Table of Contents
10 January 2022 Current Affairs In Gujarati
10 January 2022 Current Affairs In Gujarati One Liner Questions
- હાલમાં જ ભારતીય માનક બ્યુરો એ તેનો કેટલામો સ્થાપના દિવસ 6 જાન્યુઆરી 2021નાં રોજ ઉજવ્યો હતો ?
✅ 75મો - કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓપન રોક સંગ્રહાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે ?
✅ હદરાબાદ - હાલમાં જ ઉપયોગકતાં ટ્રેકિંગ પર કયાં દેશએ ગૂગલ અને ફેસબુક પર 210 મિલિયન યૂરોનો દંડ લગાવ્યો છે ?
✅ ફરાંસ - હાલમાં જ ટોચની 10 વૈશ્વિક સૂચિમાં સામેલ થવાવાળું ભારતનું એકમાત્ર એરપોર્ટ કર્યું બન્યું છે?
✅ ચન્નાઇ એરપોર્ટ . - નીચેનામાંથી કોના દ્વારા ‘મમતા બિયોન્ડ 2021’ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે ?
✅ જયંત ઘોષ - કયા શહેરમાં બે દિવસીય દક્ષિણ એશિયાઇ પરામર્શ બેઠક કયાં શરૂ કરવામાં આવી છે?
✅ નવી દિલ્લી - હાલમાં જ ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર નજર રાખવા માટે દેશનાં પ્રથમ ક્રિપ્ટો ઇન્ડેકસ 1c15 કોણે લોન્ચ કર્યું છે ?
✅ Crypto wire - હાલમાં જ કયાં ભારતીય મૂળના અમેરિકન રાજનાયિકાને USIBCનાં અધ્યક્ષનાં રૂપમાં નિમવામાં આવ્યાં છે ?
✅ અતુલ કેશપ - કોણે અસમ રાઇફલ્સ (ઉતર)નાં 20માં IGનાં રૂપમાં પદભાર સંભાળ્યો છે ?
✅ વિકાસ લખેરા - કયાં રાજયનાં મુખ્યમંત્રીએ સ્ટ્રડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 લોન્ચ કર્યું છે ?
✅ ગજરાત - વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ક્યા દિવસ ને બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યું?
✅ 26 ડિસેમ્બર - એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણુક કરવામાં આવી?
✅ ઉર્જીત પટેલ - સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રથમ ચેરમેન કોણ હતા?
✅ જોન મથાઈ - વિદ્યાજ્યોતિ શાળા પ્રોજેક્ટ અને મહારાજા વીર વિક્રમ એરપોર્ટ ટર્મિનલ ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ?
✅તરિપુરા - Covid-19નો ઓમિક્રોન પછી નવો વેરીએંટ IHU કયા દેશમાં જોવા મળ્યો છે?
✅ ફરાન્સ - ક્રિપ્ટો ATM બીજા કયા નામે ઓળખાય છે?
✅ બીટકોઇન ATM - 25મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં થશે?
✅ પડુચેરી - સ્માર્ટ સિટીઝ મિશન દ્વારા કયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો?
✅ SAAR - Siemplifyની સ્થાપના 2015માં કયા દેશમાં કરવામાં આવી હતી?
✅ ઇઝરાયલ
10 January 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs
◾️ સજલ ડ્રીંક ફ્રોમ ટેપ મિશન :ઓડિશા
- ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા કટકમાં સુજલ ડ્રીંક ફ્રોમ ટેપ મિશન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
- તેનો હેતુ કટક નિવાસીઓને 24 કલાક પીવાનુંપાણી પૂરું પાડવાનો છે.
- આ યોજનાનું બજેટ રૂપિયા 7.90 કરોડ છે. કટકના 1.4 લાખ પરિવાર આ યોજનાથી લાભાન્વિત થશે.
- કટકના બે ઝોન બનાવી આ યોજનાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર2030 સુધીમાં આ યોજના નો વિસ્તાર કરવામાં આવશે.
- આ સિવાય મુખ્યમંત્રીશ્રીએ રૂપિયા 430 કરોડ બજેટના ૩ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
◾️ નાગાલેન્ડમાં કલાઉડેડ લેપર્ડ જોવા મળ્યા
- તાજેતરમાં શોધખોળ કરતાં દ્વારા નાગાલેન્ડની ખૂબ ઉંચાઈ પર પહાડીઓમાં કલાઉડેડ લેપર્ડ વિચરણ કરતાં દેખાયા.
- શોધખોળના તારણ અને પરિણામને કેટ ન્યુઝ આઈ.યુ.સી.એન એસએસસી કેટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપનું વાર્ષિક ન્યૂઝલેટર 2021 ના અંકમાં પ્રસારિત કરવામાં આવ્યું.
- નાગાલેન્ડ જાતી સમુદાય ની એક પહાડી પર ખૂબ ઉંચાઈએ તે જોવા મળ્યા.ઊંચાઈ નો ઉલ્લેખ અહીં એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આટલી ઉંચાઈ સુધી વિશ્વમાં કોઈ જ પ્રાણી અત્યાર સુધીમાં જોવા મળ્યું નથી.
- દિલ્હી સ્થિત એક વન્યજીવ સંરક્ષણ સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થાએ આ શોધખોળનું નેતૃત્વ કર્યું.
કલાઉડેડ લેપર્ડ વિશે: - તેનું વૈજ્ઞાનિક નામ નિયોફેલીસ નેબુલોસા છે.
- આ એક બિલાડી પરિવારનું ફેલીડ આકારનું પ્રાણી છે.
- તે જંગલી બિલાડીઓમાં સૌથી નાનું પ્રાણી છે.
- તેને IUCNના રેડ લિસ્ટ માં લુપ્ત થતી સંકટ પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવ્યું છે.
- આ સિવાય અગાઉ સિક્કિમમાં (3720m)ભૂતાનમાં (3600m)નેપાળમાં (3140m) રાજ્ય રક્ષિત ક્ષેત્રોમાં આ પ્રાણી જોવા મળેલ.
◾️ OBC & EWS ક્વોટા માટે સુપ્રીમ કોર્ટ નિર્ણય જાહેર
- તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા neet pg કાઉન્સિલ 2021 EWSતથા OBC quota માટે નિર્ણય આપવામાં આવ્યો.
- આ કેસ સુનાવણી જસ્ટિસ ડિ વાય ચંદ્રચુડ તથા જસ્ટિસ જે એસ બોપન્નાની આગેવાની હેઠળ કરવામાં આવી.
- સ્નાતક અને અનુસ્નાતક બંને અભ્યાસક્રમો માટે કાઉન્સેલિંગ સત્રની શરૂઆત કરવાની રજા મંજૂરી આપવામાં આવી.
- 2021 -22 માટે OBCઆરક્ષણ 27% અને EWSઆરક્ષણ 10% યથાવત રાખવામાં આવ્યું.
- 29 જુલાઈ 2021 સરકારી સૂચના all india quota મેડિકલ સીટ માં 27%OBC તથા 10% EWS કવોટાની જોગવાઈ સમાવિષ્ટ હતી.
- EWS શ્રેણી માપદંડોનો ઉપયોગ કરનાર એવા ઉમેદવારો ની ઓળખ કરવામાં આવશે જે સત્ર 2021માં NEET UG તથા NEET PG માટે ઉપસ્થિત રહ્યા હતા.
- EWS ઉમેદવારની ઓળખ માટે આઠ લાખ રૂપિયા વાર્ષિક આવક માપદંડ વિશે માર્ચ 2022ના ત્રીજા સપ્તાહમાં સુનવણી કરવામાં આવશે.
◾️ ભારત કૌશલ્ય અહેવાલ 2022
- ભારત કૌશલ્ય અહેવાલ (ISR) 2022 ની 9મી આવૃત્તિ, વ્હીબોક્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી.
- મહારાષ્ટ્રએ સૌથી વધુ મતદાન સાથે રાજ્યોની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
- ISR 2022 ની થીમ – ‘ફ્યુચર ઓફ વર્કનું પુનઃનિર્માણ અને પુનર્નિર્માણ’.
- ભારત કૌશલ્ય અહેવાલ એ વિકસતા ભારતમાં પ્રતિભાની માંગ અને પુરવઠાને સંલગ્ન કરવા માટે કાર્ય, શિક્ષણ અને કૌશલ્યના ભાવિ વિશેનો સંપૂર્ણ અહેવાલ છે.
- ભારત કૌશલ્ય અહેવાલ 2022 મહત્તમ ભરતી પ્રવૃત્તિ સાથેના રાજ્યો: મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ એ 3 રાજ્યો છે જ્યાં નોકરીની માંગ વધુ છે.
- પુણે એ સૌથી વધુ રોજગારી સંસાધનો ધરાવતું શહેર છે જેમાં 78% પરીક્ષાર્થીઓ 60 ટકાથી વધુ સ્કોર કરે છે.
- સૌથી વધુ રોજગારી સાથે ટોચના 5 રાજ્યો:
1 મહારાષ્ટ્ર, 2 ઉત્તર પ્રદેશ, 3 કેરળ, 4 પશ્ચિમ બંગાળ, 5 કર્ણાટક
◾️ BIS – બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ -75 વર્ષ
➜ 6 જાન્યુઆરી – 75 વર્ષ પૂર્ણ
➜ BIs 1947 માં ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે અસ્તિત્વમાં આવ્યું.
➜ ગ્રાહક બાબતોના મંત્રાલય, ખાધ અને જાહેર વિતરણ અને Bis)ના અધિકારીઓને સંબોધિત કરીને કહ્યું, “વડાપ્રધાને 3S- સ્પીડ,
સ્કેલ અને સ્કેલનો ખ્યાલ આપ્યો હતો હવે તેને 4S- સ્પીડ, સ્કિલ, સ્કેલ અને સ્ટાન્ડર્ડ્સમાં બદલવાનો સમય આવી ગયો છે.
➜ ભારતમાં બ્રિટિશ શાસનના સંધિકાળના વર્ષોમાં, જ્યારે દેશને ઔધોગિક માળખાના નિર્માણના વિશાળ કાર્યનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ઇન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ (ભારત) દ્વારા BIs બંધારણનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કર્યો
➜ ૩ સપ્ટેમ્બર 1946ના રોજ ઉધોગ અને પુરવઠા વિભાગે એક મેમોરેન્ડમ બહાર પાડ્યું. જેમાં ઔપચારિક રીતે ભારતીય માનક સંસ્થા (ISI) નામની સંસ્થાની સ્થાપનાની જાહેરાત.
➜ 6ઠ્ઠી જાન્યુઆરી 1947 ના રોજ અસ્તિત્વમાં આવ્યું અને જૂન 1947 માં ડૉ. લાલ સી. વર્મને તેના પ્રથમ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો.
➜ 26 નવેમ્બર 1986ના રોજ સંસદના અધિનિયમ દ્વારા, 1 એપ્રિલ 1987 ના રોજ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અસ્તિત્વમાં આવ્યું.
➜ જે વ્યાપક અવકાશ અને વધુ સત્તાઓ સાથે સંસદના અધિનિયમમાં સત્તાઓ મળી – અગાઉના Isl સ્ટાફ, અસ્કયામતો, જવાબદારીઓ અને કાર્યોનો કબજો લેવો.
➜ આ પરિવર્તન દ્વારા, સરકારે ગુણવત્તાયુક્ત સંસ્કૃતિ અને સભાનતા અને ધોરણોના ઘડતર અને અમલીકરણમાં ગ્રાહકોની વધુ ભાગીદારી માટેનું વાતાવરણ બનાવવાની કલ્પના કરી.
◾️ સુંદરલાલ બહુગુણા
➜ ઉત્તરાખંડના તહેરી ગઢવાલ જિલ્લાના મરોડા ગામમાં 9 જાન્યુઆરી 1927 ના રોજ સુંદરલાલ બહુગુણાનો જન્મ થયો.
➜ તેઓ હિમાલયના રક્ષક અને વૃક્ષમિત્ર તરીકે જાણીતા હતા.
➜તેઓ એક પ્રખર પર્યાવરણવિદ હતા. ૪ મે 2021માં જ તેઓનું નિધન થયુ.
➜ ઈ.સ. 1973-74માં હિમાલયના વૃક્ષોને કાપતા રોકવા માટે તેઓએ ચિપકો આંદોલન’ ની શરૂઆત કરેલી.
➜ આ આંદોલનનું વિચારબીજ તેઓના પત્નિ વિમલા બહુગુણાનુ હતુ.
➜ આ આંદોલન હાલના ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લામાં શરૂ થયેલ. સુંદરલાલ, ગાંધીજીના વિચારોથી પ્રેરિત હતા અને લગ્ન પણ એ શરતે કરેલા કે તેઓ ગામડામાં આશ્રમ સ્થાપશે અને ગામડાના લોક વચ્ચે રહેશે.
➜ તેઓ 5000 કિ.મી. જેટલો પગપાળા પ્રવાસ હિમાલયમાં થયેલા નુકસાનને જોવા માટે કરેલો.
ઇ.સ. 1995માં તહેરી ડેમના વિરોધમાં તેઓએ ઉપવાસ આંદોલન કરેલ.
➜ તેઓને પદ્મ શ્રી, પદ્મવિભૂષણ, રાઇટ લીવલીહુડ એવોર્ડ અને IIT રૂરકી દ્વારા સમાજ શાસ્ત્ર વિષયમાં ડોક્ટરની માનદ ડિગ્રી મળેલી હતી.
◾️ પ્રવાસી ભારતીય દિવસ
➜ પ્રવાસી ભારતીય દિવસ દર બે વર્ષમાં એક વખત ભારત સરકાર સાથે વિદેશી ભારતીય સમુદાયના જોડાણને મજબૂત કરવા અને તેમને તેમના મૂળ સાથે ફરીથી જોડવા માટે ઉજવવામાં આવે છે.
➜ ઇ.સ.1915માં 9 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા થી મુંબઈ ગાંધીજી પરત આવવાની યાદમાં ઉજવાય.
➜ L.M. સિંઘવી સમિતી દ્વારા આ દિવસની ભલામણ કરવામાં આવેલ.
➜ જે ગત વર્ષ-2021 માં આ દિવસનું આયોજન વર્ચ્યુઅલી થયુ હતુ.
➜ 2021 થીમ – Contributing to Aatm Nirbhar Bharat
➜ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એ બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળની વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.
➜ રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે 30 લોકો/ સંસ્થાને પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર અપાય છે.
નોધ :- તમામ પોસ્ટ સ્પર્ધાત્મક ક્ષેત્રના પોપુલર ચેનલ પરથી લેવામા આવેલ છે.
Find Here – January Month All Days Current Affairs :- Click Here
Join Us On Telegram :- Click Here