23 February 2022 Current affairs in Gujarati – top and best questions

23 February 2022 Current affairs in Gujarati

23 February 2022 Current affairs in Gujarati 20 one-liner questions and 8 detailed articles

 1. એડિડાસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્યા ટેબલ ટેનિસ ખેલાડી નિમણૂક?
  ✅ મનિકા બત્રાની
 2. હોન્ડા કાર્સ ઈન્ડિયા (Honda Cars India) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ?
  ✅ તાકુયા ત્સુમુરાની
 3. આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના એથ્લીટ આયોગના અધ્યક્ષ તરીકે ફિનલેન્ડની આઈસર્હાકી ખેલાડીની પસંદગી કરાઈ?
  ✅ એમ્મા ટેરહો
 4. કેન્દ્રીય કૃષિમંત્રી જિતેન્દ્ર પ્રસાદે જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં લેવેન્ડરની ખેતીને પ્રોત્સાહન આપાવા માટે શું શરૂ કરવાની યોજના બનાવી?
  ✅ Purple Revolution – ‘ જાંબલી ક્રાંતિ ‘
 5. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પૂર્વ યુક્રેન ના બે ક્ષેત્રો- કે જેમણે સ્વતંત્ર ગણરાજ્ય તરીકે માન્યતા આપી?
  ✅ લહાંસ્ક અને ડોનેટ્સ્કને

896 ભારત અને ઓમાન વચ્ચે 21 થી 25 ફ્રેબુઆરી, 2022 સુધી ચાલનારા અભ્યાસનું નામ?
✅ ઈસ્ટર્ન -બ્રિજ -VI વાયુ અભ્યાસનો

 1. TCS એ ઓસ્ટ્રેલિયાના ક્યા શહેરમાં ડિજિટલ ગેરેજ લોન્ચ કરી?
  ✅ સિડનીમાં
 2. ભારતીય મહિલા ક્રિકેટર કે જેમને હાલમાં ક્રિકેટનો બધાં પ્રારૂપોમાંથી નિવૃત્તિ જાહેર કરી?
  ✅ વી. આર. વનિતાને
 3. બીજિંગમાં આયોજિત શીતકાલીન ઓલંપિક રમતોત્સવનું સમાપન નોર્વે સતત બીજી વખત મેડલ વિજેતામાં પ્રથમ સ્થાને. 16 ગોલ્ડ મેડલ સહિત કુલ 37 મેડલો જીત્યા. શિયાળુ ઓલમ્પિક રમતોત્સવમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. 27 મેડલ સાથે જર્મની બીજા અને 15 મેડલ સાથે ચીન ત્રીજા સ્થાને. ભારતે કોઈ મેડલ જીત્યો નથી. 2026 નો શિયાળુ ઓલંપિક રમતોત્સવ ક્યા યોજાશે?
  ✅ ઈટાલીના મિલાન અને ર્કાર્ટિના ડી. એમ્પોઝ
 4. વિશ્વ સ્કાઉટ દિવસ ક્યારે ઉજવાય છે?
  ✅ 22 ફ્રેબુઆરી, સ્કાઉટના સંસ્થાપક રોબર્ટ બેડન પોવલની જન્મતિથિ છે.
 5. 22 ફ્રેબુઆરી વિશ્વ ચિંતન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષની થીમ ?
  ✅ આપણું વિશ્વ આપણું ભવિષ્ય
 6. ઓપરેશન સ્નો લેપર્ડ કોની સાથે સંબંધિત છે?
  ✅ ભારતીય સૈન્ય
 7. 2023 ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિના સત્રની મેજબાની ક્યું ભારતીય શહેર કરશે?
  ✅ મબઈ
 8. જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે?
  ✅ જમ્મુ કાશ્મીર
 9. પ્રોજેક્ટ આરોહણ ક્યા રાજય સાથે સંબંધિત છે?
  ✅ આસામ
 10. તાજેતરમાં અપર ભદ્રા પરિયોજનાને રાષ્ટ્રીય પરિયોજનાનો દરજ્જો આપવામાં આવ્યો, તે ક્યા રાજ્યમાં આવેલી છે?
  ✅ કર્ણાટક
 11. સુપ્રીમ કોર્ટ તાજેતરમાં ક્યા રાજયમાં ઓર્કેસ્ટ્રા બારમાં કલાકારો અંગેનો જેન્ડર કેપ સમાપ્ત કર્યો?
  ✅ મહારાષ્ટ્ર
 12. કેટલાં વર્ષનાં બાળકો જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમમાં સમાવિષ્ટ છે?
  ✅ 18 વર્ષથી નીચેનાં
 13. ઓર્ગોનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
  ✅ સાઉદી અરેબિયા
 14. તાજેતરમાં કોક-ઓવન પ્લાન્ટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો?
  ✅ મગ્લોર

Read February Month All Days Current Affairs :- Click here

23 February 2022 Current affairs in Gujarati Detailed Articles

◾️ ભારતની પ્રથમ વૉટર ટેક્સી

 • બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મહારાષ્ટ્રમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી સક્ષમ કરવા માટે ભારતની પ્રથમ વૉટર ટેક્સી સેવાનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું.
 • જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવનિર્મિત બેલાપુર જેટીનું ઉદ્ઘાટન કર્યું હતું.
 • આ સેવાઓ ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ (DCT)થી શરૂ થશે અને નેરુલ, બેલાપુર, એલિફન્ટા ટાપુ અને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) નજીકનાં સ્થળોને જોડશે.
 • બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દરિયાકાંઠાનાં રાજ્યો સાથે બંદર વિકાસ, મત્સ્યઉદ્યોગ વિકાસ, જેટી બાંધકામ અને કૌશલ્ય વિકાસ માટે વિવિધ પ્રોજેક્ટ્સ પર સહયોગ કરી રહ્યું છે.
 • બેલાપુર જેટી રૂ. 8.37 કરોડના ખર્ચે બનેલ છે. તેને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની સાગરમાલા યોજના હેઠળ 50-50 %ની ભાગીદારીમાં ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું.
 • આ જેટી ભાઈચા ધક્કા, માંડવા, એલિફન્ટા અને કરંજા જેવાં સ્થળોએ જહાજોની અવર-જવરને સક્ષમ બનાવશે.
 • મહારાષ્ટ્ર માટે રૂ 1.05 લાખ કરોડના 131 પ્રોજેક્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આમાંથી નાણાકીય સહાય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની સાગરમાલા યોજના હેઠળ 46 પ્રોજેક્ટને રૂ. 2,078 કરોડ આપવામાં આવશે.

◾️ કિશોર ન્યાયપ્રણાલી: Juvenile Justice

-તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના નિર્ણયને પડકારતી અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કિશોર ન્યાયની અરજીઓ વાસ્તવિક તથ્યો પર આધારિત હોવી જોઈએ.
-કોર્ટે કહ્યું કે જો શંકાસ્પદ પ્રકૃતિના દસ્તાવેજો એ સાબિત કરવા માટે રજૂ કરવામાં આવે છે કે તે કિશોર છે, તો આરોપીને કિશોર તરીકે ગણવામાં આવશે નહીં, આ કાયદો લાભદાયી કાયદો છે.
-નોંધનીય છે કે કિશોર અપરાધીઓ (18 વર્ષથી ઓછી ઉંમરના)ને જુવેનાઇલ જસ્ટિસ અધિનિયમ, 2000 હેઠળ રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
-આ ઍક્ટની કલમ 7-A હેઠળ, આરોપી વ્યક્તિ કેસના અંતિમ નિકાલ પછી પણ, કોઈ પણ તબક્કે, કોઈ પણ કોર્ટ સમક્ષ કિશોર હોવાનો દાવો કરી શકે છે.

 • ભારતમાં વિકસિત કિશોર ન્યાયપ્રણાલી:
  -જુવેનાઇલ જસ્ટિસ સિસ્ટમની વ્યાખ્યાઃ કિશોર ન્યાયપ્રણાલી એવાં બાળકો સાથે વ્યવહાર કરે છે કે જેમણે કોઈ રીતે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને જેમને સંભાળ અને રક્ષણની જરૂર છે.
  -ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને કિશોર ગણવામાં આવે છે.
  -સગીર એવી વ્યક્તિ છે જેણે સંપૂર્ણ કાનૂની જવાબદારીની ઉંમર પ્રાપ્ત કરી નથી અને કિશોર એ સગીર છે જેણે ગુનો કર્યો છે અને તેને સંભાળ અને રક્ષણની જરૂર છે.
  -ભારતમાં 7 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને ‘ડોલી ઇન્કાપેક્સ સિદ્ધાંત’ના કારણે કોઈ પણ ગુના માટે દોષિત ઠેરવી શકાતો નથી, જેનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ ગુનો કરવાના ઇરાદામાં અસમર્થ હોય.
  -જુવેનાઇલ જસ્ટીસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2000: ભારત સરકાર દ્વારા જુવેનાઇલ જસ્ટીસ ઍક્ટને રદ કરીને નવો અધિનિયમ, જુવેનાઇલ જસ્ટીસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ, 2000 દાખલ કરવામાં આવ્યો હતો.
  -તેમાં ‘કાયદા સાથે વિવાદ’ અને ‘સંભાળ અને રક્ષણ’ની જરૂરિયાત જેવી વધુ સારી પરિભાષા હતી.
  -જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) સુધારો બિલ, 2021: તાજેતરમાં રાજ્યસભામાં જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને સંરક્ષણ) સંશોધન બિલ, 2021 પસાર કરવામાં આવ્યું.
  -આ અધિનિયમ બાળકોના રક્ષણ અને દત્તક માટેની જોગવાઈઓને મજબૂત અને સુવ્યવસ્થિત કરવા માગે છે.
  -દત્તક લેવાના ઘણા કેસો કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને હવે કોર્ટની કાર્યવાહી ઝડપી કરવા માટે સત્તાઓ જિલ્લા મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવામાં આવી છે.
  -આ સુધારો એવી જોગવાઈ કરે છે કે આવા દત્તક લેવાના આદેશો જારી કરવાની સત્તા હવે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે છે.

◾️ દેવિકા નદી પ્રોજેક્ટ: જમ્મુ અને કાશ્મીર

-નૅશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (NRCP) હેઠળ માર્ચ 2019માં આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.
-પ્રોજેક્ટ હેઠળ દેવિકા નદીના કિનારે સ્નાનઘાટનો વિકાસ, અતિક્રમણ દૂર કરવા, કુદરતી જળાશયોની પુનઃસ્થાપના અને સ્મશાનભૂમિ સાથેના કેચમેન્ટ વિસ્તારનો વિકાસ કરવામાં આવશે.
-આ પ્રોજેક્ટમાં ત્રણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 129.27 કિમી લાંબુ ગટર નેટવર્ક, બે સ્મશાન ઘાટનો વિકાસ, સુરક્ષા ફેન્સિંગ અને લૅન્ડસ્કેપિંગ, નાના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અને ત્રણ સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે.
-પ્રોજેક્ટ પૂર્ણ થતાં નદીઓના પ્રદૂષણમાં ઘટાડો થશે અને પાણીની ગુણવત્તામાં સુધારો થશે.
દેવિકા નદીનું મહત્ત્વ:-
-દેવિકા નદી જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરમાંથી નીકળે છે અને પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં) તરફ વહે છે જ્યાં તે રાવી નદીમાં જોડાય છે.
-નદીનું ધાર્મિક મહત્ત્વ પણ છે કારણ કે હિંદુઓ દેવિકા નદીને ગંગા નદીની બહેન તરીકે ઓળખે છે.
-જૂન 2020માં ઉધમપુરમાં દેવિકા પુલનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણનો હેતુ ટ્રાફિકની ભીડને પહોંચી વળવા ઉપરાંત સેનાના કાફલા અને વાહનોને સરળ માર્ગ આપવાનો છે.

◾️ ‘મેરી પૉલિસી મેરે હાથ’

-પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) આગામી ખરીફ સિઝનમાં અમલીકરણમાં સરકારે ‘મેરી પૉલિસી મેરે હાથ’ તરીકે ઓળખાતી નવી પાક વીમા વિતરણ નીતિની જાહેરાત કરી.
-‘મેરી પૉલિસી મેરે હાથ’ ડોર-સ્ટેપ ઝુંબેશ એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી છે કે તમામ ખેડૂતો તેમના જમીનના રેકૉર્ડ, નીતિઓ અને PMFBYના દાવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા વિશે સારી રીતે માહિતગાર છે.
-જૂન, 2022માં શરૂ થનારી આગામી ખરીફ સિઝનમાં તમામ અમલીકરણ રાજ્યોમાં ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

 • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે:
 • ફેબ્રુઆરી 2016માં PMFBY એ તમામ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી જેમણે કુદરતી આફતોથી પાકને નુકસાન થયું હોય.

◾️ કોક-ઓવન પ્લાન્ટ

-તાજેતરમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ દ્વારા મેંગ્લોરમાં કોક-ઓવન પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.
-આ શિલાન્યાસ કુદરેમુખ કંપની લિમિટેડ IOCL પનામ્બુર મેંગ્લોર ખાતે કરવામાં આવ્યો.
-આ પરિયોજનામાં પ્રતિવર્ષ ડાયલ ટન આયર્ન પ્લાન્ટ સ્થાપનાનો પણ સમાવેશ થાય છે.
-ભારત ચીન પછી વિશ્વનો બીજા નંબરનો સ્ટીલ ઉત્પાદક દેશ છે.
-કોક-ઓવન પ્લાન્ટ ઉત્પાદન પરિયોજનાથી ભારતના સ્ટીલ ઉત્પાદક ઉદ્યોગને વેગ મળશે.

◾️ દિલ્હી અને હેરિટેજ શહેર ખજૂરાહો વચ્ચે UDAN

-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં દિલ્હી અને હેરિટેજ શહેર ખજૂરાહો વચ્ચે પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપી.

 • આ ફ્લાઇટની શરૂઆત સાથે UDAN-RCS યોજના હેઠળ કુલ 405 રૂટ કાર્યરત થશે.
 • RCS-UDAN 3.0 હેઠળ સ્પાઇસ જેટને દિલ્હી-ખજૂરાહો-દિલ્હી રૂટ આપવામાં આવ્યો હતો.
 • સ્પાઇસજેટ સૌથી મોટું પ્રાદેશિક કૅરિયર છે અને યોજનાનું સૌથી મજબૂત સમર્થક છે.
 • સ્પાઇસજેટ ઍરલાઇન UDAN યોજના હેઠળ દૈનિક 65 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. તે 14 UDAN ગંતવ્યોને ભારતના વિવિધ ભાગો સાથે જોડે છે. હાલમાં, સ્પાઇસજેટ મધ્ય પ્રદેશમાં જબલપુર અને ગ્વાલિયર ઍરપોર્ટ પર સેવા આપે છે. આ યાદીમાં ખજૂરાહો ઉમેરવા સાથે, તે સ્પાઇસજેટનું 15મું UDAN ડેસ્ટિનેશન હશે.

◾️ રલવે પ્રોટેક્શન ફોર્સનું ‘ઑપરેશન નન્હે ફરિશ્તે’

-‘ઑપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ જાન્યુઆરી, 2022ના મહિનામાં ભારતભરનાં રેલવે સ્ટેશનોમાંથી 1,000થી વધુ બાળકોને બચાવ્યાં છે.

 • RPFને મુસાફરોની સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેણે 1045 બાળકોને બચાવ્યાં જેઓ એકલાં મળી આવ્યાં હતાં અથવા રેલવે સ્ટેશનો પર ત્યજી દેવામાં આવ્યાં હતાં. તેમાંથી 701 છોકરાઓ અને 344 છોકરીઓ હતી.
 • RPFના જણાવ્યા અનુસાર, દરવર્ષે રેલવે સ્ટેશનો પરથી અનેક બાળકોનું અપહરણ કરવામાં આવે છે. બાદમાં તેમનું શોષણ અને હેરફેર કરવામાં આવે છે.
 • હાલમાં, ચાઇલ્ડ હેલ્પ ડેસ્ક દેશનાં 132 રેલવે સ્ટેશનો પર કાર્યરત છે.
 • ઑપરેશન મહિલા સુરક્ષા – ભારતીય રેલવે ‘ઑપરેશન મહિલા સુરક્ષા’ હેઠળ ઘણાં વધારાનાં પગલાં લાગુ કરી રહી છે.
 • મેરી સહેલી ટુકડીઓ – RPFએ જાન્યુઆરી 2022ના મહિના દરમિયાન મુખ્ય રેલવે સ્ટેશનો પર ‘મેરી સહેલી’ ટુકડીઓ તહેનાત કરી હતી. તેઓ મહિલા મુસાફરોને, ખાસ કરીને એકલા મુસાફરી કરતાં લોકોને સુરક્ષા આપવાના ધ્યેય સાથે તહેનાત કરવામાં આવી હતી.

◾️ 48મો ખજૂરાહો ડાન્સ ફેસ્ટિવલ

 • તાજેતરમાં મધ્યપ્રદેશમાં 48મો ખજૂરાહો ડાન્સ ફેસ્ટિવલ શરૂ થયો છે.
  -મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ખજૂરાહો ખાતે ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
  -મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સ્થિત ખજૂરાહોમાં વિશ્વ પ્રસિદ્ધ ‘ખજૂરાહો ડાન્સ ફેસ્ટિવલ’ની 48મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  -આઝાદી કા અમૃત મહોત્સવની થીમ પર આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
 • ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના નામાંકિત કલાકારો પરફોર્મન્સ આપી રહ્યા છે.
  -પ્રથમ દિવસે સ્વર્ગસ્થ પંડિત બિરજુ મહારાજના શિષ્યો દ્વારા કથક પ્રદર્શન, કલાશ્રમ નવી દિલ્હી આકર્ષણનું કેન્દ્ર રહ્યું.
 • નૃત્ય પ્રદર્શન ઉપરાંત પ્રવાસીઓ તહેવાર દરમિયાન પ્રવાસી વિભાગ દ્વારા આયોજિત હેરિટેજ રન, વિલેજ ટુર, વૉટર રાફ્ટિંગ, ઈ-બાઇક ટુર જેવી રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને સ્થાનિક સંસ્કૃતિ, કલા અને ખાણીપીણીથી પરિચિત થઈ રહ્યા છે.

Download Standard 6 to 12 NCERT Gujarati Textbook App

23 February 2022 Current affairs in Gujarati

Leave a Comment