19 February 2022 Current affairs in Gujarati – Top and Best Questions

19 February 2022 Current affairs in Gujarati

16 – 19 February 2022 Current affairs in Gujarati One-liner Questions – 45 and 8 detailed articles available in this post check our the full post.

 1. ICC એ જાન્યુઆરી -2022 મહિનાના મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે કોની પસંદગી કરી?
  ✅ દક્ષિણ આફ્રિકાના કીગન પીટરસન અને વુમન પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે ઈગ્લેંડની હીધર નાઈટની
 2. ભારતીય રેલવે કઈ જગ્યા પર રૂપિયા. 30,76 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી કુશ્તી અકાદમીની સ્થાપના કરશે?
  ✅ કિશનગંજ, દિલ્હીમાં અંદાજે
 3. એર ઈન્ડિયાના સીઈઓ/એમડી તરીકે તુર્કી એરલાઇન્સના પૂર્વ અધ્યક્ષ ઈલ્કર આઈસીની નિમણૂક કરાઈ. જે ક્યારથી હોદ્દો સંભાળશે?
  ✅ 1 એપ્રિલ , 2022 થી
 4. FICCI -મીડિયા અને મનોરંજન બોર્ડના સહ-અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?
  ✅ જયોતિ દેશપાંડેની
 5. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?
  ✅ દવાશીષ મિત્રાની
 6. નાગરિક હવાઈ ક્ષેત્રમાં ડ્રોન – ઉડ્ડયનને મંજૂરી આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો?
  ✅ ઈઝરાઈલ
 7. ઈસરોએ પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-4 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કયુઁ. EOS-4 એક રડાર ઈમેજિંગ સેટેલાઈટ (RISAT) છે. આ સાથે બે નાના ઉપગ્રહો લોન્ચ કરાયા જેનું નામ?
  ✅ INS -2TD અને INSPIREsat -1
 8. ચારાકૌભાંડના પાંચમા કેસમાં રાંચીની સીબીઆઈ અદાલતે લાલુપ્રસાદ યાદવ અને કેટલા લોકો ને દોષિત જાહેર કર્યા?
  ✅ 74
 9. 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ચાઈલ્ડહૂડ કેન્સર દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષની થીમ?
  ✅ Better survival is Achievable through your Hands
 10. મારુ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં થાય છે?
  ✅ રાજસ્થાન
 11. 13 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય મહિલા દિવસ કોના માનમાં મનાવાય છે?
  ✅ સરોજિની નાયડુ
 12. મેદરામ જાત્રા તહેવાર ક્યા રાજ્યની આદિવાસી અતિ સાથે સંબંધિત છે?
  ✅ તલંગાણા
 13. તાજેતરમાં ક્યા દેશમાં લસ્સા (Lassa) નામક તાવથી લોકોના મૃત્યુ થયા?
  ✅ બરિટન
 14. તાજેતરમાં જારી લોકતંત્ર સૂચકાંક 2021માં ક્યો દેશ ટોચના સ્થાને છે?
  ✅ નોર્વે
 15. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન (CBSE)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?
  ✅ વિનીત જોષી
 16. તાજેતરમાં કેન્દ્ર સરકારે ઈન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ 2000ની કઈ કલમ અંતર્ગત 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો?
  ✅ કલમ 69A
 17. તાજેતરમાં ક્યા મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ન્યૂ સ્ટિયર્સ (New Frontiers) કાર્યક્રમ શરૂ કર્યો?
  ✅ નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય
 18. તાજેતરમાં નિધન પામેલા સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીનું વાસ્તવિક નામ શું હતું?
  ✅ અલોકેશ લેહરી
 19. તાજેતરમાં ચર્ચામાં રહેલ દેવિકા નદી પરિયોજના ક્યા રાજય કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે?
  ✅ જમ્મુ કાશ્મીર
 20. કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના કેટલા ટકાની ભાગીદારી IPOના માધ્યમથી વેચવાની જાહેરાત કરી?
  ✅ 5%
 21. ડાર્કથોન-2022નું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે?
  ✅ NCB
 22. ભારત ક્યા વર્ષે G20 ગ્રૂપની અધ્યક્ષતા કરશે ?
  ✅ 2023
 23. ICICI બેંકના એમ ડી. કે જેમની બિઝનેસ સ્ટાન્ડર્ડ બેંકર ઓફ ધ યર -2020-21 એવોર્ડ માટે પસંદગી કરાઈ?
  ✅ સદીપ બક્ષીની
 24. કઈ કંપની સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ બનનારી પ્રથમ ભારતીય કંઝ્યુમર ગુડ્ઝ કંપની બની?
  ✅ ડાબર ઈન્ડિયા
 25. ગુરુગ્રામ, હરિયાણાની પ્રથમ મહિલા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ?
  ✅ કલા રામચંદ્રનની
 26. 16 ફેબ્રુઆરી 2022ના રોજ ગુરુ રવિદાસની કેટલામી જન્મજયંતિ છ?
  ✅ 645 મી
 27. IPL- ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે કોની પસંદગી કરવામાં આવી?
  ✅ શરેયસ અય્યરની
 28. ભુવનેશ્વરમાં આયોજિત સીનિયર ર્વોલીબોલ ટૂર્નામેન્ટમાં કઈ મહિલા ટીમ ચેમ્પિયન બની, પુરુષોમાં કઈ ટીમ ચેમ્પિયન બની.
  ✅ કરલની – મહિલા
  ✅ હરિયાણાની – પુરુષ
 29. કઈ ટીમ એ ફાઈનલમાં બ્રાઝિલ કલબ માલ્મેરાસને હરાવીને ફીફા કલબ વલ્ડૅ કપ જીત્યો?
  ✅ ઈગ્લિશ કલબ ચેલ્સીએ
 30. ભારત સરકારે 5 વર્ષ માટે -2022-27 માટે ક્યા કાર્યક્રમ’ની જાહેરાત કરી કે જેમાં બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના નિરક્ષર લોકોને આવરી લેશે?
  ✅ ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્ર’
 31. બ્રાઝિલના ક્યા શહેરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 94 લોકોનાં મોત થયા?
  ✅ પટ્રોપલિસ
 32. DefExpo 2022નું આયોજન ક્યા કરવામાં આવશે?
  ✅ ગાંધીનગર
 33. તાજેતરમાં ક્યા દેશે જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલ ખેબર-બસ્ટરનું અનાવરણ કર્યું?
  ✅ ઈરાન
 34. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તમાકુની વપરાશ-સમાપ્ત કરવા માટે કિવટ ટોબેકો એપ લોન્ચ કરી?
  ✅ Who
 35. નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લૉન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ?
  ✅ હદરાબાદ
 36. તાજેતરમાં નિધન પામેલા સંસ્થા મુખોપાધ્યાય કઈ ભાષાના ગાયિકા હતા
  ✅ બગાળી
 1. તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કુનસ્યોસ યોજના શરૂ કરી ?
  ✅ લદાખ
 2. તાજેતરમાં કેન્દ્ર સરકારે આગામી કેટલા વર્ષ માટે પ્રૌઢ શિક્ષણ માટેની યોજના ‘ન્યૂ ઈન્ડિયા લિટરસી પ્રોગ્રામ” શરૂ કરી ?
  ✅ 5 વર્ષ
 3. 5 મા URJA એવોર્ડમાં કોને બિઝનેસ લીડર ઓફ ધ યર -2022 એવોર્ડ અપાયો?
  ✅ યોહન પૂનાવાલાને
 4. ભારતના પ્રથમ રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા કો-ઓર્ડિનેટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
  ✅ જી. અશોકકુમારની
 5. સ્ટુન્ડન્ટ કેટેગરીનો જર્મનીનો આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી એવોર્ડ ‘બાર તુર-2021’ ભારતના કયા વ્યક્તિને અપાયો?
  ✅ સક્ષમ સિંહાને
 6. ક્યા બે સ્થળોને જોડતી ભારતની પ્રથમ ર્વાટર ટેક્સીનો મુંબઈમાં પ્રારંભ થયો?
  ✅ મબઈ અને નવી મુંબઈ
 7. ક્યા શહેરમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો બાયો -CNG સંયંત્રનો પ્રારંભ થશે?
  ✅ ઈદોરમાં
 8. અમદાવાદમાં કઈ તારીખે થયેલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા, 11 ને જીવનની છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતી અમદાવાદની અદાલત.
  ✅ 26 જુલાઈ, 2008ના
 9. ગુજરાત સરકારે ‘ગુજરાત જૈવ – પ્રૌધોગિકી નીતિ જાહેર કરી જેની સમયમર્યાદા શું નક્કી કરવામાં આવી છે?
  ✅ 2022 -27

February Month All Days Current Affairs :- Click Here

19 February 2022 Current affairs in Gujarati Detailed Articles

◾️ દશના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઇ સુરક્ષા સંયોજક (NMSC) તરીકે જી. અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી.

 • જી. અશોક કુમાર જાન્યુઆરી, 2019થી નૌસેનામાં 35માં વાઇસ ચીફ ઓફ ધી નેવલ સ્ટાફ તરીકે કાર્યરત છે.
 • તેઓ પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થયેલ છે.
 • તેઓએ હાલ મેળવેલ NMSC પદ માટેની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા જુલાઇ, 2021માં કરવામાં આવી હતી જેને નવેમ્બર, 2021માં મંજૂરી મળી હતી.
 • આ પદ માટેની ભલામણ 20 વર્ષ અગાઉ કારગીલ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કરવામાં આવી હતી.
 • આ પદનું આધિકારિક નામ National Maritime Security Coordinator (NMSC) છે જે સીધા જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor – NSA) હેઠળ કામ કરશે તેમજ તેઓને જ રિપોર્ટ કરશે.

◾️ કન્દ્ર સરકારે કેન-બેતવા લિંક પરિયોજના પ્રાધિકરણનું ગઠન કર્યું.

 • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ અગાઉ જ ગેઝેટ પ્રસિદ્ધ કરીને તેની જાણકારી અપાઇ હતી.
 • આ પ્રાધિકરણનું આધિકારિક નામ Ken-Betwa Link Project Authority (KBLPA) અપાયું છે જેના દ્વારા 44,605 કરોડની કેન-બેતવા રિવર-ઇન્ટરલિંક પ્રોજેક્ટ પૂર્ણ કરાશે.
 • ઑથોરિટીના ગઠનની સાથોસાથ 20 સદસ્યીય સમિતિનું પણ ગઠન કરાયું છે.
 • આ સમિતિની અધ્યક્ષતા જલ શક્તિ મંત્રાલયના સચિવ કરશે તેમજ સદ્સ્યોમાં પર્યાવરણ, વન અને જલવાયું પરિવર્તન, નાણા વિભાગ, જનજાતિય વિભાગ, વિદ્યુત મંત્રાલય, કેન્દ્રીય જલ આયોગ, રાષ્ટ્રીય જલ વિકાસ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ, નીતિ આયોગના એક સદસ્ય સહિતનાનો સમાવેશ કરાયો છે.
 • કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કેન અને બેતવા નદીને જોડવાનું લક્ષ્ય છે.

◾️ તર્કીનું નામ બદ્લીને તુર્કિયે કરવામાં આવ્યું.

 • તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને આ જાહેરાત કરીને તુર્કી દેશનું નામ બદલીને તુર્કિયે કર્યું છે.
 • આવું કરવાનું કારણ તેઓએ રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને વધુ સારી રીતે દર્શાવવા માટે કર્યું છે.
 • અગાઉ અનેક દેશોએ પોતાના નામ બદલ્યા છે જેમાં નેધરલેન્ડ (હોલેન્ડ), શ્રીલંકા (શેયલોન), ઉત્તર મેસોડોનિયા (મેસોડોનિયા), Czechia (ચેક ગણરાજ્ય), Eswatini (Swaziland), Burkina Faso (Alto Volta), મ્યાનમાર (બર્મા), થાઇલેન્ડ (સિઆમ), નામિબિયા (જર્મન સાઉથ વેસ્ટ આફ્રિકા) વગેરેનો સમાવેશ થાય છે.

◾️ મિતાલી રાજ 5000 રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા કેપ્ટન બની.

 • ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે વન-ડે ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપમાં 5000 રન પુરા કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
 • આવું કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર છે.
 • આ સિદ્ધિ તેણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વન-ડેમાં 66 રનની ઇનિંગ રમીને હાંસલ કરી છે.
 • આ યાદીમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની પૂર્વ કપ્તાન બેલિંડા ક્લાર્ક છે જેણે 4,150 રન બનાવ્યા છે.
 • ત્રીજા સ્થાન પર ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડસ છે જેના કુલ 3,523 રન છે.
 • સાથોસાથ તેણીએ વન-ડે ક્રિકેટમાં કુલ 7,500 રન પણ નોંધાવ્યા છે જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધું છે.
 • મિતાલી રાજ ક્રિકેટમાં સચિન તેન્ડુલકર (22 વર્ષ, 91 દિવસ) બાદ સૌથી લાંબી કારકિર્દી ધરાવે છે.

◾️ગજરાતના ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022 આયોજિત થશે.

 • આ બિઝનેસ એક્સ્પો 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે આયોજિત થશે.
 • વર્ષ 2020માં આ એક્સ્પો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયો હતો જેને રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘રક્ષા મહાકુંભ’ ગણાવ્યો હતો.
 • ગુજરાત ખાતેના આ ડિફેન્સ એક્સ્પોમાં સેનાની તાકાતનું પ્રદર્શન કરાશે.
 • ડિફેન્સ એક્સ્પો દર બે વર્ષે યોજાય છે.
 • વર્ષ 2014 સુધી આ એક્સ્પો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે યોજાતો હતો જેને હવેથી અલગ અલગ સ્થાનો પર યોજવામાં આવે છે.
 • વર્ષ 2016માં આ એકસ્પો ગોવા ખાતે, 2018માં ચેન્નાઇ ખાતે તેમજ 2020માં લખનઉ ખાતે યોજાયો હતો.

◾️ બરિટનમાં લાસા તાવથી પ્રથમ મૃત્યું નોંધાયું.

 • યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા લાસા તાવ (Lassa fever)ના કુલ ત્રણ કેસ હતા જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાનું જાહેર કરાયું છે.
 • આ ત્રણેય કેસ પશ્ચિમ આફ્રિકાની હાલિયા યાત્રાથી સંબંધિત છે.
 • લાસા એક વાયરસ છે જેના દ્વારા ખુબ તાવ આવે છે અને તે એક acute viral hemorrhagic illness તાવ છે.
 • આ તાવથી રુધારિભિસરણ તંત્રને નુકસાન પહોંચી શકે છે જેના લીધે શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ (internal bleeding) થઇ શકે છે.
 • World Health Organization (WHO) અનુસાર Lassa Fever એરિનાવિરિડે (Arenaviridae) વાયરસથી સંબંધિત છે જેની અસર 2 થી 21 દિવસ સુધી રહે છે.
 • આ વાયરસ માટે હજી સુધી એકપણ વેક્સિનને મંજૂરી અપાઇ નથી.
 • આ તાવ ઉંદરના પેશાબ અને મળથી ખરાબ થયેલ ખોરાકથી ફેલાય છે.
 • આ તાવ ઇબોલા જેવો વાયરસ છે જે મનુષ્યથી મનુષ્યમાં ઝડપથી નથી ફેલાતો.

◾️ કન્સરથી બચવા માટે મહારાષ્ટ્રમાં ‘હોપ એક્સપ્રેસ’ શરૂ થશે.

 • મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જાહેરાત કરી કે કેન્સરને રોકવા માટે રાજ્યમાં ‘હોપ એક્સપ્રેસ’ શરૂ કરવામાં આવશે.
 • સરકાર જિલ્લા યોજના દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં હોપ એક્સપ્રેસ શરૂ કરશે.
 • ભારતમાં આ પ્રકારનું આ પ્રથમ મશીન હશે.
 • મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ ગઢિંગલાજની હટ્ટરકી હોસ્પિટલમાં ઓન્કોપ્રાઈમ કેન્સર સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું.
 • વૈશ્વિક સ્તરે, કેન્સર મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. વિશ્વમાં દર મિનિટે 17 લોકો કેન્સરથી મૃત્યુ પામે છે.
 • રાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ કાર્યક્રમ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.

◾️ આરબીઆઈ 14-18 ફેબ્રુઆરી દરમિયાન નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવશે

 • ભારતીય રિઝર્વ બેંક 14-18 ફેબ્રુઆરી દરમિયાન નાણાકીય સાક્ષરતા સપ્તાહનું આયોજન કરી રહી છે.
 • આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ, સારી નાણાકીય પદ્ધતિઓ, ડિજિટલ થવા અને ગ્રાહક સુરક્ષા વિશે જાગૃતિ લાવવાનો છે.
 • આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ “ગો ડિજિટલ, ગો સિક્યોર” છે.
 • આ થીમ નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાયનાન્સિયલ એજ્યુકેશન 2020-2025ના વ્યૂહાત્મક ઉદ્દેશોમાંની એક છે.
 • નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2022નું મુખ્ય ધ્યાન ડિજિટલ વ્યવહારોની સલામતી અને ડિજિટલ વ્યવહારોની સુવિધા વિશે જાગૃતિ ફેલાવવા પર રહેશે.
 • R BI 2016 થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહની ઉજવણી કરે છે.

DOWNLOAD BEST APP FOR PREPRATION

19 February 2022 Current affairs in Gujarati

Leave a Comment