27 February 2022 Current Affairs In Gujarati – Top and Best Questions

Table of Contents

27 February 2022 Current Affairs In Gujarati

27 February 2022 Current Affairs In Gujarati – 20 One liner Questions and 6 detailed articles

  1. અલ સાલ્વાડોર ગણરાજ્યમાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ મનોજ મહાપાત્રની
  2. ડિશ ટીવી ઈન્ડિયા લિમિટેડના ડાયરેક્ટર ટૂ હોમ-(DTH) ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ક્રિકેટર કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ ઋષભ પંતની
  3. ભૌતિકશાસ્ત્રી દીપક ધરને ઈન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઈડ ફિઝિક્સ તરફથી બોલ્તઝમાન મેડલ એનાયત કરાયો.આ મેડલ મેળવનાર તે કેટલામાં ભારતીય છે?
    ✅ પરથમ
  4. ઓડિશાના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કે જેમનું હાલમાં 82 વર્ષની ઉંમરે અવસાન થયું?
    ✅ હમાનંદ બિસ્વાલનું
  5. રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિજનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
    ✅ અભિષેક સિંહની
  6. અમેરિકામાં સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અશ્વેત મહિલા જજ તરીકે કોની નિમણૂક કરાઈ?
    ✅ કટનજી બ્રાઉન જેક્સનની
  7. 27 ફેબ્રુઆરી થી 10 માર્ચ-2022 સુધી ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્ણાટકના બેલગામમાં યોજાશે.જેને શું નામ આપવામાં આવ્યું છે?
    ✅ ‘ધર્મ ગાર્ડિયન-2022’
  8. US-ચેમ્બર ઓફ કોમર્સ ગ્લોબલ ઈનોવેશન પોલિસી સેન્ટર દ્વારા પ્રકાશિત ઈન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા સૂચકાંક 2022 માં 55 દેશોની સૂચિમા ભારતનું સ્થાન કેટલામું રહ્યું?
    ✅ 43 મું,
    ✅ અમેરિકા પ્રથમ,ઈંગ્લેડ બીજા અને જર્મની ત્રીજા સ્થાને.
  9. ભારતીય નૌકાદળનો બહુપક્ષીય સૈન્ય અભ્યાસ MILAN-2022 નો (25 ફેબ્રુઆરી થી 4 માર્ચ-2022) પ્રારંભ ક્યા સ્થળે કરવામાં આવ્યો?
    ✅ વિશાખાપટ્ટનમમાં
  10. મીરાબાઈ ચાનૂએ સિંગાપુર વેઈટલિફિટંગ ઈંટરનેશનલમાં કુલ કેટલા કિલો વજન ઉઠાવીને ) ગોલ્ડ મેડલ જીત્યો?
    ✅ 191 (86+105 કિલોગ્રામ)
  11. કઈ ટીમ એ પ્રો કબડ્ડી લીગ-2022નો ખિતાબ જીત્યો?
    ✅ દબંગ દિલ્હીએ પટના પાઈરેટ્સને હરાવીને
  12. દુબઈમાં 30,000 ચો.મીટર વિસ્તારમાં ફેલાયેલી દુનિયાની સૌથી સુંદર ઈમારત પ્રારંભ થયો તેને શું નામ આપવામાં આવેલ છે?
    ✅ મયુઝિયમ ઓફ ધ ફયૂચરનો
  13. તાજેતરમાં કઈ યોજના માટે લોકપાલ એપ (Ombudsperson App) લોન્ચ કરવામાં આવી?
    ✅ મનરેગા
  14. OCEANS 2022 સંમેલનની મેજબાની કઈ સંસ્થાએ કરી ?
    ✅ આઈઆઈટી મદ્રાસ અને NIOT
  15. તાજેતરમાં ભારતીય રેલવેએ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) સાથે મળીને ક્યા શહેરમાં 17 મેગાવોટનો ભારતનો પ્રથમ સોલાર ફોટોવોટિક પ્લાન્ટ સફળતાપૂર્વક શરૂ કર્યો?
    ✅ બીના (મધ્ય પ્રદેશ)
  16. તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેડ રેલવે બ્રિજ અંજી ખડુ બ્રિજ ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો?
    ✅ જમ્મુ કાશ્મીર
  17. ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ?
    ✅ કિશનગંજ દિલ્હી
  18. સૈન્ય રણક્ષેત્રમ-2022 નામક હેકાથોનનું આયોજન કોણે કર્યું હતું?
    ✅ ભારતીય સૈન્ય
  19. હેલ્થ સ્ટાર રેટિંગ ક્યા સંગઠનની પહેલ છે?
    ✅ FSSAI
  20. કઈ રાજ્ય સરકાર અબુલ બરકતના માનમાં સ્મારક બનાવશે?
    ✅ પશ્ચિમ બંગાળ સરકાર

Read February Month All Days Current Affairs :- Click here

27 February 2022 Current Affairs In Gujarati Detailed Articles

◾️ સરકારે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA)ને 2026 સુધી આપી

  • સરકારે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA) યોજનાને 31મી માર્ચ 2026 સુધી અથવા વધુ સમીક્ષા સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
  • આ તબક્કા હેઠળ, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન દૂરના અને ગ્રામીણ વિસ્તારો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ, ટિયર-2 શહેરો વગેરે સુધી પહોંચશે.
  • આ નવો તબક્કો નવી શિક્ષણ નીતિની ભલામણો અને ઉદ્દેશ્યોના અમલીકરણ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને લિંગ સમાવેશ, રોજગારી વધારવા અને કૌશલ્ય અપગ્રેડેશન માટે સહાય પૂરી પાડશે.
  • કેન્દ્ર સરકાર નવી મોડલ ડિગ્રી કોલેજો સ્થાપવા માટે અનુદાન પણ આપશે.

◾️ રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (RUSA):

  • રાજ્ય સરકારની યુનિવર્સિટીઓ અને કોલેજોને
    ભંડોળ પૂરું પાડવા માટે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત
    યોજના છે.
  • તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સંસ્થાઓની ગુણવત્તા
    સુધારવા અને જોડાણ, શૈક્ષણિક અને પરીક્ષા
    પદ્ધતિમાં સુધારો સુનિશ્ચિત કરવાનો છે.

◾️ યોહાન પૂનાવાલાને ઊર્જા એવોર્ડ 2022માં “બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

  • પૂનાવાલા ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને ડાયરેક્ટર યોહાન પૂનાવાલાને ઉર્જા એવોર્ડ 2022માં “બિઝને લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • શ્રીમતી અમૃતા ફડણવીસે યોહાન પૂનાવાલાને સમાજ માટે તેમના નોંધપાત્ર કાર્ય માટે આ એવોર્ડ એનાયત કર્યો હતો.
  • પૂનાવાલા ગ્રૂપ સંખ્યાબંધ કોર્પોરેટ સોશિયલ
    રિસ્પોન્સીબીલીટી પ્રવૃત્તિઓને સમર્થન આપે છે.
  • યોહાન પૂનાવાલાની સાથે ફરાહ ખાન, કેદાર જાધવ, રિંકુ રાજગુરુ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉર્જા એવોર્ડની આ પાંચમી આવૃત્તિ હતી.

◾️ ઊર્જા એવોર્ડઃ

  • તે મનોરંજન, રમતગમત, વ્યવસાય, સામાજિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સમાજમાં તેમના નોંધપાત્ર યોગદાન એ માટે આપવામાં આવે છે.
  • તે ઉષા કાકડેના ગ્રેવિટસ ફાઉન્ડેશનના દ્વારા સ્થાપિત કરાયો.

◾️ ચદ્રભાન ખયાલને ઉર્દૂ ભાષાનો વર્ષ 2021નો સાહિત્ય અકાઅમી પુરસ્કાર એનાયત કરાયો.

  • આ પુરસ્કાર તેઓને તેમના કવિતા સંગ્રહ ‘તાજા હવા કી તાબિશે’ માટે અપાયો છે.
  • સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે 24 ભારતીય ભાષાઓ માટે આ પુરસ્કાર અપાય છે.
  • ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હિન્દી ભાષા માટે દયા પ્રકાશ સિન્હા અને અંગ્રેજી ભાષા માટેનો પુરસ્કાર નમિતા ગોખલેને એનાયત કરાયો હતો.
  • આ સિવાય મૈથિલી ભાષાનો પુરસ્કાર જગદીશ પ્રસાદ મંડલ (ઉપન્યાસ ‘પંગુ’ માટે), મણિપુરી ભાષાનો પુરસ્કાર ડૉ. થોકચોમ ઇબોહનવી સિંહને (પુસ્તક ‘મણિપુરિદા પુંસહી વારિગી સાહિત્ય’ માટે) તેમજ ગુજરાતી ભાષાનો પુરસ્કાર યજ્ઞેશ દવેને (કવિતા સંગ્રહ ‘ગદ્ય મંજૂષા’ માટે) અપાયો હતો.
  • હાલ આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે જે પુરસ્કાર 11 માર્ચના રોજ ‘સાહિત્યોત્સવ’ નામના કાર્યક્રમમાં આપવામાં આવશે.
  • આ પુરસ્કારમાં તામપ્ત્ર, શાલ અને એક લાખ રુપિયા રોક્ડ આપવામાં આવે છે.
  • આ પુરસ્કાર સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 1954થી આપવામાં આવે છે.
  • ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2955માં મહાદેવ દેસાઇને ‘મહાદેવ ભાઇની ડાયરી’ માટે અપાયો હતો.
  • ગુજરાતી ભાષા માટેના આ પુરસ્કારમાં 1969માં સ્વામી આનંદે, 1983માં સુરેશ જોષીએ તેમજ 2009માં શિરિષ પંચાલે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

◾️ કન્દ્ર સરકાર દ્વારા મનરેગા માટે લોકપાલ એપ લોન્ચ કરવામાં આવી.

  • આ એપ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજસિંહે લોન્ચ કરી છે.
  • આ એપનો ઉદેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મનરેગા યોજનામાં પારદર્શિતા લાવવાનો છે.
  • આ એપમાં મનરેગા સંબંધિત તમામ ફરિયાદોનું લોકપાલ દ્વારા નિવારણ કરવામાં આવશે.
  • આ યોજનાનું શરુઆતમાં નામ નરેગા National Rural Employment Guarantee Act 2005 (NREGA) હતું જેનું નામ બદલીને Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) કરવામાં આવ્યું છે.
  • આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વયસ્કોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારની ગેરેન્ટી ઉપલબ્ધ કરાવે છે.

◾️ પાકિસ્તાનમાં પ્રથમવાર લેફ્ટનન્ટ કર્નલના પદ પર બે હિન્દુ અધિકારીઓને નિયુક્તિ અપાઇ.

  • પાકિસ્તાન આર્મીના ઇતિહાસમાં પ્રથમવાર બે હિન્દુ અધિકારીઓને લેફ્ટનન્ટ કર્નલના રેન્ક પર પ્રમોશન અપાયું છે.
  • આ પ્રમોશન ડૉ. કૈલાશ કુમાર અને ડૉ. અનિલ કુમારને અપાયું છે.
  • વર્ષ 2019માં આ બન્ને અધિકારીઓ પાકિસ્તાન આર્મીમાં મેજરનું પદ પ્રાપ્ત કરનાર પણ પ્રથમ અધિકારીઓ બન્યા હતા.

◾️ દશમાં પ્રથમવાર કેન્દ્રીય કાયદા સચિવને દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ અપાઇ.

  • કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ કેન્દ્રીય કાયદા સચિવ અનુપકુમાર મેન્દીરત્તાને દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે બઢતી અપાઇ છે.
  • તેઓ વર્ષ 2019માં કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા હતા.
  • આ પહેલા તેઓ દિલ્હીમાં જ ન્યાયિક અધિકારી પણ હતા.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં તેઓને જિલ્લા ન્યાયાધીશમાંથી સીધા કાયદા મંત્રાલયમાં સચિવ બનાવાયા હતા તે પણ દેશમાં પ્રથમવાર બન્યું હતું.

◾️ જાણીતા ગુજરાતી હાસ્યકાર નિરંજન ત્રિવેદીનું 84 વર્ષની વયે નિધન.

  • તેઓએ હાસ્યસર્જનના અનેક પુસ્તકો લખ્યા હતા.
  • આ પુસ્તકોમાં ‘સરવાળે ભાગાકાર’, ‘કોના બાપની હોળી’, ‘માર ખારે સૈયા હમારો’ સહિત 10થી વધુ પુસ્તકોનો સમાવેશ થાય છે.
  • તેઓના પુસ્તકો માટે તેમને સાહિત્ય અકાદમીના ચાર પારિતોષિકો તેમજ સાહિત્ય પરિષદ દ્વારા જ્યોતિન્દ્ર દવે પારિતોષિક એનાયાત કરાયા હતા.
  • દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા બી. એ. માં તેમના પુસ્તક ‘સરવાળે ભાગાકાર’ને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકૃતિ અપાઇ છે.

◾️ વિશ્વમાં પ્રથમવાર મૃત્યુંના થોડા ક્ષણ પહેલા માનવ મગજનું સ્કેનિંગ કરાયું.

  • અમેરિકાની લુઇવિલે યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા 87 વર્ષના એક વ્યક્તિનું બ્રેઇન સ્કેનિંગ કરાયું હતું.
  • આ સ્કેનિંગ દ્વારા વિજ્ઞાનોને ખ્યાલ આવ્યો કે મૃત્યુંના 30 સેકન્ડ પહેલા મગજમાં એકસાથે અનેક ચિત્રોનું આલેખન થતું હોય તેવી સ્થિતિ બની હતી.
  • આવી સ્થિતિને સામાન્ય ભાષામાં ‘ફ્લેશબેક’ કહેવાય છે જેમાં વ્યક્તિને પોતાના જીવનની તમામ ઘટનાઓ થોડી જ સેકન્ડમાં દેખાઇ હોય તેવું બની શકે.
  • ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણા લોકોને Near death (લગભગ મૃત્યું પામવું અને ફરી જીવિત થવું) જેવા અનુભવો થયા છે તેઓએ જણાવ્યું છે કે તેમને પોતાના જીવનની તમામ ઘટનાઓ થોડી જ સેકન્ડમાં દેખાઇ હતી.

Download Our Quiz App With 11000+ Questions Click Here

27 February 2022 Current Affairs In Gujarati

Leave a Comment