13 February 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

13 February 2022 Current Affairs In Gujarati

13 February 2022 Current Affairs In Gujarati one-liner questions and detailed articles available below.

Join WhatsApp Group Join Now
 1. કોણ ટાટા એન્ડ સન્સના ફરીથી અધ્યક્ષ તરીકે નિમાયા?
  ✅ એન ચંદ્રશેખરન
 2. દુનિયાભરમાં સોનું ખરીદવામાં કેન્દ્રીય બેંકોમાં સેન્ટ્રલ બેંક ઓફ થાઇલેન્ડ પ્રથમ સ્થાને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્યા સ્થાને?
  ✅ બીજા
 3. ઈકોનોમિસ્ટ ઈંટેલિજન્સ યુનિટ દ્વારા પ્રકાશિત 167 દેશોના લોકશાહી સૂચકાંક-2021માં પ્રથમ સ્થાને નોર્વે, બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ અને ફિનલેન્ડ ત્રીજા સ્થાને. ભારતનું સ્થાન કેટલામું રહ્યું?
  ✅ 46 મું
 4. નાબાર્ડે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયો કાર્યક્રમ શરૂ કર્યો?
  ✅ ‘જીવ કાર્યક્રમ’
  ✅ શરૂઆતમાં 11 રાજયોમાં 25 પાયલોટ પ્રોજેક્ટમાં પ્રારંભ કરશે.
 5. રાષ્ટ્રીય ચિકિત્સા આયોગે ભારતભરમા ડૉક્ટરોને હિપોક્રેટસના નામે શપથ લેવાને બદલે કોના નામે શપથ લેવાની ભલામણ કરી?
  ✅ ચરકના
 6. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા એવોર્ડમાં ગોલ્ડ શીલ્ડ એવોર્ડ કોને જીત્યો?
  ✅ ગલ ઈન્ડિયા લિમિટેડે
 7. હાલમાં વનવેબે ફે્ન્ચગુઆનાના કોરો ગુઆના સ્પેસ સેન્ટર પરથી એરિયનસ્પેસ દ્વારા કેટલા ઉપગ્રહોનું સફળ લોન્ચિંગ કયુઁ?
  ✅ 34
 8. ડાર્વિન દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?
  ✅ 12 ફેબ્રુઆરી
  ✅ વજ્ઞાનિક ચાલ્ર્સ ડાર્વિનનો જન્મ 12 ફેબ્રુઆરી, 1809 માં ઈંગ્લેન્ડમાં થયો હતો.
 9. રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?
  ✅ 12 ફેબ્રુઆરી
 10. કઈ ઓથોરિટી એ 11 ફેબ્રુઆરી 2022ના રોજ સ્મારકોના સંરક્ષણ પર પ્રથમ વૈશ્વિક વેબિનારનું આયોજન કર્યું હતું?
  ✅ નશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીએ
 11. કઈ તાજેતરમાં વિશેષ વિધાનસભા સત્રમાં NEET વિરોધી બિલને ફરીથી અપનાવ્યું હતું?
  ✅ તમિલનાડુ વિધાનસભાએ
 12. ભૂતપૂર્વ કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીએ તેની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી છે, તે 10 ફેબ્રુઆરીએ કઈ પાર્ટી સાથે જોડાયો હતો?
  ✅ ભારતીય જનતા પાર્ટી (BJP)માં
 13. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 3 ફેબ્રુઆરી 22 ના રોજ ગ્રામીણ વિસ્તારોના ભૂમિહીન મજૂરો માટે કઈ સરકાર માટે નાણાકીય સહાય યોજના શરૂ કરી?
  ✅ છત્તીસગઢ
 14. યુનાઈટેડ નેશન્સે વર્ષ 2023 ને ક્યા વર્ષ તરીકે જાહેર કર્યું?
  ✅ આતરરાષ્ટ્રીય બાજરા વર્ષ
 15. હાલમાં સીબીઆઈ એ કઈ કંપની પર દેશ નો સૌથી મોટો બેન્કિગ ફ્રોડ કેસ નોંધ્યો?
  ✅ ABG shipyard – 22842 કરોડ

Read February Month All Days Current Affairs :- Click here

13 February 2022 Current Affairs In Gujarati Detailed Articles

◾️બજાજ ગ્રૂપના રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન.

 • તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર્તા જમનાલાલ બજાજના પૌત્ર હતા.
 • વર્ષ 1965માં તેઓએ બજાજ ગ્રૂપની કમાન સંભાળી લગભગ 50 વર્ષ સુધી ચેરમેન પદ પર રહ્યા હતા.
 • તેઓના નેતૃત્વમાં ભારતનું પ્રસિદ્ધ સ્કુટર ‘બજાજ ચેતક’ બનાવાયું હતું જે મધ્યમ વર્ગીય પરિવારોને ધ્યાને રાખી બનાવાયું હતું.
 • વર્ષ 2006 થી 2010 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ હતા.
 • વર્ષ 2016માં તેઓ ફોર્બ્સની યાદીમાં 2.4 બિલિયન ડોલર સાથે 722માં ક્રમાંક પર હતા.
 • વર્ષ 2017માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા તેઓને Confederation of Indian Industry (CII) President’s Award for Lifetime Achievement અપાયો હતો.
 • વર્ષ 2001માં તેઓને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો.

◾️ કન્દ્રીય મંત્રીમંડળ દ્વારા શ્રીલંકાને આધાર કાર્ડ બનાવવા માટે મદદને મંજૂરી અપાઇ.

 • કેન્દ્રીય કેબિનેટ દ્વારા શ્રીલંકાને પોતાના નાગરિકોની ડિજિટલ ઓળખ (આધાર કાર્ડ) બનાવવા માટે ભારત દ્વારા મદદ કરવાને યોજનાને મંજૂરી અપાઇ છે.
 • આ યોજના દ્વારા શ્રીલંકા પણ ભારતની માફક પોતાના નાગરિકોને ઓળખ માટે આધાર કાર્ડ ઉપલબ્ધ કરાવશે.
 • આ માટે ભારત અને શ્રીલંકાએ વર્ષ 2019માં કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
 • ભારતમાં આધાર કાર્ડ યોજના 28 જાન્યુઆરી, 2009ના રોજ લોન્ચ કરવામાં આવી હતી જે Unique Identification Authority of India (UIDAI) દ્વારા સંચાલિત છે.

◾️ ઓસ્ટ્રેલિયા દ્વારા ‘કોઆલા’ ને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી.

 • ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા કોઆલાને લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં ઉમેરી તેને વિલુપ્ત ઘોષિત કરી છે.
 • આ નિર્ણય ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા બનાવાયેલ લુપ્તપ્રાય પ્રજાતિઓની સમિતિની ભલામણ બાદ લેવાયો છે.
 • થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કોઆલાની મદદ માટે 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ભંડોળ જાહેર કરાયું હતું.
 • વર્ષ 2019-20માં જંગલોમાં લાગેલ આગને લીધે લગભગ 60,000 કોઆલા મૃત્યું પામ્યા હતા.

◾️ ગજરાતની તસ્નીમ મીર ઇરાન ફઝર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની.

 • ગુજરાતની બેડમિન્ટન ખેલાડી અને જૂનિયર વર્લ્ડ નંબર 1 તસ્નીમ મીરે ઇરાન ફઝર ઇન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું છે.
 • આ સ્પર્ધાની ટાઇટલ મેચમાં તેણીએ ઇન્ડોનેશિયાની યૂલિયા યાસેફિન સુસાંતોને ત્રણ રમતમાં 21-11, 11-21, 21-7થી પરાજય આપ્યો હતો.
 • આ જ રમતનું પુરુષ સિંગલ્સનું ટાઇટલ ભારતીય ખેલાડી મેઇરાબ મેઇસનામે જીત્યું હતું.
  તે આ ટાઇટલ જીતનાર ત્રીજો ભારતીય પુરુષ ખેલાડી બન્યો છે.
 • અગાઉ આ ટાઇટલ બી. સાંઇ પ્રણિત અને સૌરભ વર્માં જીતી ચૂક્યા છે.
 • Iran Fajr International રમત હાલ ઇરાનના તહેરાન ખાતે રમાઇ હતી.
 • આ સ્પર્ધા Fajr Decade ઉજવણીના ભાગ રુપે રમવામાં આવે છે.

◾️વિશ્વમાં સૌપ્રથમ અમેરિકામાં પાઇલટ વિના હેલિકોપ્ટરે ઉડાન ભરી.

 • અમેરિકાના બ્લેક હૉક હેલિકોપ્ટરે લગભગ 4,000 ફૂટની ઊંચાઇ પર 125 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપથી 30 મિનિટ માટે આ ઉડાન ભરી હતી.
 • આ ઉડાન અમેરિકાના ડિફેન્સ રિસર્ચ પ્રોગ્રામ હેઠળ ભરવામાં આવી હતી.
 • વિશ્વમાં આવુ પ્રથમવાર બન્યું છે કે હેલિકોપ્ટરને પાઇલટ વિના ઉડાડવામાં આવ્યું હોય.

◾️ કન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કુપોષણ બાબતના આંકડા પ્રસિદ્ધ કરાયા.

 • આ માહિતી મુજબ બિહાર બાદ ગુજરાત કુપોષણ બાબતે દેશમાં બીજા ક્રમ પર છે.
 • આ માહિતી મુજબ અન્ડરવેટની ટકાવારી બાબતમાં પ્રથમ સ્થાન પર બિહાર (43.9%), ગુજરાત (39.3%), ઝારખંડ (47.8%), મહારાષ્ટ્ર (36.0%) અને મધ્ય પ્રદેશ (42.8%) નો સમાવેશ થાય છે.
 • ગુજરાત 5 વર્ષથી નીચેના બાળકો અનડરવેટ હોવાના દરમાં બીજા સ્થન પર છે જ્યારે રાજ્યમાં 39.7% બાળકો આ કેટેગરીમાં છે.
 • આદિવાસી બાળકોની ઓછી ઊંચાઇ બાબતમાં રાજ્યમાં પાટણ પ્રથમ સ્થાન પર છે.
 • ત્યારબાદ ક્રમાનુસાર છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી અને મહિસાગરનો સમાવેશ થાય છે.

◾️ અતરિક્ષમાં સૌર તોફાનથી સ્પેસએક્સના 40 ઉપગ્રહો નષ્ટ થયા.

 • સ્પેસ એક્સ કંપનીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલિંકના 40 ઉપગ્રહો સૌર તોફાનને લીધે નષ્ટ થયા છે.
 • સૌર તોફાનને લીધે આ તમામ સેટેલાઇટને વાતાવરણમાં પુનઃપ્રવેશ કરવાની ફરજ પડી છે જેમાંથી ઘણા સેટેલાઇટ નષ્ટ થઇ ચૂક્યા છે.
  અંતરિક્ષમાં આ સોલાર સ્ટ્રોમને લીધે બીજા પણ અનેક સેટેલાઇટમાં ટેક્નિકલ નુકસાન થયું છે.
 • વિશ્વમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવા પુડી પાડવાના ઉદેશ્યથી સ્પેસ એક્સ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોમાં 2000થી વધુ સેટેલાઇટ્સ લોન્ચ કરાયા છે.
 • આ યોજના શરુ થયા બાદ વિશ્વના દુર્ગમ સ્થાન પર પણ ઇન્ટરનેટ સેવા આપી શકાશે.

DOWNLOAD NCERT TEXTBOOKS IN GUJARATI APP

13 February 2022 Current Affairs In Gujarati

Leave a Comment