સહિત 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.- 2022 વિન્ટર ઓલિમ્પિક્સ માટે પ્રતીક: Winter Dream.
- 2022 વિન્ટર ઓલિમ્પિક્સ માટે મોટો: Bing Dwen Dwen.
- 2022 વિન્ટર ઓલિમ્પિક્સ માટે સત્તાવાર સૂત્ર: Together for a Shared Future.
◾️સોનાલી સિંહને કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે વધારાનો ચાર્જ
- ભારત સરકારે 01 ફેબ્રુઆરી, 2022થી નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ હેઠળના કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA)નો વધારાનો હવાલો સંભાળવા માટે સોનાલી સિંહની નિમણૂક કરી.
- તેમની નિમણૂક દિપક દશના સ્થાને કરવામાં આવી, જેઓ 31 જાન્યુઆરી, 2022ના રોજ નિવૃત્ત થયા.
- સોનાલી સિંહ ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ (ICAS)ની 1987 બેચના અધિકારી છે.
- ઑક્ટોબર 2019થી એકાઉન્ટ્સના એડિશનલ કંટ્રોલર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલાં તેણે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી હતી.
◾️નવદીપ સિંહ ગિલનું પુસ્તક: ‘ગોલ્ડન બોય નીરજ ચોપરા’
- સ્પોર્ટ્સ લેખક નવદીપ સિંહ ગિલ દ્વારા લખાયેલ ભારતીય એથ્લેટ નીરજ ચોપરાનું ‘ગોલ્ડન બોય નીરજ ચોપરા’ નામનું ટૂંકું જીવનચરિત્ર બહાર પાડવામાં આવ્યું.
- નીરજ ચોપરાએ વર્ષ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં જેવલિન થ્રો(87.58m)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- ટોક્યો ઓલિમ્પિક્સ-2021 સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા પરની જીવનચરિત્ર પંજાબ કલા પરિષદના અધ્યક્ષ સુરજીત પાતાર અને પંજાબી સાહિત્ય અકાદમીના પ્રમુખ લખવિંદર સિંઘ જોહલ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
- પુસ્તકમાં નીરજ ચોપરાના બાળપણથી લઈને ટોક્યો ઓલિમ્પિક સુધીના જીવન ઇતિહાસ અને સિદ્ધિઓને આવરી લે છે.
- આ પુસ્તકમાં નીરજ ચોપરાની રમતગમતની તકનીકો, અસંખ્ય પુરસ્કારો વિશે જણાવ્યું છે.
◾️નોર્વેની મધ્યસ્થ બેંકના વડા તરીકે: NATOના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગ
- NATO-નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગ વર્ષ 2022ના અંતમાં નોર્વેની મધ્યસ્થ બેંકના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળશે.
- પશ્ચિમ અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ નિમણૂક કરવામાં આવી છે.
- પશ્ચિમી દેશોને ડર છે કે મોસ્કો યુક્રેન પર આક્રમણ કરવાની યોજના ધરાવે છે, જે નાટો જોડાણમાં જોડાવા ઈચ્છે છે.
- NATO: નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન
- NATOની સ્થાપનાઃ 4 એપ્રિલ 1949, વોશિંગ્ટન, ડી.સી., USA
- NATO હેડક્વાર્ટર: બ્રસેલ્સ, બેલ્જિયમ.
◾️U-19 વર્લ્ડ કપ 2022: ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને 5મું ટાઇટલ જીત્યું
- સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, એન્ટિગુઆ ખાતે ભારતે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવી રેકોર્ડ-વિસ્તૃત પાંચમું ટાઇટલ જીત્યું.
- આ અગાઉ વર્ષ 2000, 2008, 2012, અને 2018માં ટ્રોફી જીતી ચૂકેલા ભારતે તેમના સંગ્રહમાં આ પાંચમું ટાઇટલ ઉમેર્યું.
- મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ અને પૃથ્વી શૉ પછી આ ટાઇટલ જીતનાર યશ ધૂલ પાંચમો ભારતીય કેપ્ટન બન્યો.
- ભારતે 44.5 ઓવરમાં 189 રનમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
- પ્લેયર ઓફ ધ મેચ:
- ભારતના રાજ અંગદ બાવાને ICC U-19 વર્લ્ડ કપ 2022ની ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
- પ્લેયર ઓફ ધ સિરીઝ:
- દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ કે જેમણે માત્ર 6 ઇનિંગ્સમાં 506 રન બનાવવાના તમામ રેકોર્ડ તોડ્યા, જે અત્યાર સુધીના કોઈપણ U-19 વર્લ્ડ કપમાં કોઈપણ બેટ્સમેન માટે સૌથી વધુ છે, આથી ડેવાલ્ડ બ્રેવિસને તેના રેકોર્ડ-બ્રેક પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
◾️ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરનું નિધન
- સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે 92 વર્ષની વયે નિધન.- તેણીએ વર્ષ 1942માં ગાયિકા તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
- તેણીએ 36થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં અસંખ્ય ગીતો રેકોર્ડ કર્યા છે.
- આય મેરે વતન કે લોગો…., લગ જા ગલે….., યે કહાં આગે હૈ હમ…. અને પ્યાર કિયા તો ડરના ક્યા જેવા સંગીતો આપ્યા.
- તેણીને આપવામાં આવેલ ઍવોર્ડ:
- વર્ષ 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ભારતીય સંગીતમાં તેમના યોગદાન બદલ તેમને વર્ષ 1969માં પદ્મ ભૂષણ અને વર્ષ 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
Download This App For All Subjects Free PDF :- Click Here