11 January 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

11 January 2022 Current Affairs In Gujarati

11 January 2022 Current Affairs One Liner Questions

  1. પિલર ઓફ શેમ’ (Pillar of shame) સ્મારક જે તાજેતરમાં સમાચારોમાં હતું. તે કયા દેશ અથવા પ્રદેશમાં સ્થિત છે?
    ✅ હોંગકોંગ
  2. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં ટોકનાઈઝેશન નિયમો કઈ તારીખ સુધી લંબાવ્યા છે?
    ✅ 30 જૂન, 2022
  3. તાજેતરમાં ચર્ચામાં રહેલ બેલાગાવી સીમા વિવાદ કયા રાજ્યો સાથે સંકળાયેલ છે?
    ✅ મહારાષ્ટ્ર-કર્ણાટક
  4. પી.એન. પનીકર જેની પ્રતિમાનું તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું તેઓ કયા આંદોલન સાથે સંકળાયેલા હતા?
    ✅ સાક્ષરતા અને પુસ્તાકાલયો
  5. કયા કેન્દ્રીય મંત્રાલયે ‘Star Rating Protocol of Garbage Free Toolkit 2022 લોન્ચ કર્યું છે?
    ✅ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે
  6. તાજેતરમાં કયા દેશે “સિર્કોન હાઈપરસોનિક સિસ્ટમ’ લોન્ચ કરી છે?
    ✅ રશિયા
  7. ….. અનુસાર ભારત 2022 સુધીમાં ફ્રાન્સને પાછળ રાખીને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરશે અને વર્ષ 2031 સુધીમાં ત્રીજી સૌથી મો ટી અર્થવ્યવસ્થા બની જશે?
    ✅ CEBR

(CEBRનું પૂરું નામ સેન્ટર ફોર ઈકોનોમિકસ એન્ડ બિઝનેસ રિસર્ચ છે. તે એક આર્થિક નીતિ અને આગાહી સંશોધન કેન્દ્ર છે. તેનું મુખ્યમથક અમેરિકામાં આવેલ છે. આ અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 2030માં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. જેમાં હવે સુધારો કર્યો છે.)

  1. તાજેતરમાં કયા દેશે ‘Zhiyuan-102E’ નામનો એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ લોન્ચ કર્યો છે?
    ✅ ચીન
  2. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ ઓગસ્ટ 2022માં ‘સાઈકે મિશન” શરૂ કરવાની જાહેરાત કરી છે. જે 16 સાઈક નામના વિશાળ મેટાલિક એસ્ટરોઈડને શોધવા માટે “મેઈન એસ્ટરોઈડ બેલ્ટ’માં લોન્ચ કરવામાં આવેલું પહેલું
    મિશન હશે ?
    ✅ NASA
  3. કયા દેશે વિશ્વની પ્રથમ ‘AI Prosecutor’ વિકસાવ્યો છે?
    ✅ ચીન
    (ચીનના વૈજ્ઞાનિકોએ વિશ્વનું પ્રથમ એવું મશીન વિકસાવ્યું છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોકો પર કાર્યવાહી કરી શકે છે. વૈજ્ઞાનિકોના મતે AI પ્રોસીક્યુટર 97%થી વધુ ચોકસાઈ સાથે લોકો સામે કાર્યવાહી
    કરી શકે છે.)
  4. ઈન્ડિયા આઉટ’ અભિયાન કયા દેશ સાથે સંબંધિત છે?
    ✅ માલદીવ
  5. સાહિબજાદા દિવસ ઉજવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
    ✅ ઉત્તરપ્રદેશ
    (ઉત્તરપ્રદેશે તાજતેરમાં ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રો (સાહિબજાદાઓ)ની શહાદતની યાદમાં સાહિબજાદાnદિવસની ઉજવણી કરી છે.)
  6. રેટિંગ એજન્સી ICRA અનુસાર નાણાકીય વર્ષ 2022 ભારતનો અંદાજિત વાર્ષિક વૃદ્ધિ દર કેટલો રહેશે?
    ✅ 9 ટકા
  7. “ફ્રોઝન ટારડીગ્રેડ” શું છે, જે તાજેતરમાં સમાચારોમાં હતું ?
    ✅ માઇક્રોસ્કોપિક બહુકોષીય સજીવો
  8. તાજેતરમાં સમાચારોમાં રહેલ એડવર્ડ ઓ વિલ્સન કોણ છે ?
    ✅ જીવવિજ્ઞાની
  9. કયું કેન્દ્રીય મંત્રાલય “ગ્રામ ઉજાલા કાર્યક્રમ’ લાગુ કરી રહ્યું છે.
    ✅વિધુત મંત્રાલય
  10. ચેન્નઈનો કયો ખિલાડી ભારતનો 73 મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર બન્યો?
    ✅ ભરત સુબ્રહ્મણ્યમ
  11. ગૃહ મંત્રાલયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પંજાબ-યાત્રા દરમિયાન સલામતી માં રહી ગયેલ કથિત ચૂકની તપાસ માટે કેન્દ્રીય સુરક્ષા સચિવ તરીકે કોની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતી બનાવી?
    ✅ સધીરકુમાર સકસેનાની
  12. હાલમાં ક્યા દેશે 18 વર્ષથી નાની ઉંમરની છોકરીઓના લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાનૂન બનાવ્યો?
    ✅ ફિલિપાઈન્સે
  13. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શિખોના કેટલામાં ગુરુ ગોવિંદસિંહના પુત્રોની શહાદતની સ્મૃતિમાં 26 ડિસેમમ્બરને ‘વીર બાલ દિવસ’ તરીકે ઊજવવાનું નક્કી કર્યું?
    ✅ 10 મા
  14. કેન્દ્રીય કૃષિ લાગત અને મૂલ્ય આયોગના અધ્યક્ષ તરીકે કોની ફરીથી નિમણૂક કરાઈ?
    ✅ વિજય પૉલ શર્માની
  15. ઓસ્કાર એવોર્ડ વિજેતા મર્લિન બર્ગમેનનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ હતા?
    ✅ સગીતકાર
  16. ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ-DPIIT એ 10 થી 16 જાન્યુઆરી 2022 સુધી ક્યા સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો?
    ✅ સટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન
  17. સ્પેનિશ ટેનિસ સ્ટાર ખેલાડી રાફેલ નડાલે સમર સેટ વન ટૂનામેન્ટની ટ્રોફી જીતીને કારકીર્દિનો કેટલામો ખિતાબ જીત્યો.?
    ✅ 89 મો
  18. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઊજવાય છે?
    ✅ 10 જાન્યુઆરી
  19. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણે ની આજીવન કેબિનેટ મંત્રી હોદો આપવામાં આવ્યો?
    ✅ ગોવા
  20. તાજેતરમાં ઓડિશાના કયા શહેરમાં સુજલ ડ્રીંક ફ્રોમ ટેપ મિશનની શરૂઆત કરવામાં આવી?
    ✅ કટક
  21. તાજેતરમાં કયા પૂર્વીય રાજ્યના પહાડી વિસ્તારમાં ખૂબ ઉંચાઈએ ક્લાઉડેડ લેપર્ડ જોવા મળ્યા?
    ✅ નાગાલેન્ડ
  22. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા neet pg counselling માટે કયા અભ્યાસક્રમો માટે કાઉન્સેલિંગ ની રજા મંજૂરી આપવામાં આવી?
    ✅ સનાતક, અનુસ્નાતક
  23. ભારત કૌશલ્ય અહેવાલની કેટલામી આવૃત્તિ પ્રદર્શિત કરવામાં આવી?
    ✅ 9મી
  1. તાજેતરમાં ક્યા રાજ્યમાં લોક્સંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો?
    ✅ સિક્કિમ
  2. . તાજેતરમાં ક્યા દેશના કૃત્રિમ સૂર્ય” તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્ડ સુપર કન્ડકિટંગ ટીકામક (EAST)એ 1050 સેકન્ડ માટે વિક્રમી 70 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું?
    ✅ચીન
  3. નિર્ભયા કઢી’ અભિયાન ક્યા રાજ્ય સાથે સંબંધિત છે?
    ✅ઓડિશા
  4. મિશન જીવન રક્ષા…. સાથે સંબંધિત છે.
    ✅ ભારતીય રેલવે
  5. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ભારતમાં શાળાના બાળકોને યુદ્ધ નાયકોનો પરિચય કરાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
    ✅ વીર ગાથા પ્રોજેક્ટ

11 January 2022 Current Affairs One Liner Questions

◾️ વિલ સ્મિથે ‘કિંગ રિચાર્ડ’ માટે તેના પ્રથમ ગોલ્ડન ગ્લોબ્સ જીત્યો

• ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૨૨ એવોર્ડ સમારોહ ૯ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ યોજાયો હતો.

• ધ પાવર ઓફ ધ ડોગને બેસ્ટ ફિલ્મ (ડ્રામા) જીતી હતી.

• જેન કેમ્પિયનને ‘ધ પાવર ઓફ ધ ડોગ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો.

• વિલ સ્મિથે ‘કિંગ રિચાર્ડ’ માટે શ્રેષ્ઠ ફિલ્મ અભિનેતા (નાટક) જીત્યો હતો.

• નિકોલ કિડમેને ‘બીઇંગ ધ રિકાર્ડોસ’ માટે શ્રેષ્ઠ ફિલ્મ અભિનેત્રી (નાટક) માટે પોતાનો 5મો ગોલ્ડન ગ્લોબ જીત્યો હતો.

• બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ ડ્રાઇવ માય કાર (જાપાન) દ્વારા જીતવામાં આવી હતી.

◾️ ભારતમાં વૈવાહિક બળાત્કાર વિશે

  • ભારતમાં વૈવાહિક બળાત્કારને ગુનો બનાવવાની માંગ કરતી અરજીઓ પર દિલ્હી હાઈકોર્ટ
    સુનવળી કરી રહ્યું છે
  • વૈવાહિક બળાત્કારના સંદર્ભમાં કાનૂની જોગવાઈઓ
  • ભારતમાં » કોઈ પણ કાયદામાં વૈવાહિક બળાત્કારની વ્યાખ્યા કરવામાં આવતી નથી.
  • ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 375 બળાત્કાર સાથે સંબંધિત છે. તે મુજબ, વ્યક્તિ દ્વારા 15 વર્ષ અથવા તેથી વધુ
    મોટી ઉંમરની તેની પત્ની સાથે જાતીય કૃત્યો બળાત્કાર નથી, પછી ભલે તે તેની સંમતિ વિના હોય.
  • વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે ઉંમર વધારીને ૧૮ વર્ષ કરી દીધી હતી.
  • આઇપીસીની કલમ 498એ તેના પતિ અથવા તેના પતિના સંબંધી દ્વારા મહિલાઓ સાથે કરવામાં આવેલી ક્રૂરતા સાથે સંબંધિત છે.

◾️ સપ્રીમ કોર્ટે ઓબીસી અનામત જાળવી રાખી

  • નીટ (નીટ)-યુજી અને નીટ-પીજીમાં ઓબીસી (ઓબીસી) માટે 27 ટકા અનામતની સુપ્રીમ કોર્ટ બંધારણીય કાયદેસરતા જાળવી રાખવામાં આવી છે. તેથી, નીટ-યુજી અને નીટ-પીજી અભ્યાસક્રમો માટે કાઉન્સેલિંગ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટનો ચુકાદો:
  • ઓલ ઇન્ડિયા ક્વોટા (એઆઇઓ) બેઠકો પર આર્થિક રીતે નબળા વર્ગો (ઇડબલ્યુએસ) માટે 10 ટકાનો ક્વોટા જાળવી રાખ્યો જશે.
  • સુપ્રીમ કોર્ટ માર્ચ ૨૦૨૨ માં આવકમર્યાદા » સહિત ઇડબલ્યુએસ ધોરણોની માન્યતાના પ્રશ્ન પર નિર્ણય લેશે.
  • મૂળ સૂચિત મુજબ, ઇડબલ્યુએસની ઓળખ માટે રૂ. 8 લાખનું કુલ વાર્ષિક પરિવારઆવક મર્યાદાના ધોરણનો અમલ કરવામાં આવશે.

◾️ ગંગાસાગર મેળો

  • કલકત્તા હાઈકોર્ટે કોવિડ-19 ના કેસોમાં વધારો થયો હોવા છતાં પશ્ચિમ બંગાળને આ વર્ષનો ગંગાસાગર મેળો યોજવાની મંજૂરી આપી છે.
  • મકરસંક્રાંતિ નિમિત્તે સુંદરવનના ગંગાસાગર ટાપુ પર મેળો યોજાય છે.
  • પ્રયાગરાજમાં કુંભ મેળા બાદ ભારતમાં યાત્રાળુઓનો આ બીજો સૌથી મોટો મેળો છે.
    હજારો યાત્રાળુઓ ગંગા અને બંગાળની ખાડીના સંગમ પર પવિત્ર ડૂબકી લગાવી અને કપિલ મુનિ મંદિરમાં પૂજા અને પ્રાર્થના કરે છે.

◾️આસામ સરકાર અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે રાજ્યમાં ડેરી સેક્ટરના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા.

  • આસામ સરકારે રાજ્યમાં ડેરી ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રૂ. 2,000 કરોડની સંયુક્ત સાહસ કંપની બનાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સાથે કરાર કર્યો હતો.
  • કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ગુવાહાટીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • એમઓયુ મુજબ, આ સંયુક્ત સાહસ કંપની છ નવા એકમો દ્વારા સાત વર્ષમાં 10 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરશે.
  • આ સંયુક્ત સાહસ NDDB દ્વારા નિર્દેશિત અને સંચાલિત કરવામાં આવશે, અને ડેરી ક્ષેત્રમાં તકનીકી નવીનતાઓને પ્રોત્સાહન આપશે.
    આનાથી આસામમાં ડેરી ફાર્મ સાથે સંકળાયેલા 1,75,000 થી વધુ ખેડૂતોને ફાયદો થશે. તેનાથી ખેડૂતોની આવક વધારવામાં પણ મદદ મળશે.
    દૂધ ઉત્પાદકોને તેમના ઉત્પાદનના બજાર ભાવમાં વધઘટ માટે સબસિડી મળશે.
  • ડેરી વિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે, લગભગ 15,000 વધુ દૂધ આપતી ગીર ગાયોને આસામ લાવવામાં આવશે.
  • નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB):
  • તેની સ્થાપના 1965માં ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી.
  • તે એક વૈધાનિક સંસ્થા છે અને તેનું મુખ્ય મથક આણંદ, ગુજરાતમાં છે.
  • મીનેશ સી શાહ એનડીડીબીના અધ્યક્ષ છે.

◾️ 1 જાન્યુઆરી, 2022 RCEP કરાર લાગુ

  • રિજીઓનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ (RCEP) 1 જાન્યુઆરી, 2022થી લાગુ પાડવામાં આવશે. – તે એશિયા પેસિફિક દેશના ઑસ્ટ્રેલિયા, બ્રુનેથ, કમ્બોડિયા, ચાઇના, ઇન્ડોનેશિયા, જાપાન, સાઉથ કોરિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ન્યૂઝીલૅન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયેતનામ દ્વારા બનેલ સંગઠન છે.
  • તેમાં ASEANના 10 દેશો સમાવિષ્ટ છે.
  • RCEPનો વિચાર આસિયાન દેશો દ્વારા વર્ષ 2011માં આપવામાં આવ્યો હતો.
  • નવેમ્બર 2020માં વર્ચ્યુઅલ મીટિંગથી હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
  • USA આ કરારમાં સમાવિષ્ટ નથી, જો કે તે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આવે છે. ભારતે પણ પોતાને આ કરારથી અલગ રાખ્યું નથી.

◾️ ભારતનું પ્રથમ ઓપન-રૉક સંગ્રહાલય

  • કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે હૈદરાબાદમાં ભારતના પ્રથમ ઓપન-રૉક સંગ્રહાલયનું ઉદ્‌ઘાટન કર્યું.
  • આ સંગ્રહાલયમાં ભારતના વિભિન્ન ભૂગર્ભિક ખડકોના નમૂના અને તેને લગતી જાણકારી મૂકવામાં આવી છે.
  • અહીં ભારતના વિવિધ ભાગોમાંથી લવાયેલ 35 ખડક-નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
  • આ ખડકો 3.3 બિલિયન વર્ષથી 55 બિલિયન વર્ષ પહેલાંના કાળક્રમના છે.
  • આ નમૂનાને ધરતીની સપાટીથી 175 મીટર ઊંડાઈ સુધી અલગ-અલગ સ્તરોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર રાજ્યોમાંથી એકત્ર કરીને અહીં રાખવામાં આવ્યા છે.
  • આ સંગ્રહાલયનો મુખ્ય હેતુ લોકોમાં વૈજ્ઞાનિક વલણ લાવવાનો તથા ભારતના ખડક વિશે વિસ્તૃત જાણકારી આપવાનો છે.
  • પૃથ્વી શરૂઆતમાં આગના ગોળા જેવી હતી કાળાંતરે પૃથ્વી ઠંડી થતાં તેમાં ખડક નિર્માણ થયા.
11 January 2022 Current Affairs In Gujarati

Leave a Comment