Table of Contents
09 January 2022 Current Affairs In Gujarati
09 January 2022 Current Affairs In Gujarati One Liner – 20 Questions
- કેરલ રાજ્ય ફિલ્મ અકાદમીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ રજીત બાલકૃષ્ણનની - આસામ રાઈફલ ઉત્તરના મહાનિરીક્ષક તરીકે મેજર જનરલ કોની નિમણૂક કરાઈ?
✅ વિકાસ લખેરાની - ICICI બેંકના એક્ઝુક્યુટિવ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરાઈ?
✅ અનૂપ બાગચીની - પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોના સંગઠન (OPEC)ના મહાસચવ તરીકે કુવૈતના ક્યા વ્યક્તિની નિમણૂક કરાઈ?
✅ હથમ અસ ઘાઈસની - સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યો તરીકે અલ્બાનિયા,બ્રાઝિલ,ગેબોન,ધાના અને સંયુક્ત આરબ અમીરાત ચૂંટાયા. જેમાં કયો દેશ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્ય તરીકે ચૂંટાયો?
✅ અલ્બાનિયા - જલશક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જલ પુરસ્કાર-2020 માં જલસંરક્ષણ માટે પ્રથમ, બીજો અને ત્રીજો કયા રાજયને આપ્યો?
✅ પરથમ પુરસ્કાર ઉત્તપ્રદેશને,બીજા સ્થાને રાજસ્થાન અને ત્રીજા સ્થાને તામિલનાડુ.
✅ વિવિધ 11 શ્રેણીમાં 57 પુરસ્કારો અપાયા.
✅સર્વશ્રેષ્ઠ જિલ્લો નોર્થ ઝોન-મુઝફ્ફરનગર(ઉત્તરપ્રદેશ)
✅ સર્વશ્રેષ્ઠ જિલ્લો સાઉથ ઝોન-તિરુવનંતપુરમ(કેરલ)
✅ સર્વશ્રેષ્ઠ જિલ્લો ઈસ્ટ ઝોન-પૂર્વી ચંપારણ(બિહાર) અને ગોટ્ટા(ઝારખંડ)
✅સર્વશ્રેષ્ઠ જિલ્લો વેસ્ટ ઝોન-ઈંદોર(મધ્યપ્રદેશ)
✅ ગજરાતને ફાળે આવેલ એવોર્ડ નીચે મુજબ છે
- સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયત-પશ્વિમ ઝોન-તખતગઢ,જિ.સાબરકાંઠા
- સર્વશ્રેષ્ઠ શહેરી સ્થાનિક પ્રશાસન-વાપી
- ચૂટણી પંચે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના ખર્ચમાં વધારો કર્યો.મોટા રાજ્યોમાં લોકસભા માટે ખર્ચની મર્યાદા રૂ.70 લાખથી રૂ.95 લાખ અને નાનાં રાજ્યોમાં રૂ.54 લાખથી 75 લાખની મર્યાદા નિયત કરી.વિધાનસભા માટે મોટા રાજ્યોમાં મર્યાદા રૂ.28 લાખથી 40 લાખ અને નાનાં રાજ્યોમાં રૂ.20 લાખથી 28 લાખની મર્યાદા નક્કી કરી.
- 12 થી 16 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર કેટલામાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું યજમાનપદ પુડુચેરીને સોંપાયું?
✅ 25 મા - ચૂંટણી પંચે કોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી?
✅ સોનૂ સૂદની - ખેલો ઈન્ડિયા-2023નું યજમાનપદ ક્યા રાજયને સોંપાયું આવ્યું છે?
✅ મધ્યપ્રદેશને - ભારત અને અન્ય 5 દેશો-કેનેડા, જાપાન,દક્ષિણ કોરિયા,ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ નો પ્રારંભ થયો તેનું નામ?
✅ ‘સી ડ્રેગન’ - તાજેતરમાં વડા પ્રધાન ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટયૂટ ના ત્રીજા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે તો આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?
✅ પશ્ચિમ બંગાળ - તાજેતરમાં નરેન્દ્ર મોદી દ્વારા રૂપિયા 1850 કરોડની 13 પરિયોજનાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?
✅ મણિપુર - તાજેતરમાં ભારત અને તુર્કમેનિસ્તાન વચ્ચે કયા ક્ષેત્રમાં કરાર કરવામાં આવ્યા ?
✅ આપત્તિ વ્યવસ્થાપન - નારી શક્તિ પુરસ્કાર 2021 ની ઘોષણા કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી ?
✅ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય - સમગ્ર દેશમાં રૂફટોપની ક્ષમતામાં ગુજરાત રાજ્યનો હિસ્સો કેટલા ટકાએ પહોંચી ગયો છે?
✅ 25 - ગુજરાત વીજ નિયમન પંચ ‘જર્ક’ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
✅ અનીલ મુકિમ - વન્ય પ્રાણીથી થતાં માનવમૃત્યુમાં વ્યક્તિદીઠ સહાયની રકમ રૂ. 1 લાખ વધારીને કેટલી કરી?
✅ 5 લાખ - સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન પૉલિસી-2.0 કયા વર્ષ સુધી લંબાવવામાં આવી?
✅ વર્ષ 2027 - તિઆનગોંગનો અર્થ શો થાય?
✅ સવર્ગીય મહેલ
Join Us On Telegram :- Click Here
09 January 2022 Current Affairs In Gujarati Detailed Articles
◾️ ગજરાત સોલાર રૂફટોપમાં દેશમાં પ્રથમ સ્થાને જ્યારે સોલાર ક્ષમતામાં ત્રીજા નંબરે
- દેશમાં સોલાર ઊર્જાની ક્ષમતા ઊભી કરવામાં 30 નવેમ્બર, 2021ની સ્થિતિએ રાજસ્થાન પ્રથમ ક્રમે, કર્ણાટક બીજા ક્રમે અને ગુજરાત ત્રીજા ક્રમે છે, પરંતુ રૂફટોપમાં ક્ષમતા ઊભી કરવામાં 31 ડિસેમ્બર, 2021ની સ્થિતિએ ગુજરાત 1640 મેગાવોટની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
- સમગ્ર દેશમાં રૂફટોપની ક્ષમતામાં ગુજરાત રાજ્યનો હિસ્સો 25 ટકાએ પહોંચી ગયો છે.
- સોલાર રૂફટોપમાં ૩.19 લાખ ઘરો ઉપર લગાવેલી પેનલોની કુલ ક્ષમતા 1229 મેગાવોટની છે, જે પૈકી 1 હજાર મેગાવોટની ક્ષમતા તો છેલ્લાં બે વર્ષમાં ઊભી થઈ છે.
- સોલાર રૂફટોપ માટે ગુજરાત રાજ્ય સરકારે સૂર્ય-ગુજરાત નામની યોજના ઑગસ્ટ, 2019થી લૉન્ચ કરી છે, જેમાં અત્યારસુધી 1029 મેગાવોટની ક્ષમતા ઊભી થઈ ચૂકી છે.
◾️ તિઆનગોંગ સ્પેસ સ્ટેશન
- તાજેતરમાં ચીને સંયુક્ત રાષ્ટ્રને એલોનમસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટ અંતર્ગત લૉન્ચ કરેલ ઉપગ્રહ દ્વારા તિઆનગોંગ સ્પેસ સ્ટેશનને નુકસાન કરવાની ફરિયાદ કરી. આ સિવાય ચીને પોતાના સ્પેસ સ્ટેશન અને ત્રણ અંતરીક્ષ યાત્રિકોને અમેરિકાથી સલામત રાખવા માટે પણ અપીલ કરી.
- તિઆનગોંગ સ્પેસ સ્ટેસનને ચીનની ચાઈનીઝ મેન્ડ સ્પેસ એજન્સી (CMSA) દ્વારા લૉ અર્થ ઓરબીટમાં તૈયાર કરવામાં આવશે.
- તિઆનગોંગનો અર્થ :- સ્વર્ગીય મહેલ
- May, 2021માં આ સ્ટેશનનું પહેલું મોડ્યુલ (Tianhe) સ્પેસમાં મોકલાયું હતું.
- આ સ્ટેશન ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી આકારમાં નાનું અને વજનમાં લગભગ 5ગણુ ઓછું છે.
- આ સ્પેસ સ્ટેશનમાં ત્રણ અંતરીક્ષ યાત્રિકો રાખી શકાશે.
- વર્ષ 2022ના અંત સુધીમાં ચીન દ્વારા આ સ્પેસ સ્ટેશન કાર્ય પૂર્ણ થશે.
◾️ તરિપુરા ટર્મિનલ મહારાજા વીર વિક્રમ એરપોર્ટ
- તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રિપુરા રાજધાની અગરતલામાં મહારાજા વીર વિક્રમ એરપોર્ટ પર સંકલિત ટર્મિનલનું ઉદઘાટન કર્યું. આ સિવાય બે ચાવીરૂપ પહેલ ‘મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના’ તથા ‘વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટ : 100 મિશન’ લૉન્ચ કર્યા.
- ત્રિપુરામાં આ પહેલા ફેબ્રુઆરી 2018માં રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ‘હીરા મોડેલ’ રજૂ કર્યું હતું. “હાઈવે માટે H, ઈન્ટરનેટ માટે I, રેલવે માટે R અને એરવેજ માટે A” તેવ અર્થ HIRAનો થાય છે જેમાં ત્રિપુરા પ્રોગ્રેસ કરી રહ્યું છે.
આ ટર્મિનલ ઉદઘાટન સમારોહમાં પી.એમ. મોદી, મુખ્યમંત્રી દેબ, કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન જ્યોતિરાદિત્ય સિંધિયા, ત્રિપુરા નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેબ બર્મન ઉપસ્થિત રહ્યા હતા. - આ એરપોર્ટ ટર્મિલન માટે અંદાજીત ખર્ચ રૂ. 450 કરોડ રહેશે.
- 30,000 વર્ગમીટરમાં ફેલાયેલ આ ભવન અતિઆધુનિક આઈટી નેટવર્ક પ્રણાલીથી સજ્જ હશે.
- વીજળી આવશ્યકતાઓને પૂર્ણ કરવા એક સૌર ઊર્જા યુનિટ પણ સ્થાપવામાં આવ્યું.
- ટર્મિનલમાં સ્થાનિક વાંસકળાને પણ મહત્ત્વ આપી હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન આપેલ છે.
- સ્થાનિક વાસ્તુકલા માધ્યમથી સ્થાનિક હસ્તકલા સાથે ઉનાકોટિ પહાડ મૂર્તિના શિલ્પસ્થાપત્યકળાનો અનુભવ આ ટર્મિનલ દ્વારા થશે.
◾️ ચર્ચામાં: ક્રિપ્ટો ATM
- ક્રિપ્ટો ATMની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી.
- આ ATM રોકડ રકમને ક્રિપ્ટો કરન્સીમાં બદલવા ઉપયોગમાં લેવામાં આવે છે.
- આ ATMમાં ક્રિપ્ટો કરન્સી ખરીદ-વેચાણ ઉપયોગની છૂટ પણ આપવામાં આવેલ છે.
- આ ATM બીટકોઇન ATMના નામે પણ ઓળખાય છે.
- આ ATMથી સીધો જ ક્રિપ્ટો કરન્સી ઉપયોગકર્તાના વોલેટમાં મોકલી શકાય છે તથા QR કોડ દ્વારા વોલેટમાં મેળવી પણ શકાય.
- આ ATM ‘બ્લોકચેઇન બેઝડ’ હોય છે.
- આ ATMની લેવડ-દેવડ તેમાં સમાવિષ્ટ ઇન્ટરનેટ ક્રિપ્ટકરન્સી પોર્ટલ દ્વારા પ્રતિબંધિત હોય છે.
◾️ રાષ્ટ્રીય યુવા મહોત્સવ – 2022
- તાજેતરમાં 12 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુડુચેરીમાં 25માં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ માટે પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ પસંદગી યજમાન તરીકે થઈ છે.
- પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન છે.
- કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી પુડુચેરીમાં આયોજિત કાર્યક્રમોમાં દેશભરમાંથી 7000થી વધુ યુવાનો ભાગ લેશે.
- આ સિવાય ઇસ્ટ કોસ્ટ રોડ પર કરૂવાદિકુપ્યમ્ ખાતે સ્થપાયેલ કામરાજ મણીમંડપનું ઉદ્ઘાટન કરવાનું પણ આયોજન છે.
- તા.12 જાન્યુઆરી 2022થી 16 જાન્યુઆરી 2022 પાંચ દિવસીય રાષ્ટ્રીય યુવા મહોત્સવનો લોગો અને શુભંકર ‘સક્ષમ યુવા-સશક્ત યુવા’ છે.
- આ મહોત્સવ સ્વામી વિવેકાનંદના જન્મદિવસે ઊજવવામાં આવે છે.
◾️ સમાર્ટ સિટી મિશન ‘SAAR’ સાર
- આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય શહેરી બાબતોની રાષ્ટ્રીય સંસ્થા અને દેશની અગ્રણી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની સંયુક્ત પહેલ-સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા SAAR ‘સ્માર્ટ સિટીઝ ઍન્ડ એકેડેમિયા ટુવાર્ડ્ઝ એક્શન ઍન્ડ રિસર્ચ’ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો.
- આ પ્રોગ્રામ હેઠળ દેશની 15 પ્રિમિયર આર્કિટેક્ચર ઍન્ડ પ્લાનિંગ સંસ્થાઓ સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા હાથ ધરવામાં આવેલા સીમાચિહ્ન પ્રોજેક્ટ્સના દસ્તાવેજીકરણ માટે સ્માર્ટ સિટીઝ સાથે કાર્ય કરશે.
SAAR પ્રોજેક્ટ હેઠળ પરિકલ્પિત પ્રથમ પ્રવૃત્તિ સ્માર્ટ મિશન હેઠળ ભારતના 75 સીમાચિહ્નરૂપ શહેરી પ્રોજેક્ટ્સનું કમ્પેન્ડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. - આઝાદી અમૃત મહોત્સવ હેઠળ આ પ્રોજેક્ટ પ્રેક્ટીશનરી, શિક્ષણવિદો, તકસંધાન કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે 75 શહેરોમાં કરવામાં આવેલું કમ્પેન્ડિયમ લૉન્ચિંગ છે.
◾️રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન
- જળશક્તિ મંત્રાલયના ઉપરી સચિવ શ્રી જી. અશોકકુમાર એ જળશક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય સ્વચ્છગંગા મિશનના નવા મહાનિર્દેશક રૂપે પદભાર સંભાળ્યો.
- શ્રી કુમાર ભારતીય પ્રશાસનિક સેવા તેલંગણા કેડરના 1991 બેચના અધિકારી છે.
- આ અગાઉ તેઓએ નાગરિક વિમાન ઉડ્ડયન મંત્રાલય સંયુક્ત સચિવ તથા વિદ્યુત મંત્રાલય નિર્દેશક તરીકે મહત્વપૂર્ણ પદ સંભાળ્યા હતા.
- તેઓએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના કાર્યકારી નિર્દેશક તરીકે પણ કાર્ય કરેલું.
- સ્વચ્છ ગંગા મિશન પહેલા તેઓએ રાષ્ટ્રીય જળ મિશનના મિશન નિર્દેશક તરીકે કાર્ય કરેલ. તેમના પ્રેરક કાર્ય ‘જળ શક્તિ અભિયાન કોચ ધ રેઈન’ દ્વારા 9.5 લાખથી વધુ જળસંરક્ષણ અને જળસંરચનાને મંજૂરી મળી. આ માટે તેમનું લોકપ્રિય ઉપનામ ‘ધ રેન મેન ઑફ’ આપવામાં આવ્યું.
- જળદક્ષતા અને ઉપયોગ સુધારા માટે તેઓએ ‘જળ વાર્તા’ તથા ‘વૉટર ટેક વાર્તા’ બધા રાજ્યો માટે બજેટ તથા નવા સિંચાઈ યુનિટ તેમના નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યા.
- તેમના સન્માનમાં જનકમવેટ (તેલંગાણા)માં એક સરોવરનું નામ ‘અશોકસાગર’ રાખવામાં આવ્યું.
- તેઓ ઇન્ડિયા સ્માર્ટ ગ્રીક ફોરમના સંસ્થાપક પણ છે.
◾️ પાંચ વર્ષની નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન પૉલિસી લૉન્ચ
- અમદાવાદ શહેર સ્થિત સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત એજ્યુકેશન સમિટ 2022ના ભાગરૂપે આયોજિત બે દિવસીય ઇન્ટરનૅશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂશનનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો.
- તેમજ મુખ્યમંત્રી દ્વારા નવી શિક્ષણ નીતિના રોડમૅપ તથા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP-2.0)નું લૉન્ચિંગ કરાયું હતું.
- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પૉલિસી 2.0 ધોરણ 6થી Ph.D સુધીનાં બાળકો, યુવાઓના નવોન્મેષ વિચારો અને સંશોધનને નવી રાહ આપશે.
- સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન પૉલિસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2017થી પાંચ વર્ષ માટે અમલમાં મુકાઈ હતી. જેનો સમયગાળો 10 જાન્યુઆરી, 2022ના રોજ પૂર્ણ થશે.
- નવી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન પૉલિસી 2.0નો સમય ગાળો: જાન્યુઆરી,2022થી માર્ચ, 2027 સુધીનો રહેશે.
- છેલ્લા બે વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ પર્ફોમન્સ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ નંબરે છે.
◾️હિંસક વન્ય પ્રાણીઓથી થતાં માનવમૃત્યુમાં વળતર-સહાયની રકમમાં વધારો
- રાજ્ય સરકારે વન્ય પ્રાણીથી થતાં માનવમૃત્યુમાં વ્યક્તિદીઠ સહાયની રકમ રૂ. 1 લાખ વધારીને રૂ. 5 લાખ કરી.
- આ સાથે વન્ય પ્રાણીઓથી ઇજાના કિસ્સામાં પણ વળતર-સહાયની રકમમાં વધારો કરાયો છે.
- સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરુ, ઝરખ અને જંગલી ભૂંડ જેવાં વન્ય પાણીઓ દ્વારા માનવ ઇજામાં 40થી 60 ટકા અપંગતામાં રૂ. 1 લાખ વળતર અને 60 ટકાથી વધુ અપંગતામાં રૂ. 2 લાખનું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- આવા હિંસક પ્રાણીઓ દ્વારા પશુ મૃત્યુમાં ગાય-ભેંસ માટે રૂ.50 હજાર, ઊંટ માટે રૂ. 40 હજાર, અને ઘેટાં-બકરાં માટે રૂ. 5 હજાર સહાય વળતર આપવામાં આવશે.
◾️અનિલ મુકિમે ‘જર્ક’ના ચૅરમૅન તરીકે શપથ બાદ હોદ્દો સંભાળ્યો
- ગુજરાત વીજ નિયમન પંચ ‘જર્ક’ (GERC)ના નવા અધ્યક્ષ તરીકે નિવૃત્ત મુખ્ય સચિવ અનિલ મુકિમે હોદ્દાના તથા ગુપ્તતાના શપથ લીધા.
- બાદમાં તેમણે ગિફ્ટસિટી સ્થિત જર્કની કચેરીમાં હોદ્દો સંભાળ્યો હતો.
- શપથવિધિમાં CMOના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન્, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ચારેય વીજ વિતરણ કંપનીઓના એમ.ડી., જર્કના અન્ય બે સભ્યો-મેહુલ ગાંધી અને એસ. આર. પાંડે, ઊર્જા વિભાગના મંત્રીઓ હાજર રહ્યા હતા.
Also Check :- All Government job vacancies