Table of Contents
કોચિંગ સહાય યોજના 2023
કોચિંગ સહાય યોજના 2023 : બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. કોચિંગ સહાય યોજના 2023 ભોજન બિલ સહાય, વિદેશમાં અભ્યાસ લોન, JEE ગુજરાત-NEET, કોચિંગ સહાય યોજના, શૈક્ષણિક આવાસ યોજનાઓ આ કમિશન દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાઓના લાભો અનમત આયોગની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન મેળવી શકાય છે. પ્રિય વાચકો આજે આપણે આ લેખ દ્વારા કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
GPSC, UPSC, પોલીસ, ક્લાર્ક, તલાટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પણ આર્થિક સ્થિતિ સારી નથી તો, હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે એક સહાય યોજના બહાર પાડી છે. જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ કરવા માટે સહાય આપવામાં આવે છે.
The Coaching Assistance Scheme 2023 is a program run by the Non-Reservation Commission in India to provide financial assistance to students from socially and educationally backward classes for preparing for competitive exams such as the JEE, GUJCET, and NEET.
The scheme provides coaching assistance of up to INR 20,000 to eligible students studying in class 11 and 12 science streams and has a maximum age limit of 35 years for male applicants and 40 years for female applicants.
To be eligible for the scheme, the applicant or their parents must not hold a government job, and the training institution must be registered under certain acts and have a biometric attendance system in place. Students must also pass their graduation exams with a minimum of 50% marks and provide various documents as part of the application process.
આ આર્ટિકલમાં,
- કોચિંગ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે?
- આ યોજનામાં કેટલી સહાય મળશે?
- કોચિંગ સહાય યોજના ફોર્મ કઈ રીતે ભરવું?
- કોચિંગ સહાય યોજના શું ડોક્યુમેન્ટ જોઈશે?
કોચિંગ સહાય યોજના શું છે?
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓ માટે UPSC, GPSC, સ્ટેટ કમિશન, બેંક, એલ.આઇ.સી, ગૌણ સેવા પસંદગી મંડળ, જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -1,2 અને 3 ની રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની તમામ ભરતીઓની પરીક્ષાની અગાઉ તૈયારી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ કોચિંગ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે.
Coaching sahay yojana 2023 કોને મળશે લાભ ?
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને આ નિગમની યોજનાઓનો લાભ મળશે. આ કમિશનનો ઉદ્દેશ્ય રાજ્યના આર્થિક રીતે નબળા પરંતુ તેજસ્વી બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં વધુ અને સારું શિક્ષણ આપવાનો છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે કોચિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
કોચિંગ સહાય યોજનાના લાભ
આ યોજના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુમાં વધુ રૂપિયા 20,000/- સુધીની કોચિંગ સહાય આપવામાં આવે છે.
1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પુર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવૅગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેકોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
3. IIM, CEPT, NIFT, NLŪ જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોંચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)
કોને મળશે લાભ?
- કોચિંગ સહાય યોજનાનો લાભ માત્ર સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને મળે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે, સ્નાતક (ગ્રેજ્યુએશન)ની પરીક્ષા 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇએ.
કોચિંગ સહાય યોજના માટે પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ પાત્રતા હોવી જોઈએ.
- અરજદાર જો પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.
- અરજદાર અથવા અરજદારના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.
- વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ: 1. સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ. 2. સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ. 3. સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
- તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ: 1. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦. 2. કંપની અધિનિયમ, ૧૯૫૬, 3. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮).
- તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.
કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- આવકનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
કોચિંગ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?
કોચિંગ સહાય યોજના Online Form Process નીચે મુજબની છે:
- સૌથી પહેલા, આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો : https://sje.gujarat.gov.in/ddcw/ અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
- સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
- લોગીન થયા બાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- બસ ! તમારું કોચિંગ સહાય યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.
નોંધ: વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર (જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.
કોચિંગ સહાય યોજના Application Form Status
તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.
- તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx
- ત્યારબાદ તે પેજ પર તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો. અને “સ્થિતિ જુઓ” બટન પર ક્લિક કરો.
- તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.
મહત્વની તારીખ
જાહેરાતની તારીખ: | 31/12/2022 |
ફોર્મ ભરવાના શરૂ: | 01/01/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: | 31/01/2023 |
મહત્વની લિંક
ઓફિસિયલ જાહેરાત: | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે: | અહીં ક્લિક કરો |
અરજી નું સ્ટેટસ ચેક કરવા માટે: | અહીં ક્લિક કરો |
Official Website: | અહીં ક્લિક કરો |
કોચિંગ સહાય યોજના Helpline Number
આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે તમે અહી ક્લિક કરી હેલ્પલાઇન નંબર મેળવી શકો છો.
સારાંશ
આ આર્ટિકલમાં કોચિંગ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.
FAQs
What is the Coaching Assistance Scheme 2023?
The Coaching Assistance Scheme 2023 is a program run by the Non-Reservation Commission in India to provide financial assistance to students from socially and educationally backward classes for preparing for competitive exams such as the JEE, GUJCET, and NEET.
Who is eligible for the Coaching Assistance Scheme 2023?
To be eligible for the Coaching Assistance Scheme 2023, students must be from socially and educationally backward classes, have passed their graduation exams with a minimum of 50% marks, and have a maximum age of 35 years for male applicants and 40 years for female applicants. The applicant or their parents must not hold a government job, and the training institution must be registered under certain acts and have a biometric attendance system in place.
How much financial assistance is provided under the Coaching Assistance Scheme 2023?
Under the Coaching Assistance Scheme 2023, students are eligible to receive coaching assistance of up to INR 20,000.
How can students apply for the Coaching Assistance Scheme 2023?
Students can apply for the Coaching Assistance Scheme 2023 online through the official website of the Anamat Aayog. The application process requires the submission of various documents and the completion of an application form.
What documents are required to apply for the Coaching Assistance Scheme 2023?
To apply for the Coaching Assistance Scheme 2023, students will need to provide proof of their identity, proof of their educational qualifications, and proof of their economic status. Other documents may also be required as part of the application process.
કોચિંગ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?
https://sje.gujarat.gov.in/
આ યોજના હેઠળ સહાય કઈ રીતે મળે છે?
આ યોજના હેઠળ રોકડ સહાય રૂપિયા 20,000/- આપવામાં આવશે.