21 February 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

21 February 2022 Current Affairs In Gujarati

21 February 2022 Current Affairs In Gujarati 15 One-liner questions and 8 detailed articles available below.

 1. નવી વેપાર સમજૂતી અંતગર્ત ભારત સંયુક્ત આરબ અમીરાતમાં એક ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન -IIT ની સ્થાપના કરશે. પ્રથમ વખત ભારત બહાર IITની સ્થાપના કરશે. હાલમાં દેશમાં કેટલી IIT છે?
  ✅ 23
 2. ભારતની પ્રથમ મોબાઈલ જૈવ સુરક્ષા પ્રયોગશાળાનો ક્યા પ્રારંભ કરવામાં આવ્યો?
  ✅ નાસિકમાં
 3. ગુજરાત સરકારે સરકારી-ખાનગી સંસ્થાઓમાં ગુજરાતીમાં લખાણને ફરજિયાત કર્યું. બેંકો, શાળા- કોલેજો, મોલ, શોપિંગ સેન્ટરો, બાગ-બગીચા અને હોસ્પિટલમાં અંગ્રેજી-હિન્દી લખાણની સાથે ગુજરાતીમાં લખવું પડશે.
 4. બ્રિટને કરોડપતિ નિવેશકો માટે કયો કાર્યક્રમ બંધ કરવાની જાહેરાત કરી?
  ✅ ‘ગોલ્ડન વિઝા’
 5. 40 વર્ષ બાદ ભારતમાં -મુંબઈ ,2023 માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સત્રનું યજમાનપદ શોભાવશે. IOC -સત્ર એ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની વાર્ષિક બેઠક છે. હાલમાં IOC માં કેટલા મતદાતા સદસ્યો અને કેટલા માનદ સદસ્યો છે?
  ✅ 101 મતદાતા, 45 માનદ
 6. સિનિયર સિટીઝન માટે નેશનલ હેલ્પલાઇન સંબધિત કયો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો?
  ✅ 14567
 7. ગૂગલનું વડુમથક ક્યા આવેલું છે?
  ✅ કલિફોર્નિયા
 8. પુસ્તક “અટલ બિહારી વાજપેયી-ઈન્ડયાઝ મોસ્ટ લવ્ડ પ્રાઇમ મિનિસ્ટર” __ દ્વારા લખવામાં આવ્યું છે.
  ✅ સાગરિકા ઘોષ
 9. વિશ્વ રેડિયો દિવસ 2022 ની થીમ શું છે?
  ✅ રડિયો અને વિશ્વાસ
 10. મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની કઈ આવૃત્તિ 29 મે, 2022થી શરૂ થશે?
  ✅ 17 મો
 11. કઈ તારીખે સાતમો મૃદા (માટી) સ્વાથ્ય કાર્ડ દિવસ ઉજવવામાં આવ્યો છે ?
  ✅ 19 ફેબ્રુઆરી
 12. હાલમાં કઈ બેંકએ જૈમિની ભગવતીને અતિરક્ત નિર્દેશક રૂપમાં નિમણુંક કરી છે ?
  ✅ HDFC first Bank
 13. તાજેતરમાં સુરજીત સેન ગુપ્તાનું નિધન થયું છે તેઓ કઈ રમત સાથે જોડાયેલા હતા ?
  ✅ ફટબોલ
 14. કોની આર્થિક વિકાસ સંસ્થાના નવા નિર્દેશક ના રૂપમાં નિમણુક કરવામાં આવી છે?
  ✅ ચતન ઘાટે
 15. કયા સ્થળે બ્રમ્હોસ સુપર સોનિક ક્રુઝ મિસાઈલ નું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ?
  ✅ વિશાખાપટનમ

Read February Month All Days Current Affairs :- Click here

21 February 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs

◾️ આતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2022 / International Mother Language Day 2022

 • ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાન દ્વારા 1948માં ઉર્દૂને રાષ્ટ્રીય ભાષા જાહેર કરાયા બાદ પૂર્વ પાકિસ્તાન (હાલનુંબાંગ્લાદેશ)માં તેનો વિરોધ ઉઠ્યો.
 • સૌ પ્રથમ આ વિરોધ ધીરેન્દ્રનાથ દત્તાએ કર્યો હતો.
 • વિરોધ દરમિયાન થયેલ વિવિધ રેલીઓમાં 21 ફેબ્રુઆરી, 1952ના રોજ રેલી પર પોલીસ દ્વારા ફાયરીંગ થયું જેમાં પાંચ આંદોલનકારીઓ મૃત્યું પામ્યા.
 • ભાષા માટે કોઇ વ્યક્તિ પોતાનો જીવ આપી દે તેવી ગંભીરતાનો વિશ્વને સૌપ્રથમવાર પરિચય થયો.
 • કેનેડા ખાતે રહેતા મૂળ બાંગ્લાદેશી ભાષા કાર્યકર રફીકુલ ઇસ્લામ દ્વારા યુનોના તત્કાલીન સેક્રેટરી જનરલ કોફી અન્નાનને 1998માં આ દિવસની માંગણી કરતો પત્ર લખવામાં આવ્યો.
 • ત્યારબાદ બાંગ્લાદેશ સરકાર દ્વારા પણ આ માંગણી કરવામાં આવી.
 • આ દિવસની ઔપચારિક જાહેરાત UNESCO દ્વારા 17 નવેમ્બર, 1999ના રોજ કરવામાં આવી હતી.
 • આ માટેનો વિગતવાર પ્રસ્તાવ યુએન જનરલ એસમ્બ્લી દ્વારા 2002માં સ્વીકારવામાં આવ્યો હતો.

◾️ International Mother Language Day Theme 2022

 • આ દિવસની વર્ષ 2022ની થીમ Using technology for multilingual learning: Challenges and opportunities રાખવામાં આવી છે.

◾️ નપાળ દ્વારા ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ અપનાવવામાં આવી.

 • નેપાળ દ્વારા ભારતની પેમેન્ટ સિસ્ટ્મ Unified Payments Interface (UPI) ને અપનાવવાની જાહેરાત કરી છે.
 • આ માટે UPI પેમેન્ટ સિસ્ટમ વિકસિત કરનાર National Payment Corporation of India (NPCI) દ્વારા Gateway Payments Services (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે કરાર કરાયા છે.
 • ગેટ-વે પેમેન્ટ સિસ્ટમ એ નેપાળની આધિકારિક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે તેમજ મનમ ઇન્ફોટેક ભારતની યુપીઆઇ સેવાને લાગૂ કરશે.
 • ભારતની આ સેવા જુલાઇ, 2021માં ભૂટાન દ્વારા પણ અપનાવવામાં આવી હતી.
  ભારતમાં UPI પેમેન્ટ સર્વિસ વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી.
 • વર્ષ 2021માં UPI દ્વારા ભારતમાં કુલ 940 અબજ ડોલરના 3,900 કરોડ નાણાકીય વ્યવહાર થયા હતા જે ભારતની GDPના લગભગ 31% જેટલા છે.

◾️ વડાપ્રધાન મોદીએ ઇન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટનું લોકાર્પણ કર્યું.

 • આ પ્લાન્ટ 15 એક જમીનમાં 150 કરોડ રુપિયાના ખર્ચથી બનાવાયો છે.
 • આ પ્લાન્ટની ક્ષમતા 550 મેટ્રિક ટનની છે જે 17,500 કિ.ગ્રા. બાયોગેસ અને 100 ટન ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર આપી શકશે.
 • આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત Compressed natural gas (CNG) થી લગભગ 400 બસ ચાલી શકશે.
 • આ પ્લાન્ટ Public Private Partnership (PPP) મોડેલ પર આધારિત છે.

◾️ ગજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળો પર બોર્ડમાં ગુજરાતે ભાષાને ફરજિયાત બનાવાઇ.

 • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ જાહેર સ્થળો પર બોર્ડમાં ગુજરાતી ભાષા હોવાનું ફરજિયાત બનાવાયું છે.
 • આ જાહેરાત બાદ રાજ્યની તમામ હોટેલ્સ, હોસ્પિટલ્સ, મોલ્સ, બેંક, કાફે, સિનેમા સહિતના સ્થળ પર ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવું ફરજિયાત બનશે.
 • ગુજરાત રાજ્યની સ્થાપના સમયે નિર્મિત ‘ગુજરાત અધિનિયમ, 1961’માં જ ગુજરાતી ભાષાને ગુજરાતની રાજભાષાનો દરજ્જો અપાયો હતો જેના હેઠળ આ પ્રકારનો નિયમ સરકાર બનાવી શકતી હતી પરંતુ આટલા વર્ષો બાદ સરકારે ઠરાવ દ્વારા આ નિયમને અમલી બનાવ્યો છે.
 • અત્યાર સુધીમાં ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 1961ના આ કાયદાના અમલ માટે છ વાર ઠરાવો અને પરિપત્રો પ્રસિદ્ધ કરાયા છે જેમાં વર્ષ 2000 પછી 22 વર્ષોમાં ત્રણ પરિપત્રો જાહેર કરાયા હતા.
 • આ વર્ષે આ ઠરાવ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા ફરીથી પ્રસિદ્ધ કરાયો છે.
 • ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના બે દિવસ પહેલા આ નિયમ અમલી કરાયો છે.

◾️ IOCના વર્ષ 2023ના સેશનની યજમાની ભારત કરશે.

 • International Olympic Committee (IOC) ના સેશનની યજમાની 40 વર્ષ બાદ ભારતને મળી છે.
 • અગાઉ વર્ષ 1983માં નવી દિલ્હી ખાતે આ સમિતિનું સેશન યોજાયું હતું.
 • વર્ષ 2023માં આ સેશન મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર છે.
 • વર્ષ 2023માં IOCનું 140મું અધિવેશન યોજાશે.
 • આ સેશનની યજમાની માટે ચીનના બેઇજિંગ ખાતે 139માં સેશન દરમિયાન વોટિંગ કરાયું હતું જેમાં ભારતને 76માંથી 75 વોટ મળ્યા હતા.
 • ભારત તરફથી IOC સામે ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રા, IOC મેમ્બર નીતા અંબાણી, Indian Olympic Association (IOA) ના પ્રમુખ નરેન્દ્ર બત્રા અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
 • IOC ની રચના 23 જૂન, 1894ના રોજ થઇ હતી જેનું મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના લુસાને ખાતે છે.

◾️ NCPCR અને NCB વારા મહેસાણાની બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી.

 • National Commission for Protection of Child Rights (NCPCR) અને Narcotics Control Bureau (NCB) દ્વારા ગુજરાતના મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી છે.
 • 15મી ઑગષ્ટ, 2020ના રોજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 272 જિલ્લાઓમાં ‘નશા મુક્ત ભારત’ અભિયાનની શરુઆત કરવામાં આવેલ હતી.
 • આ અભિયાનના ભાગ રુપે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા ‘ડ્રગ્સ અને માદક પદાર્થોથી બાળકોનો બચાવ’ અંતર્ગત જિલ્લાનો જોઇન્ટ એક્શન પ્લાન બનાવાયો હતો.
 • આ પ્લાન હેઠળ જિલ્લ્લા તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.

◾️ દશમાં 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન ‘વિજ્ઞાન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે.

 • આ સપ્તાહની ઉજવણી ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના ‘અમૃત મહોત્સવ’ હેઠળ મનાવવામાં આવશે.
 • આ વિજ્ઞાન સપ્તાહ / Science Week ની ઉજવણી જમ્મુ વિશ્વવિદ્યાલય ખાતે 22 ફેબ્રુઆરીથી શરુ થનાર છે.
 • આ ઉજવણીમાં દેશના કુલ 75 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી ગુજરાતના ત્રણ કેન્દ્રો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગરના લોકભારતી સણોસરા વિજ્ઞાન કેન્દ્રનો સમાવેશ થાય છે.
 • આ વિજ્ઞાન સપ્તાહ 28 ફેબ્રુઆરી સુધી ચાલશે તેમજ 28 ફેબ્રુઆરીના રોજ સી.વી. રામને 1928માં ‘રામન ઇફેક્ટ’ની શોધ કરી હતી તેની ઉજવણી કરવામાં આવશે.

◾️ જલ જીવન મિશન હેઠળ પાણી મેળવનાર જિલ્લાઓની સંખ્યા 100 થઇ.

 • હિમાચલ પ્રદેશનો ચમ્બા જિલ્લો આ યોજના હેઠળ પાણી મેળવનાર 100મો જિલ્લો બન્યો છે.
 • આ યોજના હેઠળ દેશના 100 સુદૂર ક્ષેત્રના જિલ્લાઓને પાણી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું હતું.
 • આ યોજનાની જાહેરાત 15મી ઑગષ્ટ, 2019ના રોજ ‘હર ઘર, જલ સે નલ’ ના ઉદેશ્યથી કરવામાં આવી હતી.
 • અત્યાર સુધીમાં આ યોજના હેઠળ 5.78 કરોડથી વધુ ગ્રામ્ય ઘરોને નળ દ્વારા પાણી પહોંચાડાયું છે.
 • જ્યારે આ યોજનાની શરુઆત કરવામાં આવી ત્યારે દેશમાં 19.27 કરોડ ઘરમાંથી ફક્ત 3.23 કરોડ (લગભગ 17%) ઘરોમાં જ નળનું કનેક્શન હતું.
 • હાલ આ યોજના હેઠળ 100 જિલ્લાઓના 1,138 બ્લોક, 66,328 ગ્રામ પંચાયત અને 1,36,803 ગામોને પાણી પહોંચતુ થયું છે.
 • આ યોજના હેઠળ ચાલુ વર્ષમાં જ અન્ય રાજ્યોના તમામ ગામોમાં પાણીની સુવિધા મળવાની તૈયારી છે જેમાં પંજાબ (99%), હિમાચલ પ્રદેશ (92.5%), ગુજરાત (92%) અને બિહાર (90%) નો સમાવેશ થાય છે.

Download NCERT GUJARATI Textbooks APP CLICK HERE

21 February 2022 Current Affairs In Gujarati

Leave a Comment