29 January 2022 Current Affairs In Gujarati – Top and best Questions

29 January 2022 Current Affairs In Gujarati

29 January 2022 Current Affairs In Gujarati One-Liner Questions and Detailed Articles

Join WhatsApp Group Join Now
  1. તામિલનાડુના ઈરોડ જિલ્લામાં આવેલ સત્યમંગલમ્ ટાઈગર રીઝર્વને કયો પુરસ્કાર અપાયો?
    ✅ TX2 પુરસ્કાર
    આ સાથે નેપાળમાં આવેલ બર્દિયા નેશનલ પાર્કને પણ TX2 પુરસ્કાર અપાયો.

527.હાલમાં જેમનું નિધન થયું તે ચરણજીતસિંહનું કઈ રમત સાથે સંકળાયેલ હતા?
✅ ભારતીય હૉકી ટીમના પૂર્વ કપ્તાન

  1. ઔપચારિક રીતે કેટલા વર્ષ બાદ એર ઈન્ડિયા ટાટા સમૂહને સોંપવામાં આવ્યું?
    ✅ 69 વર્ષ
  2. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ગુજરાતમાં 6 અલગ-અલગ પરિયોજનામાં કેટલા કરોડનું રોકાણ કરશે?
    ✅ ર.1,66,000 કરોડ
  3. મિઝોરમના આઈઝોલ જિલ્લાનું દક્ષિણ કયું ગામ રાજ્યનું પ્રથમ ODF-ખુલ્લામાં શૌચાલયથી મુક્ત ગામ બન્યું?
    ✅ મોબુઆંગ
  4. મ્યાંમારમાં માઉન્ટ પોપા જ્વાળામુખી નજીક કઈ પ્રજાતિનો બંદર મળી આવ્યો?
    ✅ ઘોસ્ટલી
  5. તાજેતરમાં વર્ષ 2022 માટેના કેટલા પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી?
    ✅ 128
  6. તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે
    ✅પદ્મ વિભૂષણ -4 ,પદ્મ ભૂષણ – 17 , પદ્મ શ્રી – 107
  7. તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેની અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
    A)પ્રભા અત્રે – કલા
    B) રાધેશ્યામ ખેમકા – સાહિત્ય અને શિક્ષણ,
    C) જનરલ બિપિન રાવત – સિવિલ સર્વિસ
    D) કલ્યાણ સિંહ – કલા
    ✅ D
  8. નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?
    Aખલીલ ધનતેજવી B) ડો.લતા દેસાઈ
    C) ભાવિના પટેલ D) માલજીભાઈ દેસાઈ
    ✅ C
  9. તાજેતરમાં સિરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સ્થાપક સાયરસ પુનાવાલાને ક્યો પુરસ્કાર એનાયત કરાયો?
    ✅ પદ્મ ભૂષણ
  10. તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો?
    ✅ સમિત અંતિલ, નીરજ ચોપડા , અવની લેખડા
  11. પદ્મ પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી?
    ✅ 1954
  12. કયા મંત્રાલયે તાજેતરમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે 5 વર્ષનો રોડ મેપ બહાર પાડ્યો છે?
    ✅ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય
  13. “મરાક્કર: અરબિકાદલિંતે સિંઘમ” અને ઓસ્કાર 2022 માટે કઈ ભારતીય ફિલ્મને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે?
    ✅ જય ભીમ

Read January Month All Days Current Affairs :- Click here

29 January 2022 Current Affairs In Gujarati Detailed Articles

◾️ નાગરિકો માટે લાઇવ કાર્યવાહીને સુલભ બનાવવા માટે ડિજિટલ સંસદ એપ્લિકેશન શરૂ કરવામાં આવી

  • ભારતીય સંસદે ‘ડિજિટલ સંસદ એપ’ લોંચ કરી છે, જેનો ઉદ્દેશ સંસદની કાર્યવાહીને માત્ર સભ્યો માટે જ નહીં, પણ જનતા માટે પણ સુલભ બનાવવાનો છે.
  • આ પગલાં સાથે સંસદે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો છે. ડિજિટલ સંસદ એપ લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ છે,
  • જેઓ સંસદની કાર્યવાહીને વધારે સુલભ બનાવવા માટે સતત કામ કરી રહ્યાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ રજૂ થનારા બજેટ સત્ર 2022 પહેલા ‘ડિજિટલ’ સંસદ એપનું લોન્ચિંગ પણ મહત્વપૂર્ણ રહેશે.

ડિજિટલ સંસદ એપઃ મોબાઇલ એપ વિશે જાણવા જેવા 5 ચાવીરૂપ મુદ્દાઓ

  1. ડિજિટલ સંસદ એપ્લિકેશન દ્વારા નાગરિકો સંસદમાં સંસદીય કાર્યવાહીની પ્રવૃત્તિઓ તેમજ લોકશાહીના મંદિરે હાથ ધરેલી પહેલને ફોન પર એક બટન દબાવીને જોઈ શકશે.
  2. મોબાઇલ એપ્લિકેશન ભારતના નાગરિકોને તેમના સંસદના સભ્યો શું કરી રહ્યા છે અને તેઓ જે ચર્ચાઓમાં ભાગ લઈ રહ્યા છે તે તપાસવાની મંજૂરી આપશે.
  3. એપ્લિકેશનમાં સંસદના સભ્યોના ભાષણો અને 1947 થી બજેટ સત્ર સહિતની તમામ કાર્યવાહીમાં તેમની ભાગીદારી પણ શામેલ હશે. આ આર્કાઇવ ૧૨ મી થી ૧૭ મી લોકસભા સત્ર સુધીની હશે.
  4. ડિજિટલ સંસદ એપ્લિકેશન પર, નાગરિકો હવે કેન્દ્રીય બજેટ 2022 સહિત ગૃહની કાર્યવાહીને જીવંત જોઈ શકશે.
  5. ડિજિટલ સંસદ એપ એ લક્ષ્ય તરફ આગળ વધતા રહેવાના સંસદના સંપૂર્ણ પ્રયાસોની પ્રાપ્તિને સશક્ત બનાવે છે.

◾️તામિલનાડુના સત્યમંગલમ ટાઇગર રિઝર્વે જીત્યો ટીએક્સ2 એવોર્ડ

તમિલનાડુમાં સત્યમંગલમ ટાઇગર રિઝર્વને વર્ષ 2010થી વાઘની સંખ્યા બમણી કરવા બદલ આંતરરાષ્ટ્રીય ટીએક્સ2 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

• તે ઇરોડ જિલ્લામાં આવેલું છે અને અત્યારે તેના 1408 ચોરસ કિ.મી.ના કેમ્પસમાં 80 વાઘ વસે છે.

• નેપાળના બરડિયા રાષ્ટ્રીય ઉદ્યાનને પણ સંયુક્તપણે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ જંગલી વાઘની સંખ્યા બમણી કરવાનો હતો.

• આ એવોર્ડ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ દ્વારા એનાયત કરવામાં આવે છે.

◾️ ભારત, ફિલિપાઇન્સે બ્રહ્મોસ મિસાઇલના વેચાણ માટે 375 મિલિયન ડોલરની ડીલ પર હસ્તાક્ષર કર્યા

• ભારત અને ફિલિપાઇન્સે 28 જાન્યુઆરી, 2022ના રોજ ફિલિપાઇન્સ નૌકાદળને બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ-શિપ ક્રુઝ મિસાઇલોના વેચાણ માટે 375 કરોડ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.

  • બ્રહ્મોસ એરોસ્પેસ એ ભારત-રશિયાનું સંયુક્ત સાહસ છે, જે ‘બ્રહ્મોસ’નું ઉત્પાદન કરે છે, જેને સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા લેન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે.
  • બ્રહ્મોસ એક્સપોર્ટ ઓર્ડર આ ક્ષેત્રમાં ભારત માટે સૌથી મોટો હશે.

◾️ એરએશિયાએ એરલાઇન્સને આગળ વધારવા માટે નામ બદલીને કેપિટલ એ કર્યું

  • મલેશિયાના એરએશિયા ગ્રુપ બીએચડીએ પોતાની લિસ્ટેડ હોલ્ડિંગ કંપનીનું નામ બદલીને કેપિટલ એ બીએચડીને અંતિમ રૂપ આપી દીધું છે.

• તે કોર બજેટ એરલાઇનથી આગળના તેના વધતા જતા વ્યવસાયોના પોર્ટફોલિયોને બજાર માન્યતા ઇચ્છે છે.

• એરલાઇન બિઝનેસ એરએશિયા બ્રાન્ડને જાળવી રાખશે, જે એશિયામાં જાણીતી છે.

• કેપિટલ એ ના ચીફ એક્ઝિક્યુટિવ ટોની ફર્નાન્ડિસે આ માહિતી આપી હતી.

◾️ લાલા લજપતરાયની 157મી જન્મજયંતિ: 28 જાન્યુઆરી 2022

• તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હિન્દુ મહાસભા, હિન્દુ સુધારણા ચળવળો અને આર્ય સમાજની આગેવાની હેઠળની સ્વતંત્રતા ચળવળના પીઢ નેતા હતા.

• તેમનો જન્મ ૧૮૬૫માં પંજાબના લુધિયાણા જિલ્લામાં થયો હતો.

• તેઓ ત્રણ ‘લાલ બાલ પાલ’ ત્રિપુટીમાંના એક હતા, જ્યારે અન્યોમાં બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલનો સમાવેશ થાય છે.

• તેમને ‘પંજાબ કેસરી’ અને ‘પંજાબનો સિંહ’ ની ઉપાધિ આપવામાં આવી હતી.

🔘 સોલાર હમામ” શું છે?

  • “સોલાર હમામ’ એ ઠંડા હિમાલયના પ્રદેશોમાં ખાસ કરીને લદાખ, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ગામડાઓમાં ગરમી જાળવવામાં મદદરૂપ થતી સિસ્ટમ છે.
  • સોલાર હમામને વર્ષ 2016-17 માટેનો હિમાચલપ્રદેશ સ્ટેટ ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
  • સોલાર હમામ એન્ટિ – ફ્રીઝિંગ આઉટલેટ પ્રદાન કરે છે.
  • તે સવારના હલકા પ્રકાશમાં 30-35 મિનિટમાં 15-18 લિટર જેટલા પાણીને 90°C જેટલું ગરમ કરી શકે છે.
  • તેના ઈન્સ્ટોલેશન પછી તેને ઓછા મેઈન્ટેનન્સની જરૂર પડે છે.
  • તેનું નિર્માણ ગ્રામીણ કારીગરો દ્વારા કરવામાં આવે છે.
  • આમ, તે સ્થાનિક રોજગારી સર્જનમાં પણ મદદરૂપ છે..

🔘 ઉદેશ :.

  • સોલાર હમામનો ઉદ્દેશ પર્વતાળ પ્રદેશોના ઘરોમાં સ્વચ્છ ઉર્જા ઉકેલો પૂરા પાડવાનો છે.
    તેની મદદથી જંગલોનું સંરક્ષણ કરવામાં, મહિલાઓને બળતણ લાકડું એકત્ર કરવાથી મુક્તિ મળશે તેમજ તેની મદદથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે.
  • આ ટેક્નોલોજીનો વિકાસ નોંધપાત્ર છે. કારણ કે પર્વતાળ પ્રદેશોમાં વસવાટ કરતાં પરિવારો બળતણ, ઘાસચારો, આરોગ્ય, પોષણ, કૃષિ, આજીવિકા અને રોજગાર મેળવવા માટે કુદરતી સંસાધનો પર આધાર રાખે છે.

🔘 મહત્વ :

  • હિમાલયના પ્રદેશમાં 2,000 મીટરની ઊંચાઈએ શિયાળો કઠોર હોય છે અને તે પ્રદેશ સમગ્ર વર્ષ દરમિયાન ઠંડો રહે છે.
  • ત્યાનાં ઘરોને દિવસ દરમિયાન 16-17 કલાક સુધી ઊર્જાના સ્ત્રોત તરીકે લાકડાની આગ પર આધાર રાખવાની ફરજ પડે છે.

✅ ભારતનો “વન અર્થ, વન હેલ્થ અભિગમ

  • ભારત ‘વન અર્થ, વન હેલ્થ’ અભિગમ અંતર્ગત
    દુનિયાના ઘણા દેશોને વેકિસન આપીને કરોડો લોકોના જીવન બચાવી રહયું છે.
  • ભારતે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં 97 દેશોને કોવિઝ-19 વેકિસનના 1154.173 લાખ ડોઝ પહોંચાડયા છે.
  • ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દેશ છે.

◾️ મોરેશિયસમાં મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ ‘મહાત્મા ગાંધી સ્ટેશન’

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મોરેશિયસના
    વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથે ભારતની સહાયતા પ્રાપ્ત સામાજિક આવાસ એકમ પ્રોજેકટનું ઉદ્દઘાટન કર્યું હતું.
  • આ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાને મોરેશિયસના મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધી સ્ટેશન રાખવાનો નિર્ણય કર્યો છે.
  • બંને દેશોના નેતાઓએ મોરેશિયસમાં સિવિલ સર્વિસ કોલેજ અને 8 મેગાવોટ સોલાર પીવી ફાર્મ પ્રોજેકટ વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ પણ કર્યો હતો.

◾️ મોરેશિયસ વિશે

  • રાજધાની : પોર્ટ લુઈસ
  • ચલણઃ મૌરિશિયન રૂપી
29 January 2022 Current Affairs In Gujarati

Leave a Comment