14 February 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

14 February 2022 Current Affairs In Gujarati

14 February 2022 Current Affairs In Gujarati one-liner questions 20 and detailed articles

Join WhatsApp Group Join Now
  1. મધ્યપ્રદેશ સરકારે ભોપાલ અને ઈંદોર બે શહેરોમાં કઈ પ્રણાલી લાગુ કરી?
    ✅ પોલીસ કમિશનરેટ પ્રણાલી
  2. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલ સ્માર્ટ પોલીસ ઈન્ડેક્સમાં-2021માં આંધ્રપ્રદેશની પોલીસ પ્રથમ સ્થાને, તેલંગણાની પોલીસ બીજા અને આસામની પોલીસ ત્રીજા સ્થાને છે. ગુજરાતની પોલીસ ક્યા સ્થાને રહી હતી?
    ✅ પાંચમા
  3. તાજેતરના સર્વ મુજબ-2021માં દિલ્હીનું કયું પોલીસ સ્ટેશન દેશમાં પ્રથમ સ્થાને, ઓડિશાનું ગંગાપુર બીજા સ્થાને અને હરિયાણાનું ભટ્ટુ કાલન ત્રીજા સ્થાને છે?
    ✅ સદર બજાર પોલીસ સ્ટેશન
  4. ઈન્ટરપોલે કઈ તારીખ દરમ્યાન સોશ્યલ મીડિયા પર ઓનલાઇન સાઈબર સુરક્ષા જાગરૂકતા અભિયાન શરૂ કયુઁ?
    ✅ 4થી 22 ઓક્ટોબર, 2021
  5. પોલીસને બૉડી-ર્વોન કેમેરાથી સજ્જ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે?
    ✅ ગજરાત
  6. ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્કિંગ સિસ્ટમ ( CCTNS) માં હરિયાણા પોલીસ દેશમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત પોલીસ ક્યા સ્થાને છે?
    ✅ બીજા
  7. ક્યા રાજ્યની પોલીસે દેશનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ અને અનુસંધાન કેન્દ્ર શરૂ કયુઁ છે?
    ✅ કરલ
  8. મધ્યપ્રદેશની પોલીસે વાહનોની ચોરીની ઓનલાઈન ફરિયાદ દાખલ કરવા કઈ રજિસ્ટ્રેશન સેવા શરૂ કરી છે?
    ✅ e-FIR
  9. અનવેષણમાં ઉત્કૃષ્ટતા બદલ દેશના કેટલા પોલીસ-કર્મીઓને વર્ષ -2021ના કેન્દ્રીય ગૃહમંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યા?
    ✅ 152
  10. દેશનું પ્રથમ પોલીસ ઓલ્ડ- એજ ર્ડોગ હોમ ક્યા શહેરમાં ખુલ્લુ મુકવામાં આવ્યું છે?
    ✅ આણંદ
  11. ડિસેમ્બર -2021 માં હિમાચલ પ્રદેશની પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.આ એવોર્ડ મેળવનાર હિમાચલ પ્રદેશ દેશનું કેટલામું રાજ્ય બન્યું છે?
    ✅ આઠમું
  12. જાન્યુઆરી -2022 માં ગુજરાતના કેટલા પોલીસકર્મીઓની રાષ્ટ્રપતિના ચંદ્રકો માટે પસંદગી કરવામાં આવી?.
    ✅ 19
  13. કયા રાજ્યની હાઈકોર્ટે વિદ્યાર્થીઓને હિજાબ બાબતનો નિકાલ ન આવે ત્યાં સુધી ‘ધાર્મિક વસ્તુઓ’ ન પહેરવા જણાવ્યું છે?
    ✅ કર્ણાટક
  14. ૯૪ મા એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મને સૌથી વધુ નામાંકન મળ્યું છે?
    ✅ The power of dogs
  15. ભારતની સર્વોચ્ચ અદાલતે પોતાનો બચાવ કરવાની છેલ્લી તક કોને આપી છે?
    ✅ વિજય માલ્યા
  16. ભારતનો પ્રથમ બાયોમાસ આધારિત હાઇડ્રોજન પ્લાન્ટ કયા રાજ્યમાં બનશે?
    ✅ મધ્ય પ્રદેશ
  17. ૨૦૨૧ માં કેટલા વાઘના મોત નોંધાયા હતા?
    ✅ 127
  18. કયો દેશ વન ઓશન સમિટનું આયોજન કરી રહ્યો છે?
    ✅ ફરાંસ
  19. કયા રાષ્ટ્ર ભારે તણાવ વચ્ચે કાળા સમુદ્રમાં લશ્કરી કવાયત યોજવાની યોજના ધરાવે છે?
    ✅ રશિયા
  20. કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારે ઘેટાંની ખેતીમાં પરિવર્તન લાવવા માટે ન્યુઝીલેન્ડ સાથે સોદો કર્યો છે?
    ✅ જમ્મુ-કાશ્મીર

Read February Month All Days Current Affairs :- Click here

14 February 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs

◾️ HIV વાયરસની શોધ કરનાર વાયરોલોજિક્સ્ટ લ્યૂક મોન્ટેનિયરનું 89 વર્ષની વયે નિધન.

  • ફ્રાન્સના પ્રસિદ્ધ શોધકર્તા અને વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેનિયરને એચ. આઇ. વી. વાયરસની શોધ માટે ઓળખવામાં આવે છે.
  • તેઓએ વર્ષ 1983માં human immunodeficiency virus (HIV)ની શોધ કરી હતી અને તે પ્રક્રિયા સમજાવી હતી કે તે કંઇ રીતે Acquired immunodeficiency syndrome (AIDS) નું કારણ બને છે.
  • આ માટે તેઓને પોતાના સહયોગી ફ્રેન્કોઇસ બરે સાથે 2008માં ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
  • વર્ષ 2020માં લ્યૂક મોન્ટેનિયરે SARS-CoV-2ને પ્રયોગશાળામાં માનવ દ્વારા HIV/AIDS ની રસી બનાવવાના ફળ રુપે આ વાયરસ મળ્યો હોય તેવો તર્ક આપ્યો હતો.
  • તેઓએ કોરોના વાયરસના જિનોમમાં HIVના તત્વો અને મેલેરિયાના વિષાણુંની ઉપસ્થિતિને સંદિગ્ધ જણાવી હતી.

◾️ એન. ચંદ્રશેખરન ફરીવાર ટાટા સન્સના ચેરમેન નિયુક્ત થયા.

  • વર્ષ 2017માં એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન બન્યા હતા જ્યારે ટાટા નેતૃત્વના સંકટનો સામનો કરી રહ્યું હતું.
  • વર્ષ 2017થી તેમના 5 વર્ષ પૂર્ણ થયા બાદ આ જ પદ માટે ફરીથી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.
  • તેઓનું પુરુ નામ નટરાજન ચંદ્રશેખરન છે જેઓ હાલ IIM Lucknow ના પણ સભ્ય છે.
  • વર્ષ 2016માં તેઓને રિઝર્વ બેન્ક બોર્ડના ડાયરેક્ટર બનાવાયા હતા.

◾️ Economist Intelligence દ્વારા Democracy Index 2021 પ્રસિદ્ધ કરાયો.

  • આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર નોર્વે છે, ત્યારબાદ ક્રમાનુસાર ન્યૂઝીલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.
  • આ યાદીમાં સૌથી નીચે ઉલટા ક્રમાનુસાર અફઘાનિસ્તાન, મ્યાનમાર, ઉત્તર કોરિયા, કોંગો અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકને મુકાયું છે.
  • આ યાદીમાં ભારતને 6.91 સ્કોર સાથે 46મું સ્થાન અપાયું છે.
  • અમેરિકા આ યાદીમાં 26માં સ્થાન પર તેમજ પાકિસ્તાન 104માં સ્થાન પર છે.
  • ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ દ્વારા આ રિપોર્ટ માટે કુલ 60 બાબતોને ધ્યાને લેવામાં આવી છે જે કુલ 5 કેટેગરી ચુંટણી પ્રક્રિયા, સરકારની કામગીરી, રાજનીતિક ભાગીદારી, રાજનીતિક સંસ્કૃતિ અને નાગરિક સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે.
  • આ ઇન્ડેક્સમાં દરેક દેશને શૂન્ય થી 10 અંકમાંથી સ્કોર અપાયો છે.

◾️ મબઇનો ટ્રાન્સ-હાર્બર લીંક ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રીજ બનશે.

  • મુંબઇ ટ્રાન્સ હાર્બર લીંક (MTHL) બ્રીજ હાલ નિર્માણાધીન છે જે દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રીજ બનશે.
  • આ બ્રીજમાં દેશમાં પ્રથમવાર વિશિષ્ટ પ્રકારની ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.
  • આ ટેક્નોલોજી દ્વારા 2 દિવસ બાદ orthotropic steel deck (ODS) ની પ્રથમ જોડી ગોઠવવામાં આવશે.
  • આ બ્રીજની દરિયા પરની લંબાઇ 16.5 કિ.મી. અને જમીન પરની લંબાઇ 5.5 કિ.મી. એમ કુલ 22 કિ.મી. રહેશે.

◾️પશ્ચિમ બંગાળના રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભાના સત્રને સ્થગિત કર્યું.

  • આ સ્થગન રાજ્યપાલ જગદીપ ધનખડ દ્વારા પશ્ચિમ બંગાળ સરકારની ભલામણના આધારે કરાયું છે.
  • ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પાસે બંધારણના અનુચ્છેદ 174 મુજબ રાજ્યની વિધાનસભાના ગૃહની અથવા દરેક ગૃહની બેઠક, પોતાને યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે ગમે ત્યારે બોલાવી શકશે પરંતુ એક સત્રની છેલ્લી બેઠક અને ત્યાર પછીના સત્રની પહેલી બેઠક માટે નક્કી કરેલ તારીખો વચ્ચે 6 મહિના કરતા વધુ સમયગાળો ન હોવો જોઇએ.
  • આ જ અનુચ્છેદની પેટા કલમ ‘ક’ મુજબ રાજ્યપાલ પાસે અધિકાર છે કે તે રાજ્ય વિધાનસભાની ગૃહ અથવા બેમાંથી કોઇપણ ગૃહની સત્ર સમાપ્તિ કરી શકશે (જેના મુજબ જ પશ્ચિમ બંગાળ વિધાનસભાનું સત્ર સ્થગિત કરાયું છે).
  • અનુચ્છેદ 174ની પેટા કલમ ‘ખ’ રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની શક્તિ આપે છે.

◾️ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર બાઇડન સરકારે પોતાનો પ્રથમ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો.

  • આ રિપોર્ટમાં અમેરિકાએ દાવો કર્યો છે કે ભારતને ચીન સાથેની Line of Actual Control (LAC) પર ચીન તરફથી મોટુ જોખમ છે.
  • અમેરિકાનો આ રિપોર્ટ એક દિવસ પહેલા યોજાયેલ કવાડ દેશોની બેઠક બાદ પ્રસિદ્ધ કરાયો છે.
  • કવાડ દેશોની બેઠકમાં જ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ચીન સરહદ પર સૈનિકો એકત્ર ન કરવાની લેખિત સમજૂતીની અવગણના કરી રહ્યું છે જેને લીધે LAC પર ઘર્ષણની સ્થિતિ ઉભી થાય છે.
  • અમેરિકાએ પોતાના આ રિપોર્ટમાં Indo-Pacific Region ના દેશોમાં સ્થિતિ મજબૂત કરવા અને ભારતના પ્રાદેશિક નેતૃત્વનું સમર્થન કરવાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો છે.

Download NCERT GUJARATI Textbook App For Free Click Here

14 February 2022 Current Affairs In Gujarati

Leave a Comment