20 January 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

20 January 2022 Current Affairs In Gujarati

20 January 2022 Current Affairs In Gujarati One Liner Questions – 20

Join WhatsApp Group Join Now
 1. એરઈન્ડિયા લિમિટેડના અધ્યક્ષ/સીએમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
  ✅ વિક્રમ દેવ દત્તની
 2. ભારતમાં રશિયાના રાજદૂત તરીકે કોની નિમણૂક થઈ?
  ✅ ડનિસ એલિપોવની
 3. આગામી થલસેનાના ઉપાધ્યક્ષ તરીકે લેફટન્ટ જનરલ કોની નિમણૂક કરાઈ?
  ✅ મનોજ પાંડેની.
 4. બૉમ્બે ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક?
  ✅ નવિલ સંઘવીની
 5. Best Fifa Football Awards-2021 માં સર્વશ્રેષ્ઠ પુરુષ ફૂટબોલર નો એવોર્ડ રોબર્ટ લેવોન્ડોવ્સ્કીની અને સર્વશ્રેષ્ઠ મહિલા ફૂટબોલરનો એવોર્ડ કોને અપાયો?
  ✅ એલેક્સિયા પુટલેસને
 6. તેલંગાણા મત્રીમંડળે શૈક્ષણિક વર્ષ 2022-23 થી બધી સરકારી શાળાઓમાં કયું માધ્યમ શરૂ કરવાનો નિર્ણય કર્યો?
  ✅ અગ્રેજી માધ્યમ
 7. ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ખસેડીને ઈસ્ટ કલિમન્ટા લઈ જવાઈ.રાજધાનીનું નવું નામ કઈ રાખવામાં આવ્યું?
  ✅ નસાન્તારા
 8. સાનિયા મિરઝાએ ક્યા વર્ષ બાદ નિવૃતિ જાહેર કરી?
  ✅ 2022
 9. ભારતની કઈ કઈ IITના ડાઇરેક્ટરની નિમણૂક થઈ?
  ✅ IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT ઇન્દોર
 10. કઈ યોજના અંતર્ગત તમિલનાડુ સાંબા ખેતીને ચાર લાખ એકર ભૂમિ આપવામાં આવી?
  ✅ PMFBY
 11. બ્રહ્મોસ મિસાઇલ નવું સંસ્કરણ કઈ બાબત માટે ઉપયોગી થશે?
  ✅ જહાજ પ્રણાલી માટે.
 12. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે?
  ✅ 83મું
 13. કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ‘જગરુકવોટર’ અભિયાન શરૂ કર્યું?
  ✅ ટવિટર
 14. ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ એવોર્ડ્સ ૨૦૨૧ માં કયું ભારતીય રાજ્ય ટોચપર છે?
  ✅ કર્ણાટક
 15. કયા મંત્રાલયે ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ૨૬ મા સીઆઈએસઓ ડીપ ડાઇવ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું?
  ✅ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય

Click Here TO Read All Days Current Affairs Of January 2022

20 January 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs

◾️ દબઈમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ફિનિટી બ્રિજ ખુલ્લો મુકાયો

 • સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં પ્રતિષ્ઠિત ‘ઇન્ફિનિટી બ્રિજ’ 16 જાન્યુઆરી, 2022ના રોજ સત્તાવાર રીતે પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો.
 • મુખ્ય બિંદુઓ: પુલનું નામ ‘અનંત’ રાખવામાં આવ્યું છે કારણ કે તેનું માળખું અનંત (∞)ના ગાણિતિક પ્રતીક જેવું લાગે છે.
 • તે દુબઈના અમર્યાદિત, અનંત લક્ષ્યોનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
 • આ પુલની દરેક બાજુએ છ લેન છે અને રાહદારીઓ અને સાયકલ સવારો માટે 3 મીટરનો સંયુક્ત ટ્રેક છે.
 • તે 300 મીટર લાંબુ અને 22 મીટર પહોળું છે. આ પુલ દુબઈ ક્રીક પર બનાવવામાં આવ્યો છે અને દર કલાકે બંને દિશામાં 24,000 વાહનોને સમાવી શકે છે.
 • તે દેરાને બુર દુબઈ સાથે જોડશે.

◾️એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી)ના નવા ચેરમેન

 • એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર નરેન્દ્ર કુમાર ગોએન્કા એ સક્થીવેલનું સ્થાન લઈને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી)ના નવા ચેરમેન બન્યા છે.
 • એઈપીસી વિશે: તેની સ્થાપના 1978માં કરવામાં આવી હતી.
 • એઇપીસી એ ભારતમાં પરિધાન નિકાસકારોની સત્તાવાર સંસ્થા છે જે ભારતીય નિકાસકારો અને આયાતકારોઆંતરરાષ્ટ્રીય ખરીદદારોને નોંધપાત્ર સહાય પૂરી પાડે છે જેઓ ભારતને કપડાં માટે તેમના પસંદગીના સ્થળ તરીકે પસંદ કરે છે.
 • ગુડગાંવમાં તેની હેડ ઓફિસ છે, જેની ઓખલામાં રજિસ્ટર્ડ ઓફિસ છે અને પાન ઇન્ડિયામાં દસ ઓફિસછે.
 • એઇપીસી વસ્ત્રોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે એક શક્તિશાળી સંસ્થા છે.

◾️IIT સંસ્થાઓ માટે નવા ડાઇરેક્ટર જાહેર

 • તાજેતરમાં સરકાર દ્વારા 4 IIT સંસ્થાઓ માટે તેના નવા ડાઇરેક્ટર જાહેર કર્યા.
 • IIT દિલ્હી, IIT મદ્રાસ, IIT ઇન્દોર, IIT મંડીના ડાઇરેક્ટર પદ પર વરણી કરવામાં આવી, જેમાં મુખ્યત્વે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી IIT મદ્રાસ જે ભારતની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૉલેજ તરીકે સતત ત્રણ વર્ષથી સ્થાન ધરાવે છે.
 • તેમાં નેતૃત્વ પરિવર્તન આવ્યું છે. તેના ડાઇરેક્ટર પ્રો. ભાસ્કર રામામૂર્તિએ બે ટર્મ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપ્યું છે.
 • તેઓ પ્રો. વી. કામાકોટીના અનુગામી બનશે. જેમણે ભારતનું પ્રથમ સ્વદેશી વિકસિત માઇક્રોપ્રોસેસર ‘શક્તિ’ ડિઝાઇન કર્યું હતું.
 • તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. IIT મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રો. કામકોટી હાલમાં ઔદ્યોગિક કન્સલ્ટન્સી અને પ્રાયોજિત સંશોધન (ICSR), IIT મદ્રાસના એસોસિયેટ ડીન છે.
  શક્તિ પ્રોસેસર વિશે:
 • પ્રથમ સ્વદેશી ભારતીય ઔદ્યોગિક ગ્રેડ પ્રોસેસર.

◾️PMFBY સાંબાખેતી

 • તાજેતરમાં 2021-22 સાંબા ખેતી ઋતુગત પાક માટે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ચાર લાખ એકર ભૂમિનો સમાવેશ કરવામાં આવ્યો.
 • આ વર્ષે વધુ પાક ક્ષેત્ર કવરેજ સાથે વધુમાં વધુ ખેડૂતોએ નામાંકન કરાવેલું.
 • સાંબાની ખેતી ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે કેમ કે તે રવિપાક કે ખરીફ પાકમાં સમાવિષ્ટ નથી.
 • સાંબા શબ્દ ધાન્યપાક ખેતીનું તમિલ નામ છે.

◾️ 46મો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ એવોર્ડ

 • કર્ણાટકે ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અને આપવામાં આવેલા ૪૬ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ એવોર્ડ્સમાંથી ૧૪ મેળવ્યા છે.
 • આમ, રાજ્યવાર કર્ણાટક નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ 2021માં ટોચપર રહ્યું હતું.
 • મુખ્ય મુદ્દાઓ: કેન્દ્રને કર્ણાટકના સ્ટાર્ટઅપ્સ તરફથી 459 નોમિનેશન મળ્યા.
 • દેશભરમાંથી એવોર્ડ માટે 15 ક્ષેત્રો અને 49 પેટા ક્ષેત્રોમાં 2,177 અરજીઓ આવી હતી.
 • આ એવોર્ડ માં તેમના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમની પ્રશંસા કરવામાં આવે છે.

◾️ બરહ્મોસ મિસાઇલ (ઉન્નત નવું સંસ્કરણ)

 • બ્રહ્મોસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલનું એક્સ્ટેન્ડ રેન્જથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
 • આ પરીક્ષણને નૌસૈનિક જહાજ INS વિશાખાપટ્ટનમ્ દ્વારા કરવામાં આવ્યું.
 • આ મિસાઇલના નૌસૈનિક સંસ્કરણ પરીક્ષણની શરૂઆત ઑક્ટોબર અને ડિસેમ્બર 2020માં થઈ હતી.
 • ઉપયોગ: જહાજની યુદ્ધ પ્રણાલીમાં ઉપયોગી બનશે.
  નૌસૈનિક સંસ્કરણના વિશે:
 • સમુદ્રથી સમુદ્ર(Sea to Sea)માં પ્રહાર કરી શકાય તેવું ઉન્નત સંસ્કરણ છે.
 • તેને Vertical કે Horizontal મોડ દ્વારા લૉન્ચ કરી શકાય છે.
 • ગતિ: 2.8 મૅક, મારક ક્ષમતા: 290 km
 • તેની મારક ક્ષમતા ભવિષ્યમાં 480 km અને ત્યાર બાદ 600 km સુધી લંબાવવામાં આવશે.
 • આ મિસાઇલની ડિઝાઇન બ્રહ્મોસ ઍરોસ્પેસ દ્વારા કરવામાં આવેલ છે.

20 January 2022 Current Affairs In Gujarati Ended Here

20 January 2022 Current Affairs In Gujarati

3 thoughts on “20 January 2022 Current Affairs In Gujarati – Top and Best Questions”

Leave a Comment