Table of Contents
28 February 2022 Current Affairs in Gujarati
28 February 2022 Current Affairs in Gujarati – 10 One-liner questions and 5 detailed articles available below.
- દેશની પ્રથમ મોબાઇલ બાયોસેફ્ટી લેબ ક્યા રાજ્ય ખાતેથી શરુ કરવામાં આવી?
✅ મહારાષ્ટ્ર - ક્યો દેશ દ્વારા નાગરિક હવાઇ ક્ષેત્રમાં માનવ-રહિત પ્લેન ઉડાવવાની મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો?
✅ ઇઝરાયલ
993.ચન્નાવીરા કનાવી કંઇ ભાષાના સાહિત્યકાર હતા?
✅ કન્નડ
- નવા નિયમ મુજબ દ્વિચક્રી વાહનોમાં 4 વર્ષથી નાનું બાળક હોય તો મહત્તમ ગતિ કેટલી રાખી શકાય?
✅ 24.8 Mph - 7 – ભારતમાં 1 જુલાઇથી કેટલા માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવશે?
✅ 100 - 8 – કિશાન ડ્રોન યાત્રાની શરુઆત ક્યા રાજ્યથી કરવામાં આવી?
✅ હરિયાણા - 130 Elektra શું છે?
✅ એસ્ટરોઇડ - ક્યા દેશને પહેલા ‘સિઆમ’ તરીકે ઓળખવામાં આવતો?
✅ થાઇલેન્ડ - ભારતમાં ડિફેન્સ એક્સપો દર કેટલા વર્ષે યોજાય છે?
✅ બ - કઇ કંપની દેશની પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ FMCG કંપની બની?
✅ ડાબર
Read February Month All Days Current Affairs :- Click Here
28 February 2022 Current Affairs in Gujarati Detailed Articles
◾️ 27 ફેબ્રુઆરી: પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અને પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ 2022 (National Immunization Day – NID):
- આ દિવસે સમગ્ર દેશમાં 5 વર્ષથી નાના બાળકોને પોલિયો માટેની રસી આપવાનો કાર્યક્રમ શરુ થાય છે.
- ભારતમાં દર વર્ષે વાઇલ્ડ પોલિયો વાયરસ વિરુધ જનસંખ્યા પ્રતિરક્ષા અને પોલિયો મુક્ત સ્થિતિ બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી NID અને બે ઉપ-રાષ્ટ્રીય રસીકરણ દિવસ (SNID) આયોજિત કરવામાં આવે છે.
- આ કાર્યક્રમ હેઠળ આ વર્ષે 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના 735 જિલ્લાઓમાં 15 કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું લક્ષ્ય છે. – WHO દ્વારા ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો છે.
- ભારતમાં છેલ્લે 13 જાન્યુઆરી, 2011ના રોજ પોલિયો વાયરસનો અંતિમ કેસ નોંધાયો હતો.
- ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગયા વર્ષે જ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી કે વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે વિશ્વના 1.7 કરોડ બાળકો DTaP (Diphtheria-Tetanus-Pertussis) રસીથી વંચિત રહી ગયા હતા જેમાં ભારતના 30 લાખ બાળકો પણ સામેલ છે. – એક વર્ષ આ રસીકરણનું કામ અટકી પડતા આ પેઢીના બાળકો પર પોલિયો, મેનિન્જાઇટિસ અને ઓરી-અછબડા જેવા રોગોનું જોખમ વધી ગયું છે.
- DTP3 રસીકરણમાં ભારત 91%થી ઘટીને 85% પર પહોંચ્યું છે તે પણ આટલી વિશાળ વસ્તી ધરાવતા દેશ પર એક ગંભીર સમસ્યા છે.
◾️ કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પોલિયો રસીકરણ 2022ની શરુઆત કરવામાં આવી.
- મિશન ઇન્દ્રધનૂષ અથવા પોલિયો રસીકરણ અભિયાનનો ઉદેશ્ય ભારતમાં બાળકોને ઘાતક રોગોથી બચાવવાનો છે.
- આ અભિયાન હેઠળ આગામી દિવસોમાં 5 વર્ષથી નાની ઉંમરના લગભગ 15 કરોડ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.
- આ અભિયાનમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, WHO, UNICEF, રોટરી ક્લબ અને અનેક NGO સામેલ છે.
◾️ ઓડિશાના બે વાર મુખ્યમંત્રી રહેલા હેમાનંદ બિસ્વાલનું 83 વર્ષની વયે નિધન.
- તેઓ ડિસેમ્બર, 1989 થી માર્ચ, 1990 દરમિયાન પ્રથમવાર તેમજ ડિસેમ્બર, 1999 થી માર્ચ, 2020 દરમિયાન બીજી વાર ઓડિશાના 12માં મુખ્યમંત્રી રહ્યા હતા.
- તેઓ 1974માં પ્રથમવાર તેમજ 1980માં ફરીવાર ચુંટાઇને વિધાનસભ્ય બન્યા હતા.
- હાલ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે નવીન પટનાઇક છે જેઓ વર્ષ 2000થી આ પદ પર છે.
- નવીન પટનાઇક પવન ચામલિંગ (સિક્કિમ) અને જ્યોતિ બસુ (પશ્ચિમ બંગાળ) બાદ દેશના એવા ત્રીજા મુખ્યમંત્રી છે જેઓ સતત પાંચમી ટર્મ માટે મુખ્યમંત્રી તરીકે કાર્યરત રહ્યા હોય.
◾️મીરાબાઇ ચાનુએ સિંગાપોર ખાતે ગોલ્ડ જીતી કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઇ કર્યું.
- ભારતની વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુએ સિંગાપોર વેઇટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
- આ સાથે તેણીએ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વૉલિફાઇ કરી લીધું છે.
- આ ગોલ્ડ તેણીએ 55 કિ.ગ્રા. વજન વર્ગમાં જીત્યો છે જેમાં તેણીએ 191 કિ.ગ્રા. (86 + 105) વજન ઉઠાવ્યો હતો.
- આ સ્પર્ધામાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની જેસિકા સેવાસ્ટેંકો તેમજ ત્રીજા સ્થાન પર મલેશિયાની કૈસેન્ડ્રા એંગલરબર્ટ રહી હતી.
- ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઇએ સિલ્વર મેડલ જીત્યો હતો.
Download All Standard NCERT Gujarati Textbooks
◾️ભારત અને જાપાન વચ્ચે આજથી કર્ણાટક ખાતે સંયુક્ત યુદ્ધ અભ્યાસ શરુ થશે.
- આ યુદ્ધ અભ્યાસ કર્ણાટકના બેલગામ ખાતે આજથી 10 માર્ચ સુધી આયોજિત થશે.
- આ યુદ્ધ અભ્યાસનું નામ ‘ધર્મ ગાર્જિયન 2022’ રખાયું છે.
- આ અભ્યાસમાં બન્ને દેશની સેના શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પ્લાટૂન સ્તરની સંયુક્ત તાલીમ મેળવશે.
- ઉલ્લેખનીય છે કે હાલમાં વિશાખાપટ્ટનમ ખાતે ‘મિલન 2022’ ની પણ બે ચરણોમાં શરુઆત થઇ છે.
- મિલન અભ્યાસની શરુઆત વર્ષ 1995માં અંડમાન અને નિકોબાર ખાતે થઇ હતી.
[su_button url=”https://play.google.com/store/apps/details?id=com.aj.currentadda” target=”blank” style=”3d” background=”#ef5d2d” size=”7″ wide=”yes”]Download Our Android App[/su_button]