Table of Contents
15 February 2022 Current Affairs in Gujarati
15 February 2022 Current Affairs in Gujarati One-liner question20 and detailed articles available below.
- જર્મનીના રાષ્ટ્રીપતિ તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી?
✅ ફરેન્ક વોલ્ટર સ્ટીનમિયરની - કેન્દ્ર સરકારે વર્ષ 2021-22 થી 2025 -26 સુધી પોલીસ દળોના આધુનિકીકરણ માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી?.
✅ 26,275/- કરોડ - ચાર દિવસીય મરુ ઉત્સવનો ક્યા રાજયમાં 13 ફેબ્રુઆરી થી પ્રારંભ કરવામાં આવ્યો?
✅ રાજસ્થાનના પોખરણમાં - સુરત – દહેજ સ્થિત ABG શિપયાર્ડ કંપનીનું દેશનું સૌથી મોટું રૂ. 22,842 કરોડનું કૌભાંડ ગુજરાતમાં જેમાં કુલ કેટલી બેંકો સાથે છેતરપીંડી કરવામાં આવી?
✅ SBI સહિત 28 બેંકો સાથે છેતરપિંડી. - વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?
✅ 13 ફેબ્રુઆરી - વિશ્વ વાઈ ( epilepsy) દિવસ ક્યારે ઊજવવામાં આવે છે?
✅ 14 ફેબ્રુઆરી - તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જીવા (JIVA) કાર્યક્રમ શરૂ કર્યો?
✅ NABARD - તાજેતરમાં કઈ સંસ્થાએ કોમ્યુનિટી ઈનોવેટર ફેલોશિપ લૉન્ચ કરી?
✅ અટલ ઈનોવેશન મિશન , નીતિ આયોગ
, UNDP ઈન્ડિયા - તાજેતરમાં ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી લોકતંત્ર સૂચકાંકમાં ભારત ક્યાં ક્રમે છે?
✅ 46માં - SMILE યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ?
✅ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય - ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં કૃષિ ક્ષેત્રમાં વપરાતા ઈંધણમાં ડિઝલના સ્થાને પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે?
✅ વર્ષ 2024 - કયા રાજયમાં skill and Entrepreneurship Development University બનાવવાની યોજના બનાવવામાં આવી છે ?
✅ કર્ણાટક - કઈ સંસ્થા દ્વારા Reimagining Healthcare In India રિપોર્ટ બહાર પડ્યો છે?
✅ નીતિ આયોગ - હાલમાં NASA નાં પાર્કર સોલર પ્રોબ એ અંતરિક્ષ માં કયા ગ્રહના ફોટો લીધા છે ?
✅ શક્ર - હાલમાં ટેનિસ ટુર્નામેન્ટ બેંગલુર ઓપન ATP ચેલેન્જર 2022 યુગલ નો ખિતાબ કોણે જીત્યો છે?
✅ સાકેત માયનેની, રામકુમાર રામનાથન - કોની ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ નાં નવા અધ્યક્ષના રૂપમાં નિમણુક કરવામાં આવી છે ?
✅ ગીતા મિત્તલ - હાલમાં કઈ અંતરિક્ષ એજન્સી એ INSAT 4B ઉપગ્રહ ને નિષ્ક્રિય કરી દિધો છે?
✅ ISRO - કયા રાજયમાં ” પર્યાય મહોત્સવ ” ની ઉજવણી કરવામાં આવી છે ?
✅ કર્ણાટક - ભારતે 14 ફેબ્રુઆરી, 2022 સુધી સુરક્ષાના ખતરાને ટાંકીને નવી ચાઇનીઝ એપ્સ પર કેટલી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે?
✅ 54 - એર ઇન્ડિયાના નવા સીઇઓ તરીકે ઇલ્કર આયસીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ અગાઉ કઈ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા?
✅ તર્કીશ એરલાઇન્સ
Read February Month All Days Current Affairs :- Click Here
15 February 2022 Current Affairs in Gujarati Detailed Articles
◾️ ઇઝરાયલ માનવ-રહિત પ્લેનનો નાગરિક ઉડ્ડ્યન માટે મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો.
- ઇઝરયાલ નાગરિક ઉડ્ડ્યન પ્રાધિકરણ દ્વારા માનવ-રહિત પ્લેન (ડ્રોન)ને નાગરિક ઉડ્ડ્યન માટે સર્ટિફિકેશન આપવાનું શરુ કરાયું છે.
- ઇઝરાયલ દ્વારા આ માટે Unmanned Aerial Vehicle (UAV)ને કૃષિ, પર્યાવરણ, અપરાધ વિરુદ્ધની લડાઇમાં, લોકો માટે અને અર્થવ્યવસ્થાના લાભ માટે મંજૂરી અપાઇ છે.
- આ મંજૂરી બાદ ઇઝરાયલમાં ડ્રોન નાગરિક વિમાનની જેમ નાગરિક હવાઇ ક્ષેત્રમાં ઉડવા માટે સક્ષમ બનશે.
- આ મંજૂરી બાદ UAV 7,600 મીટરની ઊંચાઇ સુધી ઉડાન ભરી શકશે તેમજ 45,0 કિ.ગ્રા. થર્મલ, ઇલેટ્રો-ઓપ્ટિકલ, રડાર અને અન્ય પે-લોડ લઇ જઇ શકશે.
◾️ કન્દ્ર સરકાર દ્વારા ‘સ્માઇલ’ યોજનાની શરુઆત કરાવવામાં આવી.
- આ યોજનાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે કર્યું છે.
- આ સાથે સ્માઇલની બે ઉપ-યોજનાઓ ‘સ્માઇલ – આજીવિકા અને ઉદ્યમ માટે વંચિત વ્યક્તિઓની સહાયતા’ અને ‘ભિક્ષુકોના વ્યાપક પુનર્વાસ માટેની કેન્દ્રીય ક્ષેત્ર યોજના’ પણ સામેલ છે.
- આ યોજના ઓળખ, ચિકિત્સા સંબંધિત દેખરેખ, શિક્ષણ, વ્યાવસાયિક અવસરો અને આશ્રય જેવી અનેક બાબતોને ધ્યાને રાખે છે.
- કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે વર્ષ 2021-22 થી 2025-26 સુધી કુલ 365 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
- આ યોજનમાં નવમાં ધોરણમાં ભણતા ટ્રાન્સજેન્ડર છાત્રોને સ્કોલરશિપ, પ્રધાનમંત્રી દક્ષ યોજના હેઠળ કૌશલ વિકાસ અને આજિવિકા, સમગ્ર ચિકિત્સા સ્વાસ્થ્ય, ‘ગરિમા ગૃહ’ રુપમાં ઘરની સુવિધા, ટ્રાન્સજેન્ડર સુરક્ષા એકમ, ટ્રાન્સજેન્ડર સમુદાય માટે રાષ્ટ્રીય પોર્ટલ અને હેલ્પલાઇન, ભિક્ષુકોનું સર્વેક્ષણ, ઓળખ, એકઠા કરવા અને વ્યાપક પુનર્વાસ સહિતના કાર્યોનો સમાવેશ છે.
- ભિક્ષુકો માટેની યોજના હાલ 10 શહેરો દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, ઇંદોર, લખનઉ, મુંબઇ, નાગપુર, પટના અને અમદાવાદ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવી છે.
◾️ ISRO એ EOS-04 અને અન્ય બે ઉપગ્રહ લોન્ચ કર્યા.
- Indian Space Research Organization (ISRO) એ પોતાના Polar Satellite Launch Vehicle (PSLV-C52) દ્વારા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી આ ઉપગ્રહ લોન્ચ કર્યા છે.
- આ લોન્ચિંગ એ ઇસરોનું આ વર્ષનું પ્રથમ મિશન છે જેમાં EOS-04 સહિત અન્ય બે ઉપગ્રહોને લોન્ચ કરાયા છે.
- EOS-04 એક રડાર ઇમેજિંગ છે જે ખેતી, વૃક્ષારોપણ, માટી, પાણી વિજ્ઞાન, પૂર અને વાતાવરણ સંબંધી હાઇ-રિઝોલ્યુશન ફોટો મોકલવા માટે સક્ષમ છે.
- ઇસરો દ્વારા ચાલુ વર્ષના પોતાના એજન્ડામાં ચંદ્રયાન-3, ગગનયાન, આદિત્ય સૌર મિશન અને 19 ઉપગ્રહોને લોન્ચ કરવા સહિતના કાર્યો છે.
◾️ કન્દ્રીય કેબિનેટે Umbrella યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપી.
- આ યોજના (Modernization of Police Forces – MPF) હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો અને વામપંથી ઉગ્રવાદ (left-wing extremism – LWE) પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષા માટે 18,839 કરોડ રુપિયાના બજેટની જોગવાઇ છે.
- આ સિવાય આ યોજના દ્વારા પોલીસ દળોના આધુનિકીકરણ માટે પણ 26,275 કરોડ રુપિયાના ખર્ચની જોગવાઇ છે.
- આ યોજના દ્વારા રાજ્યોની સહાયતાથી દેશમાં મજબૂત ફોરેન્સિક વ્યવસ્થા, આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને માદક પદાર્થો પર નિયંત્રણ અને ન્યાયિક સુવિધાને મજબૂત કરવાનો ઉદેશ્ય છે.
✅ નપાળમાં મુખ્ય ન્યાયમૂર્તિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો.
- નેપાળના સત્તાધારી ગઠબંધનના સાંસદો દ્વારા નેપાળના મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જેબી રાણા વિરુદ્ધ આ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરાયો છે.
- આ પ્રસ્તાવમાં ન્યાયમૂર્તિ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો સામેલ છે.
- તેઓ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ દાખલ થયા બાદ જેબી રાણાને તેમના પદ પરથી સસ્પેન્ડ કરાયા છે.
- તેઓ નેપાળના મુખ્ય ન્યાયમૂર્તિ પદ પર જાન્યુઆરી, 2019 પર નિમણૂંક પામ્યા હતા.
નેપાળમાં મહાભિયોગ પ્રસ્તાવ દાખલ થતા જ મુખ્ય ન્યાયમૂર્તિને સસ્પેન્ડ કરવાની જોગવાઇ છે. - ભારતના બંધારણમાં ન્યાયાધીશોને હટાવવા માટે મહાભિયોગની વ્યવસ્થા અનુચ્છેદ 145માં અપાઇ છે.
- ભારતમાં છેલ્લે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ સાત રાજકીય પક્ષોના 71 સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડૂએ રદ્દ કર્યો હતો.
રિષભ પંતે ESPN ક્રિકઇન્ફો એવોર્ડ્સમાં ‘ટેસ્ટ બેટિંગ એવોર્ડ’ જીત્યો.
- ભારતના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતને ESPN ક્રિકઇન્ફો એવોર્ડ્સમાં “ટેસ્ટ બેટિંગ” એવોર્ડ મળ્યો.
- તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ગાબા ખાતે અણનમ 89 રન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.
- ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ESPN ક્રિકઇન્ફો એવોર્ડ્સમાં ‘કેપ્ટન ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો.
- કાયલ જેમિસનને “ટેસ્ટ બોલિંગ” એવોર્ડ મળ્યો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને ‘ડેબ્યુટન્ટ ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો હતો.
- શાહીન આફ્રિદીએ T20 વર્લ્ડ કપમાં ભારત સામેના પ્રદર્શન માટે ‘T20 બોલર’ એવોર્ડ જીત્યો હતો.
- ફખર ઝમાનને દક્ષિણ આફ્રિકા સામે વાન્ડરર્સ ખાતેના પ્રદર્શન માટે ‘ODI બેટિંગ’ એવોર્ડ મળ્યો હતો.
તેલંગાણા સરકારે બ્રિટિશ કાઉન્સિલ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા.
- તેલંગાણા સરકાર અને બ્રિટિશ કાઉન્સિલે શિક્ષણ, અંગ્રેજી અને આર્ટ્સમાં તેમની ભાગીદારીને નવીનીકરણ કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- એમઓયુનો મુખ્ય ઉદ્દેશ્ય તેલંગાણાના યુવાનો માટે નવી તકો ઊભી કરવાનો છે.
- હૈદરાબાદના રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટર (RICH) અને બ્રિટિશ કાઉન્સિલ આ એમઓયુ માટે સંમત થયા છે.
- બંને સંસ્થાઓ યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને શ્રેષ્ઠતાના કેન્દ્રો વચ્ચે નવી ભાગીદારી બનાવવા માટે સાથે મળીને કામ કરશે.
- આ એમઓયુ એરોસ્પેસ, સંરક્ષણ, જીવવિજ્ઞાન અને ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપશે.
- બંને સંસ્થાઓ સંયુક્ત નવીનતા અથવા ઉદ્યોગસાહસિક પહેલમાં પણ ભાગ લેશે.
- બ્રિટિશ કાઉન્સિલ અને તેલંગાણા સ્ટેટ કાઉન્સિલ ઑફ હાયર એજ્યુકેશન (TSCHE) છેલ્લા એક દાયકાથી ભાગીદાર છે.
- બ્રિટિશ કાઉન્સિલ એ શૈક્ષણિક તકો અને સાંસ્કૃતિક વિનિમય માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સુરતમાં બનશે.
- ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન મુંબઈ-અમદાવાદ રૂટ પર સુરતમાં બનાવવામાં આવશે.
- મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશનો પ્રથમ બુલેટ ટ્રેન રૂટ હશે.
- વધુ ત્રણ સ્ટેશન – વાપી, બીલીમોરા અને ભરૂચ પર કામ ચાલી રહ્યું છે. ચારેય સ્ટેશન ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થઈ જશે.
- નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે પ્રોજેક્ટની જવાબદારી લીધી છે.
- 508.17 કિમી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી 155.76 કિમી મહારાષ્ટ્રમાં, 384.04 કિમી ગુજરાતમાં અને 4.3 કિમી દાદરા અને નગર હવેલીમાં છે.
- જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી રૂ. 88,000 કરોડ આપશે. આ પ્રોજેક્ટનો ખર્ચ ₹1 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ:
- તેની સ્થાપના 2016 માં કરવામાં આવી હતી. તે એક ‘સ્પેશિયલ પર્પઝ વ્હીકલ’ છે, જે રેલવે મંત્રાલય હેઠળ કામ કરે છે.
- તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે ધિરાણ, નિર્માણ, જાળવણી અને સંચાલન કરવાનો છે.
Download Quiz App With 11000+ Question In Gujarati