26 February 2022 Current Affairs In Gujarati
26 February 2022 Current Affairs In Gujarati – 20 one-liner questions and 8 detailed articles
- ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા-IDBI ના એમડી/સીઈઓ તરીકે કોની નિમણૂક કરાઈ?
✅ રાકેશ શર્માની, IDBIનું મુખ્યાલય મુંબઈમાં છે. - કઈ રાજ્ય સરકારે ઈ-કચરાના નિકાલ માટે દેશના પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્કની મંજૂરી આપી?
✅. દિલ્હીની - રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ નાટાના ક્યા સદસ્ય દેશ પણ દેશમાં કટોકટી જાહેર કરી?
✅ લિથુઆનિયાએ - વાસ્તુકલાની વિભિન્ન મંદિર શૈલીઓની ચર્ચા કરવા 25/26 ફેબ્રુઆરી-2022ના રોજ ક્યા સ્થળે દેવાયતનમ્-એન ઑડિશી ઓફ ઈન્ડિયન ટેમ્પલ્સ આર્કિટેક્ચરનું આયોજન કરાયું?
✅ કર્ણાટકના હમ્પીમાં - જાણીતા હાસ્યકાર નિરંજન ત્રિવેદીનું અવસાન. તેમની જાણીતી કૃતિ?
✅ ’સરવાળે ભાગાકાર, - ક્યા ટેનિસ ખેલાડી એમ્પાયરની ખુરશી પર રેકેટ મારવા બદલ મેક્સિકન ઓપન ટૂર્નામેન્ટમાંથી દૂર કરવામાં આવ્યો?
✅ એલેક્ઝેંડર જ્વેરેવને - દેશ આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ત્રીજી વર્ષગાંઠ મનાવી રહ્યો છે.રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2029ના રોજ કર્યું હતુ – રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદ થયેલ કેટલા સૈનિકોનાં નામ લખવામાં આવ્યાં છે?
✅ 25,942 - “મિલન’ બહુપક્ષીય નૌસેના અભ્યાસનું આયોજન ક્યા દેશની નૌસેના દ્વારા કરવામાં આવશે ?
✅ ભારત - તાજેતરમાં નેશનલ મીન-કમ-મેરિટ સ્કોલરશિપ યોજના (NMMSs)ને ક્યા વર્ષ સુધી લંબાવાઈ ?
✅ 2025-26 - ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લોન્ચ કરશે ?
✅ વર્ષ 2024 - ભારતીય વાયુસેના ક્યા રાષ્ટ્ર માં થનાર બહુરાષ્ટ્રીય અભ્યિાસ કોબરા વોરિયર 22માં ભાગ લેશે?
✅ ઈગ્લેન્ડ - વિશ્વ ટી.બી. દિવસ ક્યારે મનાવાય છે?
✅ 24 ફેબ્રુઆરી - કોને બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે ?
✅ તનીશકા અને રિદ્રિય કોટિયા - હાલમાં રિલાયન્સ જીયોની નવી સબસી (SubSea) કેબલ ” ભારત એશિયા એકસપ્રેસ ” કયા દેશ સાથે જોડાશે ?
✅ માલદીવ - કઈ કંપની ભારતની પ્રથમ સાયબર સુરક્ષા કેન્દ્રની શરૂઆત કરી છે?
✅ IBM - કયા શહેરમાં ફિલ્મ મહોત્સવ બાંગ્લાદેશ ફિલ્મ મહોત્સવ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?
✅ અગરતલા. - હાલમાં ક્યાં દેશ એ C-Dome નામની નવી નૌસેના વાયુ રક્ષા પ્રણાલી નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું ?
✅ ઇઝરાયલ - કયા રાજ્યનો ચંબા જિલ્લો દેશ નો 100મો હર ઘર જલ જિલ્લો બન્યો છે?
✅ હિમાચલ પ્રદેશ - કઈ મહિલા ક્રિકેટર 26 બોલમાં 50 રન બનાવવાવાળી પ્રથમ મહિલા ખેલાડી બની છે ?
✅ ૠષા ઘોષ - કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારત સરકારે ” જનભાગીદારી એમ્પાવરમેન્ટ પોર્ટલ ” લોન્ચ કર્યું છે ?
✅ જમ્મુ કાશ્મીર
Read February Month All Days Current Affairs :- Click here
26 February 2022 Current Affairs In Gujarati Detailed Current Affairs
◾️ ભારત અને UAE વચ્ચે વ્યાપાર સમજૂતી થઇ.
- ભારત અને United Arab Emirates (UAE) વચ્ચે Comprehensive Economic Partnership Agreement (CEPA) થઇ છે.
- આ સમજૂતી હેઠળ બન્ને દેશો સાંસ્કૃતિક પરિયોજનાઓ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન વગેરેને પ્રોત્સાહન આપવામાં આવશે.
- આ સમજૂતી પર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને સંયુક્ત આરબ અમીરાતના નાણામંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરી અને વિદેશ વ્યાપાર મંત્રી ડૉ. થાની બિન અહમદે હસ્તાક્ષર કર્યા હતા.
- આ સમજૂતી મુજબ પ્રથમવાર ભારત બહાર ભારતીય IITs ની શાખાઓ ખોલવામાં આવશે.
- આ સમજૂતી મુજબ દુબઇમાં IIT ની સ્થાપના કરવામાં આવશે જે મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) હેઠળ થશે.
- ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કુલ 23 આઇઆઇટી સંસ્થાઓ છે જે ભારત સરકાર દ્વારાસ્થાપિત થયેલ ‘રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ’ છે જેમાં સૌથી ત્રણ આઇઆઇટી ઉત્તર પ્રદેશમાં તેમજ ગુજરાતમાં એક IIT Gandhinagar છે.
◾️ ભારતીય વાયુસેના બ્રિટન ખાતે Cobra Warrior યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.
- આ યુદ્ધાભ્યાસ બ્રિટનના વેડિંગ્ટન ખાતે 6 થી 27 માર્ચ સુધી ચાલનાર છે.
- આ યુદ્ધ અભ્યાસમાં ભારતના પાંચ સ્વદેશી તેજસ વિમાન તેમજ સી-17 વિમાન ભાગ લેશે.
- ઉલ્લેખનીય છે કે વિભાજન દરમિયાન રોયલ ઇન્ડિયન એરફોર્સની સંપત્તિને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી જેને રોયલ એર ફોર્સ તરીકે જ ઓળખવામાં આવતું હતું.
- વર્ષ 1950માં ભારતે રાષ્ટ્રમંડળ (Commonwealth of Nations)માં જોડાયા બાદ તેના નામ આગળથી ‘રોયલ’ શબ્દ હટાવાયો અને તેનું નામ બદલીને ‘ભારતીય વાયુ સેના’ કરવામાં આવ્યું.
- કોમનવેલ્થ ઓફ નેશન્સમાં હાલ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત કુલ 54 દેશો છે.
◾️ પર્યાવરણ સંરક્ષણ પર આધારિત ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મને જર્મનીમાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર અપાયો.
- ભારતના હરિયાણામાં બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ Before I die ને જર્મનીમાં બેસ્ટ ફિલ્મ તરીકે પુરસ્કાર મળ્યો છે.
- આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર આધારિત છે જેને અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 50થી વધુ પુરસ્કાર મળી ચૂક્યા છે.
આ ફિલ્મ નકુલ દેવ દ્વારા બનાવાઇ છે જે 28 મિનિટની છે. - આ ફિલ્મના નિર્માણ દરમિયાન કોઇપણ શોટ માટે રિ-ટેક નથી લેવાયો તેમજ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા પણ આ ફિલ્મનું એકપણ દૃશ્ય કપાયું નથી!
- આ ડોક્યુમેન્ટરી મહાનગરોમાં પર્યાવરણની ખરાબ હાલત અને ઘણી પ્રજાતિઓ વિલુપ્ત થઇ રહી છે તેને જોઇને બનાવાઇ છે અને દર્શાવાયું છે કે આપણે જે બાળપણમાં જોતા હતા તેમાંથી ઘણુ બધુ આજે નથી રહ્યું.
- આ ફિલ્મને સ્વીડનમાં બોડન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી પુરસ્કાર, બ્રાઝિલ ઇન્ટરનેશનલ મંથલી ઇન્ડીપેન્ડેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર, મુંબઇ ખાતે ગોલ્ડન જ્યૂરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી પુરસ્કાર, મધ્ય પ્રદેશમાં વિંધ્યા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર સહિતના પુરસ્કારો મળી ચૂક્યા છે.
◾️ સજીવ સાન્યાલ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સદસ્ય બન્યા.
- પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલને Prime Minister (EAC-PM) ના પૂર્ણ સદસ્ય બનાવાયા છે.
- આ પરિષદનું પુરુ નામ Prime Minister (Economic Advisory Council) છે.
PMEAC કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત એક સ્વતંત્ર પરિષદ છે જે વડાપ્રધાનને આર્થિક મુદ્દાઓ પર સલાહો આપે છે. - હાલ આ પરિષદના અધ્યક્ષ વિવેક દેબરૉય છે તેમજ અન્ય સદસ્યોમાં રાકેશ મોહન, સાજિદ ચિનોય, નીલકાંત મિશ્રા, પૂનમ ગુપ્તા, નિલેશ શાહ અને ટીટી રામ મોહન છે.
◾️ ESA દ્વારા પ્રથમવાર સૂર્યના સમગ્ર આકાર અને વિસ્ફોટની ક્ષણોની તસવીર લેવાઇ.
- European Space Agency (ESA)ના સોલાર ઓર્બિટર પ્રોબ દ્વારા સૂર્યમાં થયેલા પ્રંચડ વિસ્ફોટને આ તસવીર લેવામાં આવી છે.
ESA મુજબ આ પ્રકારની તસવીર અગાઉ ક્યારેય લઇ શકાઇ નથી. - આ જ મહિનામાં સૂર્ય પર પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેને લીધે અંતરિક્ષમાં લાખો માઇલ સુધી વિકિરણનું પ્રસારણ થયું હતું.
- ESAનું આ Solar Orbiter (SolO) એક સોલાર હેલિયોફિઝિક્સ પ્રકારનું ઓર્બિટર છે જેને બે વર્ષ પહેલા ફેબ્રુઆરી, 2020ના રોજ લોન્ચ કરાયું હતું.
◾️ કોલંબિયાની કોર્ટ દ્વારા 24 સપ્તાહના ગર્ભપાતને અપરાધની શ્રેણીમાંથી બહાર કરાયો.
- કોલંબિયાની સર્વોચ્ચ કોર્ટ દ્વારા ગર્ભાવસ્તાના 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવાને અપરાધ નહી ગણવાનો ચૂકાદો આપ્યો છે.
- આ ચૂકાદ બાદ કોલંબિયામાં મહિલાઓ 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકશે.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ MTP Amendment Act, 2021 દ્વારા 24 સપ્તાહ સુધીના ગર્ભપાતને મંજૂરી અપાઇ છે.
◾️ ભારત છેલ્લા છ વર્ષમાં પ્રથમ વખત ICC T20I રેન્કિંગમાં નંબર 1 ટીમ બની
- ભારતે 269 રેટિંગ પોઈન્ટ ધરાવતા ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું.
- અગાઉ, મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારત ICC T20ા રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યું હતું.
- ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20
શ્રેણી 3-0થી જીતી લીધી છે. - ટી20માં ભારતની છેલ્લી હાર 2021 ટી20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ સામે થઈ હતી.
◾️ ભારત અને ઓમાન જોધપુરમાં દ્વિપક્ષીય વાયુસેના અભ્યાસ શરૂ
- ભારતીય વાયુસેના (IAF) અને રોયલ એર ફોર્સ ઓફ ઓમાન (RAFO) એ પાંચ દિવસીય દ્વિપક્ષીય વાયુસેના કવાયત “ઈસ્ટર્ન બ્રિજ-VI’ શરૂ કરી.
- તે 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન જોધપુર એરફોર્સ સ્ટેશન પર હાથ ધરવામાં આવશે. આ કવાયતની આ છઠ્ઠી આવૃત્તિ છે.
- આનાથી બંને વાયુ સેના વચ્ચે ઓપરેશનલ કાર્યક્ષમતા અને આંતર કાર્યક્ષમતા વધારવાની તક મળશે.
- તે વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયા, અનુભવોના આદાનપ્રદાન અને ઓપરેશન “વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપશે.
- ઓમાન અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળને
ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડે છે અને ગલ્ફ ક્ષેત્રમાં
ભારતના સૌથી મજબૂત સંરક્ષણ ભાગીદારોમાંનું એક છે. - ભારતની ત્રણેય સેવાઓ ઓમાનની સેવાઓ સાથે દ્વિપક્ષીય અભ્યાસ કરે છે.
- અલ નાગા – આર્મી
- નસીમ – અલ – બહર – નૌસેના
૩. ઇસ્ટર્ન બ્રીજ – એર ફોર્સ (દ્વિવાર્ષિક)
Download Std 6 to 12 NCERT Textbooks In Gujarati App