22 February 2022 Current Affairs in Gujarati – Top and Best Questions

22 February 2022 Current Affairs in Gujarati

22 February 2022 Current Affairs in Gujarati One-liner 20 questions and 8 detailed articles available below

 1. ‘એસોચેમ’ તરફથી કઈ કંપનીને ભારતની સૌથી ભરોસાપાત્ર સાર્વજનિક ક્ષેત્રની કંપનીનો એવોર્ડ અપાયો?
  ✅ કોલ ઈન્ડિયા લિમિટેડને
 2. આંધ્રપ્રદેશ જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
  ✅ ગૌતમ સંવાગની
 3. દિલ્હી ટીચર્સ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક?
  ✅ પરો. ધનંજય સિંહની
 4. IIT રુડકીએ એગ્રોમેટ એડવાઈઝરી સેવાઓના પ્રસાર માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી?
  ✅ KISAN
 5. સરકારે પાછલા 75 વર્ષની વિજ્ઞાનની સિદ્ધિઓ માટે 22 થી 28 ફેબ્રુઆરી,2022 સુધી ‘ક્યા’ સ્મરણોત્સવ સપ્તાહનું આયોજન કરવાનું નક્કી કર્યું.?
  ✅ વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે
 6. ઘાસચારા કૌભાંડના પાંચમા કેસમાં સીબીઆઈ અદાલતે લાલુપ્રસાદ યાદવને કેટલા વર્ષની સજા ફટકારી?
  ✅ 5
 7. 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે જેની આ વર્ષની થીમ ?
  ✅ બહુભાષી શિક્ષણ માટે ટેક્નોલોજીનો ઉપયોગ : પડકારો અને તકો
 8. “ઓપરેશન નન્હે ફરિશતે કોની સાથે સંબંધિત છે ?
  ✅ RPF
 9. તાજેતરમાં કઈ સંસ્થાએ દેશભરમાં 1000 ઈલેકિટ્રક વેહિકલ (EV) ચાર્જિંગ સ્ટેશન સ્થાપ્યા?
  ✅ IOC
 10. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાય છે?
  ✅ 20 ફેબ્રુઆરી
 11. સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ?
  ✅ રાજસ્થાન
 12. તાજેતરમાં એક શિંગી ગેંડા માટે રીર્ચામાં રહેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે?
  ✅ આસામ
 13. તાજેતરમાં ભારતીય રેલવેની સૌથી લાંબી ટનલ T-49 કયાં બે સ્થળો વચ્ચે બની રહી છે?
  ✅ ઉધમપુર – શ્રીનગર
 14. ભારત સરકારે કયા વર્ષ માટે ન્યૂ ઇન્ડિયા સાક્ષરતા કાર્યક્રમ યોજનાને મંજૂરી આપી?
  ✅ 2022-2027
 15. એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ-2022માં ઉદ્‌ઘાટન સંબોધન કોણે કર્યું હતું?
  ✅ નરેન્દ્ર મોદી
 16. તાજેતરમાં કયા રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરવામાં આવી?
  ✅ ગજરાત
 17. કયા રાજ્યમાં તારાપુર હત્યાકાંડને ધ્યાનમાં રાખીને 15 ફેબ્રુઆરીને ‘શહીદ દિવસ’તરીકે ઉજવવામાં આવશે?
  ✅ બિહાર
 18. મેગા કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપ ‘પ્રમાર્શ 2022’ ક્યા શરુ થયો?
  ✅ બિકાનેર
 19. કઈ રાજ્ય સરકારે નવી બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું?
  ✅ ગજરાત
 20. મુંબઈ શહેર પરિવહન પરિયોજના હેઠળ કઈ રેલવે લાઇનને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી?
  ✅ થાણેથી દીવા

Read February Month All Days Current Affairs :- Click Here

22 February 2022 Current Affairs in Gujarati Detailed Articles

◾️ વડાપ્રધાન મોદીએ ‘ડ્રોન કિસાન યાત્રા’ ની શરુઆત કરી.

 • આ યાત્રાની શરુઆત હરિયાણાના ગુડગાવ જિલ્લાના માનેસર ખાતેથી કરી હતી.
 • આ શરુઆતની સાથે વડાપ્રધાને 100 કિસાન ડ્રોનનું પણ કર્યું છે.
 • આ ડ્રોનનો ઉપયોગ ખેતરોમાં જંતુનાશક દવાઓના છંટકાવ માટે કરવામાં આવશે.
 • વડાપ્રધાન દ્વારા આ સુવિધાને નવી ક્રાંતિની શરુઆત ગણાવીને આગામી સમયમાં ફળ, શાકભાજી અને ફૂલોને ઓછામાં ઓછા સમયમાં બજારમાં પહોંચાડવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતા ડ્રોનનો ઉપયોગ થવાનું પણ જણાવાયું હતું.
 • ભારતમાં ગરુડ એરોસ્પેસ દ્વારા આવનાર બે વર્ષોમાં 1 લાખ મેડ-ઇન-ઇન્ડિયા ડ્રોન બનાવવાનું લક્ષ્ય રખાયું છે.

◾️ દશની પ્રથમ મોબાઇલ બાયોસેફ્ટી લેબ નાસિક ખાતે શરુ કરવામાં આવી.

 • દેશની આ પ્રથમ Mobile Biosafety Lab (BSL-3) નું નાસિક ખાતે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડૉ. ભારતી પવારે ઉદ્‌ઘાટન કર્યું છે.
 • આ લેબ દેશના દૂર દૂરના વિસ્તારો અને વન ક્ષેત્રો સુધી પહોંચવા માટે સક્ષમ છે જેમાં Indian Council of Medical Research (ICMR) ના વૈજ્ઞાનિકો માનવ અથવા પશુઓના નમૂનાઓની તપાસ કરી શકશે.
 • આ લેબ એક બસ આકારની છે જેની ડિઝાઇન ICMR અને મુંબઇ સ્થિત એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવી છે.
 • આ લેબની કિંમત લગભગ 25 કરોડ રુપિયા છે જેને ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ બનાવવામાં આવી છે.

◾️ થાણે દિવા રેલ લાઇન

-વડાપ્રધાન મોદી દ્વારા થાણેથી દીવાને જોડનારી બે રેલવે લાઇન જે મુંબઈ શહેર પરિવહન પરિયોજનાનો ભાગ છે તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી.
-વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ આયોજન કરવામાં આવ્યું.
-વડાપ્રધાન મોદી દ્વારા મુંબઈ ઉપનગરીય રેલવે 2 ઉપનગરીય ટ્રેનને પણ લીલી ઝંડી આપાઈ.
-તેમાં 1. 4 કિમી લાંબા રેલ ફ્લાયઓવર, 3 મુખ્ય પુલ, 21 નાના પુલ સમાવિષ્ટ છે.

 • આ રેલવે લાઇનથી શહેરમાં 36 નવી ઉપનગરીય રેલ ગાડીઓને પણ શરૂ કરવામાં આવશે.

◾️ પલિકટ સરોવરમાં જોવા મળ્યા લોંગ બિલ્ડ ડોવિચર

 • તાજેતરમાં તમિલનાડુના નંગનલ્લુર નિવાસીઓએ પુલિકટ સરોવરમાં લોંગ બિલ્ડ ડોવિચર જોયા જે પ્રજાતિ લુપ્ત થતી પ્રજાતિઓમાંની એક છે.
 • લોંગ બિલ્ડ ડોવિચર વિશે:
  -આ પ્રજાતિનું વૈજ્ઞાનિક નામ limnodromus scoiopaceus છે.
  -આ પક્ષીની લાંબી ચાંચ તેના માથાની લંબાઈથી બે ગણી હોય છે.
  -મુખ્યત્વે પાણી પાસે જમીન પર પોતાનો માળો બનાવી રહે છે.
  -આ લાંબી ચાંચવાળાં ડોવિચર કીટકો ખાઈ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
  -પુલિકટ સરોવર દેશનું સૌથી મોટું બીજા નંબરનું ખારા પાણીનું સરોવર છે જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ રાજ્યની સરહદે સ્થિત છે.

◾️ મગા કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપ ‘પ્રમાર્શ 2022’

 • સંસ્કૃતિ અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજસ્થાનના બિકાનેર જિલ્લા ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે એક મેગા કારકિર્દી કાઉન્સેલિંગ વર્કશોપ ‘પ્રમાર્શ 2022’ની શરૂઆત કરી.
 • આ વર્કશોપમાં બિકાનેર જિલ્લાની હજારો ખાનગી અને સરકારી શાળાઓના અને મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાંથી એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
 • ભારતમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે કે એક વર્કશોપમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ કારકિર્દી કાઉન્સેલિંગમાં ભાગ લીધો હતો.
 • વર્કશોપનું આયોજન શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેરિયર સર્વિસિસ (NICS) અને બેંગલુરુ સ્થિત શૈક્ષણિક સ્ટાર્ટ-અપ એડ્યુમિલસ્ટોન્સ દ્વારા સંયુક્ત રીતે રાજસ્થાનના સમર્થનથી કરવામાં આવ્યું હતું.

◾️ તારાપુર હત્યાકાંડને ધ્યાનમાં રાખીને 15 ફેબ્રુઆરી: ‘શહીદ દિવસ’

 • તાજેતરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી કે, દર વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ ‘શહીદ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે.
 • બિહારના મુંગેર જિલ્લાના તારાપુર શહેરમાં 90 વર્ષ પહેલાં પોલીસ દ્વારા માર્યા ગયેલા 34 સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં 15 ફેબ્રુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવશે.
 • અમૃતસરમાં 1919માં જલિયાવાલા બાગ પછી બ્રિટિશ પોલીસ દ્વારા આચરવામાં આવેલો આ સૌથી મોટો હત્યાકાંડ હોવા છતાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓને ક્યારેય તેમનો હક મળ્યો ન હતો
 • આ ઘટના 15 ફેબ્રુઆરી, 1932ના રોજ બની હતી, જ્યારે યુવા સ્વાતંત્ર્ય સેનાનીઓના એક જૂથે તારાપુરના થાણા ભવન ખાતે ‘ભારતીય રાષ્ટ્રધ્વજ’ ફરકાવવાની યોજના બનાવી હતી.
 • પોલીસને તેમની યોજનાની જાણ નહોતી પરંતુ કેટલાક અધિકારીઓ સ્થળ પર હાજર હતા. આ દરમિયાન પોલીસે તેમના પર ઘાતકી લાઠીચાર્જ કર્યો હતો.
 • લાઠીચાર્જ છતાં, એક સ્વાતંત્ર્ય સેનાની (ગોપાલ સિંહ) થાણા ભવન ખાતે ધ્વજ લહેરાવવામાં સફળ થયા.
 • 4000 જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેમાં સિવિલ એડમિનિસ્ટ્રેશનનો એક અધિકારી ઘાયલ થયો.
 • જવાબમાં પોલીસે ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. લગભગ 75 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જે બાદ ઘટનાસ્થળેથી 34 મૃતદેહો મળી આવ્યા હતા.

◾️ગજરાત સરકારની નવી બાયોટેકનોલોજી પોલિસી

 • ગુજરાત સરકારે નવી બાયોટેકનોલોજી પોલિસીનું અનાવરણ કર્યું, જે બાયોટેકનોલોજી ક્ષેત્રમાં મૂડી રોકાણો પર 25 ટકા સુધીની નાણાકીય સહાય આપે છે.
 • નવી બાયોટેકનોલોજી પોલિસીનો કાર્યકારી સમયગાળો વર્ષ 2022થી 2027 સુધી પાંચ વર્ષનો રહેશે.
 • આ નીતિ લગભગ 1.2 લાખ નવી રોજગારીની તકો ઊભી થશે.
 • આ ક્ષેત્રમાં અંદાજિત રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષશે.
 • NGO, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઉદ્યોગો સહિતના હિતધારકો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપશે.
 • આવા પ્રોજેક્ટ્સ માટે ટર્મ લોન પર વ્યાજ સબસિડી આપવા ઉપરાંત, પોલિસી પાંચ વર્ષ માટે વીજળી ડ્યુટી પર 100 ટકા વળતર પણ આપે છે.
 • નવી નીતિનો ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બાયોટેકનોલોજી હબ બનાવવાનો છે.
 • 200 કરોડથી ઓછું રોકાણ કરનારા MSMEને 40 કરોડ રૂપિયા સુધીની સહાય મળશે.
 • 200 કરોડથી વધુના મૂડી રોકાણ સાથેના મેગા અથવા મોટા પ્રોજેક્ટ્સને રૂ. 200 કરોડની ટોચમર્યાદા સાથે કુલ મૂડી ખર્ચના 25 ટકા સુધીની સહાય મળશે.
 • પાંચ વર્ષના સમયગાળા માટે 20 ત્રિમાસિક હપ્તાના સ્વરૂપમાં સહાય પૂરી પાડવામાં આવશે.
 • ભારતમાં ઉત્પાદિત ન થતા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો માટે વધારાની સહાય પૂરી પાડવામાં આવશે.

◾️ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના

 • તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જાહેર કરવામાં આવી.
 • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ યોજના શરુ કરી.
 • આ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 2022-23ની વેરાની રકમ નાગરિકો 31 મે, 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે.
 • આવી વેરાની રકમ મોબાઇલ ઍપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. 31 મે, 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 15 ટકા વળતરનો લાભ મળશે.
 • રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા રહશે.
 • જે કરદાતા-નાગરિકને તેમની મિલ્કત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે 31 માર્ચ, 2022 સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરવામાં આવશે.

દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ Awards-2022 ની જાહેરાત કરાઈ.

 • ‘પુષ્પા : ધ રાઈઝ’ ને ધ ફિલ્મ ઓફ ધ યર એવોર્ડ.
 • ‘શેરશાહ’ ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ.
 • સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ રણવીર સિંહને અને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કૃતિ સેનને અપાયો.
 • સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કેન ઘોષ ને.
 • સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મનો એવોર્ડ – ‘અનઅધર રાઉન્ડ’ ને.
 • ટેલિવિઝન સિરીઝ ઓફ ધ યર – અનુપમા ને.
 • ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ પ્રદાનનો એવોર્ડ આશા પારેખને.

Download All Standard NCERT GUJARATI Textbooks App

22 February 2022 Current Affairs in Gujarati

Leave a Comment